KuberaNowLogo
Monday, 16/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Import : સોનાની આયાતમાં 62.57%નો કડાકો, છતાં દિવાળીમાં ખરીદી ત્રણ ગણી

ઓક્ટોબરમાં આયાત $5.51 અબજ થઈ, જે સપ્ટેમ્બરના $1.80 અબજ કરતાં લગભગ ત્રણ ગણી છે. ભારતની Gold Import 7 મહિનામાં 39.9% ઘટી, એપ્રિલ-ઓક્ટોબર 2026 દરમિયાન સોનાની આયાત ઘટીને $24.78 અબજ રહી, જે ગયા વર્ષે $41.24 અબજ હતી.

kuberanow deskPublished On : 14 Nov 2026
Gold Importt
AI Generated Image

ઓક્ટોબરમાં સોનીની આયાત 62.57 ટકા ઘટીને 5.51 અબજ અમેરિકન ડોલર રહી જ્યારે ઓક્ટોબર 2025માં તે 14.72 અબજ ડોલર હતી. જોકે, તહેવારોની માગ વધવાથી સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં સોનીની આયાત ત્રણ ગણી થઈ ગઈ. સપ્ટેમ્બરમાં 1.80 અબજ ડોલરની સોનાની આયાત થઈ હતી. વાણિજ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ-ઓક્ટોબર 2026માં ભારતની સોનાની આયાત 39.9 ટકા ઘટીને 24.78 અબજ અમેરિકન ડોલર રહી હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયમાં તે 41.24 અબજ અમેરિકન ડોલર હતી.


એપ્રિલ-ઓક્ટોબરમાં સોનાની આયાત અંદાજે 40 ટકા ઘટી

ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની આયાતમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હાલમાં આવેલી અછત વચ્ચે થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમતી ધાતુ 4,000 અમેરિકન ડોલર પ્રિત ઔંસથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એપ્રિલ-ઓક્ટોબર 2026 દરમિયાન ભારતની સોનાની આયાત 39.9 ટકા ઘટીને 24.78 અબજ અમેરિકન ડોલર રહી ગઈ, જ્યારે ગયા વર્ષે આ સમયમાં તે 41.24 અબજ અમેરિકન ડોલર હતી.


ઓક્ટોબર 2026માં સોનાની આયાત 62.57 ટકા ઘટીને 5.51 અબજ અમેરિકન ડોલર રહી જ્યારે ઓક્ટોબર 2025માં તે 14.72 અબજ અમેરિકન ડોલર હતી. આ રીતે સપ્ટેમ્બરમાં સોનાની આયાત ગયા વર્ષના 9.61 અબજ અમેરિકન ડોલરથી ઘટીને 1.80 અબજ અમેરિકન ડોલર રહી ગઈ. ઓગસ્ટમાં તે 5.44 અબજ અમેરિકન ડોલરથી ઘટીને 2.30 અબજ અમેરિકન ડોલર થઈ હતી.


સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ત્રણ ગણી આયાત વધી

સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં સોનાની આયાત અંદાજે ત્રણ ગણી વધીને 5.51 અબજ ડોલર થઈ હતી, જે ગયા મહિને 1.80 અબજ ડોલર હતી. દિવાળી પહેલા જ્વેલર વિક્રેતાઓ અને ગ્રાહકોએ સોનાની ખરીદી વધારી હતી. તહેવારો દરમિયાન સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ઓક્ટોબરમાં સોનાની આયાતમાં આવેલી તેજીનું કારણ વૈશ્વિક ભાવમાં ફેરફાર અને તહેવારો પહેલા વધેલી માગ હોઈ શકે છે. જોકે, આયાત પર અન્ય કારણોની પણ અસર પડી શકે છે. અમેરિકા અને ચીન પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ગ્રાહક હોવાના કારણે ભારતે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધથી ઊર્જા બજારમાં પેદા થયેલા અવરોધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી દેશનું આયાત બિલ વધ્યું છે.


નાણાકીય વર્ષના શરૂઆતના ચાર મહિનામાં આયાત વધી

ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના ચાર મહિનામાં સોનાની આયાતમાં વધારો નોંધાયો હતો. એપ્રિલમાં સોનાની આયાત ગયા વર્ષના સમાન મહિનાના 3.10 અબજ ડોલરથી વધીને 5.63 અબજ અમેરિકન ડોલર થઈ હતી. મે મહિનામાં તે 2.55 અબજ અમેરિકન ડોલરથી વધીને 3.42 અબજ અમેરિકન ડોલર થઈ હતી. જૂનમાં સોનાની આયાત સામાન્ય વધારા સાથે 1.84 અબજ ડોલરથી 1.97 અબજ ડોલરે પહોંચી હતી જ્યારે જુલાણઆં તે 3.97 અબજ અમેરિકન ડોલરથી વધીને 4.16 અબજ અણેરિકન ડોલર થઈ હતી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

EXPERT SPEAKS RANISHA DR.jpeg

Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો

Crude Oil16

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

Gold Hallmark Scam Alert

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

gold price drops below 3900 fed rate hike expectations December

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

gold silver price today 16 november 2026 rates

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

cottonseed oilcake prices surge giving relief to ginners

કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો

gold silver rate

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ

Groundnut Oil Price Hits Record High in Gujarat Market

તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે