KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પૂરવઠો વધવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં આંશિક ઘટાડો, પોઝિટિવ સેન્ટિમેન્ટની શક્યતા

એશિયન બજારોમાં તેજી અનેક્રૂડ ઓઈલમાં હળવા ઘટાડાથી ભારતીય બજારોને રાહતના સંકેત છે

desk@kuberanowPublished On : 5 Oct 2026
Crude Oil 5
AI Generated Image

એશિયાના બજારોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ક્રૂડ ઓઈલમાંહળવો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 101.52 ડોલર હતો, જે તેના પાછલા બંધની સરખામણીમાં 0.70 નીચે છે. જોકે, બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલ હજુ પણ 100 ડોલરની ઉપર જ છે તેથી તેને મોટી રાહત તરીકે જોવામાં આવી શકે નહીં. અમેરિકા ક્રૂડ ઓઈલ ડબલ્યુટીઆઈ 1.15 ટકા ઘટીને 90.06 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો.


ક્રૂડ ઓઈલના પૂરવઠા અંગેની ચિંતા કંઈક અંશે ઘટી છે. પશ્ચિમ એશિયાથી વધારાનું ઓઈલ બજારમાં પહોંચી રહ્યું છે. તેની સાથે જ જી-7 દેશોએ ઈમરજન્સી ભંડારથી 10 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અને ડીઝળ જાહેર કરવા પર સહમતી વ્યક્ત થઈ છે. તેનાથી ખાડી ક્ષેત્રમાં ઊર્જા માળખાને વધુ નુકસાન પહોંચવાની આશંકા વચ્ચે બજારને કંઈક રાહત મળી છે. જી-7 દેશોની આ સમજૂતી પાછલા સપ્તાહે અણેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ બાદ થઈ છે. આ દેશોએ ઊર્જા નિકાસ પર પ્રતિબંધ નહીં લગાવવાનું વચન આપ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ નીચે નહીં આવે તો બજારમાં ડરનું વાતાવરણ થોડું ઓછી થશે. શક્ય છે કે પોઝિટિવ સેન્ટિમેન્ટ બનવાથી વેચવાલી પર થોડી રોક લાગી શકે છે.


જહાજોના પરિવહન સાથે સંકળાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં સાતમાંથી ચાર દિવસ પશ્ચિમ એશિયાની ક્રૂડ ઓઈલ નિકાસ યુદ્ધ પહેલાના સ્તરથી વધુ રહી. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર હુમલા છતાં નિકાસમાં સુધારો જોવા મળી રહ્યો છે. પૂરવઠો વધવાથી ભાવ પર દબાણ આંશિક રીતે ઘટ્યું છે. જોકે, ખાડી ક્ષેત્રમાં થતી ઘટનાઓની અસર ઓઈલ બજાર પર જોવા મળી રહી છે.


હુથી બળાખોરોએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરબમાં રિયાધ અને ખુરૈસ ક્ષેત્રમાં સાઉદી અરામકોના પ્લાન્ટ્સ પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ કાર્યવાહી છેલ્લા 12 કલાકમાં યમન પર થયેલા સાઉદી નેતૃત્વવાળા 50 હવાઈ અને મિસાઈલ હુમલાના જવાબમાં કરાઈ છે. બીજીબાજુ સાઉદી અરબ સમર્થિત અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યમન સરકારે રવિવારે કહ્યું કે, તે હુથી બળવાખોરોના કબજાવાળા બધા વિસ્તારો પાછા લેવા માટે સૈન્ય અભિયાન શરૂ કરી રહી છે. એવામાં ઓઈલ પૂરવઠા અંગે દુનિયાભરમાં ચિંતા હજુ ખતમ થઈ નથી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn