KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સ્ટીલ સ્ક્રેપ બજારમાં મોટો ફેરફાર! NCDEXએ લોન્ચ કર્યો દેશનો પહેલો Futures Contract

સ્ક્રેપના ભાવ હવે થશે વધુ પારદર્શી, HMS 80:20 સ્ક્રેપ પર આધારિત નવા કોન્ટ્રાક્ટથી સ્ટીલ ઉત્પાદકો, સ્ક્રેપ પ્રોસેસરો અને ટ્રેડર્સને ભાવના ઉતાર-ચઢાવનું જોખમ મેનેજ કરવામાં મદદ મળશે

kuberanow deskPublished On : 12 Nov 2026
NCDEX Scrap.png
AI Generated Image

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ (NCDEX)એ ભારતનો પહેલો પ્રાઈસ રિપોર્ટિંગ એજન્સી (PRA) આધારિત સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો છે. આ પહેલનો આશય સ્ટીલ સ્ક્રેપ બજારમાં ભાવ અંગે પારદર્શિતા વધારવાનો અને વેપારીઓને ભાવમાં ઉતાર-ચઢાવથી રક્ષણ (હેજિંગ) માટે સંગઠિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે.


હાલ સ્ટીલ સ્ક્રેપ બજારમાં કારોબાર ઘણો વિભાજિત છે અને સ્ક્રેપના અલગ અલગ ગ્રેડના કારણે ભાવમાં પણ મોટું અંતર જોવા મળી રહ્યું છે. એવામાં નવા ફ્યુચર કોન્ટ્રાક્ટથી બજારમાં પારદર્શી અને વિશ્વસનીય મૂલ્ય બેન્ચમાર્ક વિકસિત થવાની આશા છે.


HMS 80:20 પર આધારિત હશે નવો કોન્ટ્રાક્ટ

આ ફ્યુચર કોન્ટ્રાક્ટ હેવી મેલ્ટિંગ સ્ક્રેપ (HMS) 80:20 પર આધારિત છે. તેમાં 80 ટકા હેવી મેલ્ટિંગ સ્ક્રેપ ગ્રેડ-1 અને 20 ટકા ગ્રેડ-2નો સમાવેશ કરાયો છે. HMS 80:20 આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સ્ક્રેપ ગ્રેડ છે અને એશિયન બજારોમાં સ્ટીલ સ્ક્રેપના ભાવ માટે વ્યાપકરૂપે ઉપયોગ કરવામાં આવતા બેન્ચમાર્કમાં સામેલ છે. આ કોન્ટ્રાક્ટ મારફત બજારના હિસ્સેદારોને સ્ટીલ સ્ક્રેપના ભાવમાં થનાર ઉતાર-ચઢાવના જોખમો ઘટાડવા અનેતેમના કારોબારને હેજ કરવાની તક મળશે.


BigMint સાથે ભાગીદારીમાં લોન્ચ કરાયો કોન્ટ્રાક્ટ

NCDEX અને બિગમિન્ટ ટેક્નોલોજીસ વચ્ચે તાજેતરમાં થયેલી એક સમજૂતી (MoU) બાદ આ કોન્ટ્રાક્ટ લોન્ચ કરાયો છે. આ ભાગીદારી હેઠળ બિગમિન્ટ આ કોન્ટ્રાક્ટ માટે પ્રાઈસ રેફરન્સ એજન્સી તરીકે કામ કરશે. બિગમિન્ટ કોમોડિટી માર્કેટ ઈન્ટેલિજન્સ અને ભાવના આકલન સાથે જોડાયેલી કંપની છે. આ ભાગીદારી મારફત NCDEX તેના ડેરિવેટિવ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિગમિન્ટ તેના ભાવના આકલનની નિપુણતાનો ઉપયોગ કરશે.


સ્ટીલ સ્ક્રેપ કારોબાર માટે આ પહેલ મહત્વપૂર્ણ

સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ એક મહત્વપૂર્ણ કાચો માલ છે. વિશેષરૂપે સ્ટીલ ઉદ્યોગ સંશાધનોના વધુ સારા ઉપયોગ અને ટકાઉ ઉત્પાદનની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે સ્ક્રેપની ભૂમિકા સતત વધી રહી છે. જોકે, અત્યાર સુધી આ બજારમાં ભાવ અંગે કોઈ વિશ્વસનીય એક્સચેન્જ ટ્રેડેડ બેન્ચમાર્ક ઉપલબ્ધ નહોતા. અલગ અલગ ગ્રેડ અને સ્થળના આધારે ભાવમાં અંતર હોવાથી વેપારીઓ માટે મૂલ્ય જોખમને નિયંત્રિત કરવું મુશ્કેલ હતું.


NCDEXના એમડી અને સીઈઓ વિકાસ ગોયલે કહ્યું કે, સ્ટીલ સ્ક્રેપ ભારતની સ્ટીલ વેલ્યુ ચેઈનનો સતત મહત્વપૂર્ણ હિસ્સો બની રહ્યું છે. તેમ છતાં ભાવના જોખમનો નિકાલ લાવવા માટે અત્યાર સુધી એક્સચેન્જ પર કારોબાર કરવા માટે કોઈપણ અસરકારક વિકલ્પની ઉણપ હતી. ભારતનો પહેલો PRA આધારિત સ્ટીલ સ્ક્રેપ ફ્યુચર કોન્ટ્રાક્ટ લોન્ચ કરીને અને IOSCOને અનુરૂપ ડેટા તથા ગવર્નન્સ માપદંડોને અપનાવીને NCDEX આ ઉણપને દૂર કરી રહ્યું છે.


NCDEX


ભારતના સ્ટીલ ઉદ્યોગમાં સ્ક્રેપની માગ વધી

આ કોન્ટ્રાક્ટ એવા સમયે લોન્ચ કરાયો છે જ્યારે ભારતનો સ્ટીલ ઉદ્યોગ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યો છે અને કાચા માલના રૂપમાં સ્ક્રેપનો ઉપયોગ પણ વધારી રહ્યો છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના આંકડા મુજબ ભારત 2025-26માં દુનિયાનું બીજું સૌથી મોટું ક્રૂડ સ્ટીલ ઉત્પાદક બન્યું છે. આ સમયે દેશનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક આધારે 10.7 ટકા વધીને લગભગ 168.4 મિલિયન ટન થઈ ગયું છે. તેનાથી વિપરિત આ સમયમાં વૈશ્વિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં અંદાજે 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતમાં ઘરેલુ સ્ટીલ સ્ક્રેપ ઉત્પાદન પણ વાર્ષિક આધારે 22 ટકા વધીને લગભગ 32 મિલિયન ટને પહોંચ્યું છે, જે દેશના સ્ટીલ ઈકોસિસ્ટમમાં સ્ક્રેપનું વધતું મહત્વ દર્શાવે છે.


વેપારીઓ અને સ્ટીલ ઉત્પાદકોને થશે ફાયદો

NCDEXના નવા ફઅયુચર કોન્ટ્રાક્ટથી સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ વેપારીઓને લાભ મળવાની આશા છે. સ્ટીલ ઉત્પાદકો સ્ક્રેપના ભાવમાં ઉતાર-ચઢાવથી રક્ષણ મેળવી શકશે અને કાચા માલના ખર્ચને વધુ સારી રીતે મેનેજ કરી શકશે. સ્ક્રેપ પ્રોસેસરને પોતાના કારોબારમાં કિંમતોના જોખમને ઘટાડવાની તક મળશે. ટ્રેડર્સ પારદર્શી મૂલ્ય બેન્ચમાર્કના આધારે કારોબાર કરી શકશે. ગ્રાહકો સ્ક્રેપ સ્ટીલના ભાવની વધુ સારી માહિતી મેળવી શકશે અને ઔપચારિક હેજિંગ વ્યવસ્થાનો લાભ ઉઠાવી શકશે. એકંદરે NCDEXનું આ પગલું ભારતના સ્ટીલ સ્ક્રેપ બજારને વધુ સંગઠિત, પારદર્શી અને સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી સ્ટીલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને ભાવમાં ઉતાર-ચઢાવને વધુ સારી રીતે સંચાલિત કરવા અને જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Silver Price Forecast 2027 IBJA Prediction India

સોના-ચાંદીના ભાવમાં તેજીનો ભડકો: 2027 સુધીમાં સોનું 1.88 લાખ અને ચાંદી 5 લાખને પાર પહોંચશે!

Govt Tightens Sugar Mill Stock Limit Rules Quota Cut Alert

ખાંડ મિલોની મનમાની પર લાગશે લગામ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા સ્ટોક અને વેચાણના કડક નિયમો

Sugar Quota

Sugar Quota: નવેમ્બરમાં 26 લાખ ટન ખાંડની ફાળવણી, નવા ઉત્પાદનના વેચાણને પણ છૂટ; ભાવની તેજીને બ્રેક

GOLD

Gold-Silver Buying: ધનતેરસ-દિવાળીમાં સોનાની ખરીદીનો જોરદાર ક્રેઝ, ભારતીયોએ ₹72,000 કરોડનું 52 ટન સોનું ખરીદ્યું

Crude Oil 13.png

Crude Oil Price: બ્રેન્ટ ક્રૂડ $95ની નજીક, ભારતના પેટ્રોલ-ડીઝલ પર શું થશે અસર?

Gold Silver13.png

Gold Silver Price Today: સોનું ચમક્યું જ્યારે ચાંદીમાં વેચવાલી

Petrol-Diesel Price Today

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ $96ને પાર, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર; જાણો તમારા શહેરનો આજનો ભાવ

Gold and Silver Prices Drop 4 Reasons and China Nov 16 Plan

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો