ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, બ્રેન્ટ તૂટીને 96 ડોલરે પહોંચ્યું, WTI 86 ડોલર થયું
મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય પૂર્વવત થવાની સંભાવનાઓના કારણે બુધવારે ક્રૂડ ઓઈલના ભાવ તૂટ્યા

ક્રૂડ ઓઈલના ભાવમાં 30 સપ્ટેમ્બર 2026ના રોજ અચાનક મોટો કડાકો જોવા મળ્યો છે. બુધવારે વૈશ્વિક બજાર ખૂલ્યા બાદથી જ ક્રૂડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 96.159 ડોલર અને WTI ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 86.454 ડોલરના સ્તરે આવી ગયો હતો. હાલમાં ક્રૂડ ઓઈલમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ આ ઘટાડો લાંબો સમય ટકી શકશે નહીં. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડાની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ જોવા મળી શકે છે.
અમેરિકાએ મોટી ખેપ રિલીઝ કરી પૂરવઠાની ચિંતા હળવી કરી
બ્રેન્ટ ક્રૂડના ભાવ મંગળવારે 106 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ હતા, જે બુધવારે પ્રતિ બેરલ 96 ડોલરના સ્તરે આવી ગયા છે. મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલના પ્રવાહમાં સુધારાના સંકેતો મળતા અને અમેરિકામાંથી ઈમર્જન્સી રિઝર્વની વધુ એક મોટી ખેપ રિલીઝ થતા પૂરવઠાની ચિંતાઓ હળવી થઈ છે. વિશ્લેષકોએ નોંધ્યું કે મધ્ય-પૂર્વમાંથી ક્રૂડની નિકાસની 10 દિવસની સરેરાશ સુધરીને પ્રતિ દિન 17.5 મિલિયન બેરલે પહોંચી હતી, જે અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પહેલાંના 98 ટકા સમકક્ષ છે.
સાઉદી અરબે પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન મારફત ક્રૂડ ઓઈલની નિકાસ ફરી શરૂ કરી છે. જોકે, આ પાઈપ લાઈનથી સાઉદી હજુ 50 ટકા ઓઈલની નિકાસ કરી રહ્યું છે. બીજીબાજુ હોર્મુઝની ખાડી મારફત ક્રૂડ ઓઈલનો પૂરવઠો સતત ચાલુ રહ્યો છે. અમેરિકામાં ગેસોલીન અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે ત્યારે અમેરિકાએ એસપીઆરમાંથી 40 મિલિયન બેરલ ઓઈલ રિલિઝ કરવાની તૈયારી કરી છે. ઉદ્યોગના આંકડા પણ સંકેત આપે છે કે યુએસ ક્રૂડ ઈન્વેન્ટરીઝ ગયા સપ્તાહે 10 લાખ બેરલ હતી.
મધ્ય-પૂર્વમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ
ક્રૂડ ઓઈલના ભાવમાં બુધવારે પ્રારંભિક ઘટાડો નોંધાયા છતાં તે લાંબુ ટકી શકશે નહીં. કારણ કે મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ હજુ પણ યથાવત્ છે. અમેરિકા અને ઈરાન બંનેએ એકબીજાની શરતો માનવાનો ઈનકાર કરી દીધો છે. એવામાં હાલના સમયે ઓઈલના ભાવમાં આવેલો આ ઘટાડો આંશિક કહી શકાય છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિવાટાઘાટોની સ્થિતિ બનશે તો આગળ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલમાં ઘટાડાની શરૂઆત મંગળવારથી થઈ હતી, જેની પાછળનું કારણ પૂરવઠા સંબંધિત ચિંતાઓ ઘટવાનું છે. સાઉદી અરબ દ્વારા ઓઈલની પાઈપલાઈન શરૂ કરવાની સાથે જ અમેરિકાએ ઈમર્જન્સી ભંડારમાંથી વ્યાપક સંખ્યામાં ક્રૂડ ઓઈલ રિલિઝ કર્યું છે. બીજીબાજુ સાઉદી અરબે પણ તેની અડધી ક્ષમતા સાથે ઓઈલની નિકાસ શરૂ કરી દીધી છે. આંકડાઓથી એ પણ સામે આવ્યું છે કે અમેરિકાના ઓઈલ ભંડારમાં પાછલા સપ્તાહે 10 લાખ બેરલનો વધારો થયો છે.
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર
ક્રૂડ ઓઈલમાં લાંબા સમય પછી બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ ઘટાડો લાંબો સમયથી ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઊંચા ભાવે ઓઈલ ખરીદી રહી છે. એવામાં તેમને આ નુકસાનની ભરપાઈ હજુ ઘણો સમય સુધી ચાલુ રહી શકે છે. તેથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે કોઈ મોટી અસર જોવા મળી નથી અને હાલમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




