KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રૂડ ઓઈલમાં ફરી આવ્યો ઘટાડો, બ્રેન્ટ 106 ડોલર નીચે ઉતર્યું

WTIમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો થયો, અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટોની સંભાવનાઓની અસર

desk@kuberanowPublished On : 25 Sept 2026
Crude Oil Brent Price 25
AI Generated Image

મુંબઈ : આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 0.8 ટકા ઘટીને પ્રતિ બેરલ 105.79 ડોલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. બીજીબાજુ અમેરિકન WTI ક્રૂડ અંદાજે 1.5 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 93.14 ડોલરની આજુબાજુ આવી ગયું છે. જોકે, ક્રૂડ ઓઈલમાં આ ઘટાડો એક દિવસ પહેલાં આવેલી તેજી પછી જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચિતની સંભાવના અને હોર્મુઝની ખાડીના ફરી ખુલવાની આશાના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થવા છતાં ઈરાને તેની શરતો પર અક્કડ વલણ અપનાવ્યું છે. કતર બંને દેશો વચ્ચે મધ્યસ્થતાનો પ્રયત્ન કરી રહ્યું છે.


બ્રેન્ટ ક્રૂડ ગુરુવારે 3.4 ટકા વધીને પ્રતિ બેરલ 106.60 ડોલરના સ્તરે બંધ થયો હતો. WTI પણ 2.7 ટકા વધીને 94.61 ડોલરે પહોંચી ગયો હતો. કારોબાર દરમિયાન બંને બેન્ચમાર્કમાં એક સમયે અંદાજે 5 ટકાની તેજી જોવા મળી હતી. હુથ બળવાખોરોએ સાઉદી અરબ પર મિસાઈલ હુમલા કર્યા પછી ઓઈલના સપ્લાય પર અસર થવાની ચિંતા વધવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળો આવ્યો હતો.


આ પહેલા ક્રૂડ ઓઈલમાં અનેક દિવસો સુધી ઘટાડો નોંધાયો હતો. WTI ગુરુવારની તેજી પહેલા સતત છ કારોબારી સત્રમાં અંદાજે 13 ટકા તૂટી ચૂક્યો હતો. મંગળવરા બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 97.36 ડોલર સુધી ગગડ્યો હતો, જે 8 સપ્ટેમ્બર પછી તેનું સૌથી નીચું સ્તર હતું. સાઉદી અરબે ઓઈલ સપ્લાય સારો થવા અને અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીતની આશાથી કિંમતો પર દબાણ પડ્યું હતું.


ક્રૂડ ઓઈલના ભાવમાં શુક્રવારે આવેલા ઘટાડાનું મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની આશા છે. ન્યૂયોર્કમાં બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે એવા સંભવિત રસ્તા પર વાતચીત ચાલી રહી છે, જેમાં ઈરાન તરફથી હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા અને અમેરિકા તરફથી ઈરાન પર આર્થિક દબાણ ઘટાડવાનાવિકલ્પો સામેલ હોઈ શકે છે. આ દિશામાં પ્રગતિ થાય તો ઓઈલના સપ્લયાય અંગે ચિંતા ઘટી શકે છે.


જોકે, પશ્ચિમ એશિયામાં તણાવ હજુ પણ છે. સાઉદી અરબ પર હુથી બળવાખોરોના હુમલાના કારણે ઓઈલ ઉત્પાદન અને સપ્લાયમાં અવરોધ ઊભા થવાનું જોખમ સંપૂર્ણપણે ખતમ થયું નથી. આ કારણે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એકંદરે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલે પહેલા તિવ્ર ઘટાડો નોંધાયો, પછી જોરદાર તેજી અને હવે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. નજીકના સમયમાં ક્રૂડના ભાવની દિશા ઘણે અંશે અમેરિકા-ઈરાન વાતચીત, હોર્મુઝની ખાડી અને સાઉદી અરબના ઓઈલ સપ્લાય સાથે સંકળાયેલા સમાચારો પર નિર્ભર કરશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn