પીએમ મોદીની હાકલ પણ કામ ના આવી, સોનાની આયાત 90 અબજ ડોલરે પહોંચશે, ઉદય કોટકે આપી ચેતવણી
નાણાકીય વર્ષ 2027માં સોનાની આયાતને પર નજર રાખવા સમર્પિત સમિતિ બનાવવા સરકારને કોટકની સલાહ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં દેશવાસીઓને સોનાની ખરીદી શક્ય હોય એટલી ઓછી કરવા માટે હાકલ કરી હતી. આમ છતાં દેશમાં સોનાની આયાત સતત વધી રહી છે. સોનાની વધતી આયાત ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક છે અને સરકારે તેની આયાત પર નિયંત્રણ માટે વિશેષ સમિતિ બનાવવી જોઈએ તેમ ઉદય કોટકે સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 2027માં દેશનું ગોલ્ડ ઈમ્પોર્ટ બિલ 88થી 90 અબજ ડોલરને સ્પર્શી શકે છે, જેનાથી સરકાર પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે.
ઉદય કોટકની ચેતવણી સ્પષ્ટપણે સંકેત આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત મે 10-11 અને પછી આ મહિનાની શરૂઆતમાં દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા માટે કરેલી હાકલ કોઈ કામ આવી નથી અને લોકોએ મોટાપાયે સોનાની ખરીદી ચાલુ રાખી છે.
સરકારે સોનાની આયાત બિલના વધતા બોજની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે
નવી દિલ્હીમાં વિકસિત ભારત તરફ આગળ વધતા ઈન્ડિયાના પ્રવાસને ધિરાણ પરની પરિષદમાં બોલતા ઉદય કોટકે જણાવ્યું હતું કે, ઘરગથ્થુ સોનું ભારતીયો માટે નોંધપાત્ર પારિવારિક સંપત્તિનું સર્જન કરે છે, પરંતુ તે મોટાભાગે ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિઓથી બહાર જ રહે છે. સોના માટે લોકોની માગને ધ્યાનમાં રાખીને સરકારે સોનાની આયાત બિલના વધતા બોજની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
ઉદય કોટકે કહ્યું કે, ભારતની ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2026માં 25 અબજ ડોલરની આજુબાજુ છે જ્યારે સોનાની કુલ આયાત 72 અબજ ડોલર જેટલી છે. સોનાને બાદ કરવામાં આવે તો ભારતે ચાલુ ખાતામાં વિક્રમી સરપ્લસ નોંધાવી છે. નાણાયી વર્ષ 2027માં ચાલુ ખાતાની ખાધ 60 અબજ ડોલર હોઈ શકે છે. જોકે, ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરે હોય અને સોનાની આયાત વધીને 88થી 90 અબજ ડોલર થાય તેમ માનીને આ અંદાજ વ્યક્ત કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, સોના અંગે વ્યક્તિગત જરૂરિયાતોની અવગણના કર્યા વિના ઘરેલુ સોનાની સંપત્તિને કેવી રીતે અર્થતંત્ર સાથે વધુ સારી રીતે એકીકૃત કરી શકાય તેની સમિતિએ ચકાસણી કરવી જોઈએ.
આર્થિક વિકાસ માટે મૂડી બજાર પર નિર્ભરતા ચિંતાજનક
ભારત આર્થિક વિકાસ માટે વધુ ને વધુ પ્રમાણમાં મૂડી બજારો પર નિર્ભર બન્યું છે. આવા સમયે ઉદય કોટકે અતિશય નાણઆકીયકરણ સામે સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યં કે, નાણાકીય બજારોએ ટ્રેડિંગ પ્રવૃત્તિ અને વોલ્યમુનું વર્ચસ્વ વધારવાના બદલે મૂડી સર્જન પર ધ્યાન કેન્દરીત કરવું જોઈએ. વ્યાપક આર્થિક આઉટલૂકના સંદર્ભમાં ઉદય કોટકે કહ્યું કે, ભારતે વૈશ્વિક અનિશ્ચિતતાના વર્તમાન સમયનો ઉપયોગ સુધારા અને રોકાણમાં ગતિ લાવવા માટે કરવો જોઈએ. સરકારે આયાતી વસ્તુઓ અને સેવાઓ પર તેની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. આ સાથે ભારતે વૈશ્વિક બજારોમાં માગ હોય તેવા ઉત્પાદનો બનાવવાની ક્ષમતા ઊભી કરવી જોઈએ.
તેમણે નાણાકીય નિયમન અને વિકાસ વચ્ચે સંતુલનની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું, નિયમનકારોએ બિનજરૂરી રીતે વૃદ્ધિમાં અવરોધો ઊભા કર્યા વિના નાણાકીય સ્થિરતા જાળવી રાખવી જોઈએ. તેમણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સંકલન પર ભાર મૂકતા દલીલ કરી કે બંને વચ્ચે સંકલન વધુ સારું અને મજબૂત હશે તો ભારતને બાહ્ય આર્થિક અને ભૂ-રાજકીય દબાણોનો સામનો કરવામાં મદદ મળશે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ : કંપનીઓની કેટેગરી
ઉદય કોટકે ભારતીય કંપનીઓને હિન્દુ ભગવાનોની ત્રિમૂર્તી - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. તેમણે કહ્યું, મોટી કંપનીઓ મોટાભાગે વિષ્ણુ કેટેગરીમાં આવે છે. આ કંપનીઓએ નવા ક્ષેત્રોમાં ડાયવર્સિફાઈ કરવાના બદલે તેમના વર્તમાન કારોબાર કે જેમાં તેઓ વધુ સાનુકૂળ છે તેમાં વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, બ્રહ્મા કેટેગરીમાં આવતી કંપનીઓએ સર્જન અને નવીનતા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અંતે ‘મહેશ’ કેટેગરી એવા કારોબારોનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિક્ષેપકારક છે અને વર્તમાન બજારોને બદલી નાંખવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




