KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ

સોનાના ભાવમાં ઘટાડો, લગ્નની સિઝન અને તહેવારોના બોનસને કારણે ઝવેરાત બજારમાં તેજીનો માહોલ; કુદરતી હીરા અને ચાંદીના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો.

desk@kuberanowPublished On : 12 Nov 2026
Gold Demand Jumps 30 Percent This Diwali Buyers Spend Huge

Gold Demand India: ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને સોનાની ખરીદીનો અતૂટ નાતો રહ્યો છે. તાજેતરમાં સંપન્ન થયેલા ધનતેરસ અને દિવાળીના પાવન પર્વ નિમિત્તે દેશના ઝવેરાત બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ગ્રાહકોએ મન મૂકીને ખરીદી કરતા સોના અને ચાંદીના વેચાણમાં નવો ઈતિહાસ રચાયો છે. આ તહેવારો દરમિયાન લોકોએ કુલ 52 ટન સોનું અને 300 ટન ચાંદીની ખરીદી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કિંમતી ધાતુઓ પ્રત્યેનું ભારતીયોનું આકર્ષણ હજુ પણ અકબંધ છે.


આંકડા શું કહે છે?

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, આ વર્ષે ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સોનાની માંગમાં ગયા વર્ષની સરખામણીમાં 30% નો તોતિંગ વધારો નોંધાયો છે. દેશભરમાં ગ્રાહકોએ અંદાજે 72,000 કરોડ રૂપિયાનું 52 ટન સોનું ખરીદ્યું છે. આ ઉપરાંત, ચાંદીની માંગમાં પણ 10% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકોએ આશરે 5,400 કરોડ રૂપિયાની કિંમતની 300 ટન ચાંદીની ખરીદી કરીને બજારને ધમધમતું કરી દીધું છે.


ખરીદીમાં અચાનક ઉછાળા પાછળના કારણો

સોનાની ખરીદીમાં આવેલા આ ઉછાળા પાછળ સૌથી મોટું કારણ સોનાના ભાવમાં થયેલો ઘટાડો છે. અગાઉ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.80 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો, જે ઘટીને 1.42 લાખ રૂપિયા થઈ ગયો હતો. આ ઘટાડાએ એવા ગ્રાહકોને બજારમાં પાછા ખેંચ્યા જેઓ અત્યાર સુધી ઊંચા ભાવને કારણે ખરીદી ટાળી રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા માટે અપીલ કરવામાં આવી હતી, આયાત જકાત વધી હતી અને ભાવ પણ આસમાને હતા, જેના કારણે સપ્ટેમ્બર મહિના સુધી સોનાના વેચાણમાં લગભગ 50% નો મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે ભાવ ઘટતા તે જ ગ્રાહકો બજારમાં પરત ફર્યા છે.


માંગમાં વધારાનું બીજું મુખ્ય પરિબળ નવેમ્બર મહિનાના મધ્યથી શરૂ થતી અને છેક માર્ચ સુધી ચાલનારી લગ્નની સિઝન છે. પરિવારોએ આવનારા લગ્ન પ્રસંગો માટે અત્યારથી જ સોનાના દાગીનાની ધૂમ ખરીદી શરૂ કરી દીધી છે. વધુમાં, આ વર્ષે તહેવારોની તારીખો પણ વેપારીઓ માટે આશીર્વાદરૂપ રહી. ધનતેરસ 6 નવેમ્બરે અને દિવાળી 8 નવેમ્બરે હોવાથી, મોટાભાગના નોકરિયાત વર્ગને તેમના માસિક પગાર અને તહેવારોના બોનસ મહિનાની શરૂઆતમાં જ મળી ગયા હતા. લોકોના હાથમાં રોકડ આવતા તેમણે ઉત્સાહભેર ખર્ચ કર્યો. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં ભવિષ્યમાં ફરી વધારો થવાની શક્યતાઓ હોવા છતાં, ગ્રાહકોએ ખરીદીનો સિલસિલો જાળવી રાખ્યો હતો.


સોનાના ભાવની 3 વર્ષની સફર

છેલ્લા કેટલાક વર્ષોના સોનાના ભાવ પર નજર કરીએ તો તેમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023 માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 60,000 રૂપિયા હતો. વર્ષ 2024 માં તે વધીને 80,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો અને વર્ષ 2025 માં તો તેણે 1.15 લાખ થી 1.20 લાખ રૂપિયા સુધીની સપાટી વટાવી દીધી. જ્યારે આ વર્ષે ધનતેરસ અને દિવાળીના સમયે તેનો ભાવ 1.42 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.


કુદરતી હીરાની ચમક પણ વધી

માત્ર સોનું અને ચાંદી જ નહીં, પરંતુ આ તહેવારોની સિઝનમાં કુદરતી હીરાના વેચાણમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે. કુદરતી હીરાનું વેચાણ છેલ્લા 8 વર્ષના તેના બીજા સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. રશિયન હીરાના પુરવઠા પરના વૈશ્વિક પ્રતિબંધો અને લેબમાં તૈયાર થતા હીરા (લેબ-ગ્રોન ડાયમંડ) ની વધતી સ્પર્ધા વચ્ચે પણ આ ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, લેબમાં ઉગાડવામાં આવતા હીરા કુદરતી હીરાનું સ્થાન લેવાને બદલે ઝવેરાત બજારમાં પોતાની એક અલગ જ શ્રેણી ઉભી કરી રહ્યા છે, જેનાથી કુદરતી હીરાનું અસ્તિત્વ અને માંગ જળવાઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ ગુજરાતના પંચમહાલ સહિત 398 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત, 6 નવા જિલ્લાનો સમાવેશ કરાયો


આ પણ જુઓઃ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Silver Price Forecast 2027 IBJA Prediction India

સોના-ચાંદીના ભાવમાં તેજીનો ભડકો: 2027 સુધીમાં સોનું 1.88 લાખ અને ચાંદી 5 લાખને પાર પહોંચશે!

Govt Tightens Sugar Mill Stock Limit Rules Quota Cut Alert

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

Sugar Quota

Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક

GOLD

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil 13.png

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver13.png

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

NCDEX Scrap.png

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract