ચારોળીમાં તહેવારોની ઘરાકી શરૂ: પાક 20 ટકા વધારે હોવાથી ભાવ ઘટ્યા
15મી સદીથી જૂનો ઇતિહાસ ધરાવતી ચારોળીનું વિશ્વભરમાં માત્ર ભારતમાં જ ઉત્પાદન થાય છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, છતીસગઢ અને ઓરિસ્સાનાં છીંદવાડા, અમરવાડા, રામપુર, કરઘોડા, બેતુલ જેવા વિસ્તારોમાં ચારોળીનો પાક લેવાય છે.

પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને તહેવારોમાં વિશેષ ખવાતી ચારોળીની તહેવારોની ખરીદી શરૂ થઇ ગઇ છે. જો કે આ સિઝનમાં પાક 20 ટકા જેટલો વધારે હોવાથી ભાવ ગત વર્ષથી 15 ટકા જેટલા ઓછા છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રી, દિવાળી અને રમજાન જેવા તહેવારોમાં ચારોળીનું વેચાણ 25 ટકા જેટલું વધી જતું હોય છે.
વાશી એપીએમસી સ્થિત મુંબઇ ડ્રાયફ્રુટ એસોસિએશનનાં ખજાનચી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ગત નવરાત્રિએ ચારોળીના કિલો દીઠ હોલસેલ ભાવ 1600 થી 1900 રૂપિયાની રેન્જમાં હતા. જે આ વખતે ઘટીને 1400 થી 1600 રૂપિયા ચાલે છે. દિવાળીના તહેવારો પૂરા થાય ત્યાં સુધી આવા ભાવ સ્થિર રહેવાની ધારણા છે.
15મી સદીથી જૂનો ઇતિહાસ ધરાવતી ચારોળીનું વિશ્વભરમાં માત્ર ભારતમાં જ ઉત્પાદન થાય છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, છતીસગઢ અને ઓરિસ્સાનાં છીંદવાડા, અમરવાડા, રામપુર, કરઘોડા, બેતુલ જેવા વિસ્તારોમાં ચારોળીનો પાક લેવાય છે. આ ઉપરાંત ગુજરાતના દાહોદ અને ગોધરા પંથકમાં પણ ચારોળીનું ઉત્પાદન થાય છે, જે સ્થાનિક બજારમાં વેચાઇ જાય છે.
મધ્યપ્રદેશ અને છતીસગઢની ચારોળી સાઉદી અરેબિયા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા તથા યુરોપમાં નિકાસ થાય છે. ણારતમાં ચારોળીનું કુલ વાર્ષિક ઉત્પાદન આશરે 10000 ટનનું છે જેમાંથી 5000 ટન જેટલો પાક મધ્યપ્રદેશ અને છતીસગઢનો હોય છે. આમ તો આ વન્ય મેવો ગણાય છે તેથી તેનું બજાર હજુ અનઓર્ગેનાઇઝ્ડ છે.
ઔષધિય રીતે પણ ચારોળી પેટની બિમારીમાં અકસીર દેશી ઇલાજ ગણાય છે. સાથે જ આ મેવો તૈલી અને પૌષ્ટિક આહાર હોવાથી રોજા રાખતા મુસ્લિમોની પ્રથમ પસંદ હોય છે.
આ પણ વાંચો: ચોખાના મબલખ પાકની આશા: નવી સિઝનનાં બાસમતી-1509ની આવકો શરૂ
આ પણ જુઓ:
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




