KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold silver price today : સોનામાં નીચા સ્તરેથી ખરીદી પાછી ફરી, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

બોન્ડ યીલ્ડમાં તેજી અને ડોલરની મજબૂતીએ સોના-ચાંદી પર દબાણ વધાર્યું, આંતરાષ્ટ્રીય બજારમાં સોનું સાત મહિનાના તળીયે

desk@kuberanowPublished On : 29 Sept 2026
Gold Silver Price today 29
AI Generated Image

અમદાવાદ : વૈશ્વિક સ્તર પર બોન્ડ યીલ્ડ અને ડોલરમાં તેજી વચ્ચે સોના અને ચાંદી પર દબાણ બનેલું છે. હોર્મુઝની ખાડીને ખોલવા મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે મડાગાંઠ યથાવત્ રહેવાથી એનર્જીના ભાવમાં ઊછાળો જોવા મળ્યો છે. અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવનાઓએ પણ દબાણ જાળવી રાખ્યું છે. મંગળવારે 29 સપ્ટેમ્બરે સોના અને ચાંદીની શરૂઆત ઘટાડા સાથે થઈ. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ અંદાજે 4,160 ડોલર જ્યારે ચાંદીનો ભાવ 61 ડોલર પ્રતિ ઔંસ ગગડ્યો હતો. ઘરેલુ બજાર MCXમાં અત્યારે લખાય છે ત્યારે સોના વાયદાનો ભાવ 0.02 ટકા ઘટીને રૂ. 1,46,775ના સ્તરે તેમજ ચાંદી વાયદો 0.53 ટકાના ઘટાડા સાથે રૂ. 2,26,247ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


સોના વાયદામાં ઘટાડા સાથે શરૂઆત પછી બજાર ઉછળ્યું

સોના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 131ના ઘટાડા સાથે રૂ. 1,48,766ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,48,897 રૂપિયા હતો. સોનામાં સવારે 10.00 કલાકે રૂ. 1,48,175ના તળીયેથી ખરીદી પાછી ફરી હતી અને આ લખાય છે ત્યારે બપોરે 12.00 કલાકે સોનું રૂ. 1,48,937ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


ચાંદીના વાયદાની શરૂઆત પણ સુસ્ત રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ.2,396ના ઘટાડા સાથે રૂ. 2,25,945ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,27,442 હતો. ચાંદી પણ સવારે 9.37 કલાકે 2,24,611ના તળીયેથી ઉછળી હતી. તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ચાંદી પ્રતિ કિલો રૂ. 2,26,501ની ટોચે જઈને પાછી ઘટી હતી. આ લખાય છે ત્યારે 12.00 કાલકે ચાંદી રૂ. 2,25,996ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. ચાંદીના વાયદાએ આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના ટોચના સ્તરને સ્પર્શ કરી લીધો હતો.


વૈશ્વિક બજારમાં સોના-ચાંદી ગગડ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના વાયદા સુસ્તી સાથે કારોબાર કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,150.10 ડોલરના સ્તરે ખૂલ્યં હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,168.40 ડોલર હતો. સોનામાં પણ દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ઘટાડા સાથે ખૂલ્યા પછી સોનું 4,145.20ના તળીયે ગયા પછી પાછું ફર્યું હતું અને 4179.50ની ટોચે પહોંચ્યું હતું. અત્યારે લખાય છે ત્યારે સોનું 0.16 ટકાના વધારા સાથે પ્રતિ ઔંસ 4,174.9ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીએ આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરના ટોચના સ્તરને સ્પર્શ કર્યો હતો.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ 61.03 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછળો બંધ ભાવ પ્રતિ ઔંસ 61.71 ડોલર હતો. આ લખાય છે ત્યારે ચાંદી 0.65 ટકાના ઘટાડા સાથે 61.315ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીએ આ વર્ષે 121.79 ડોલરના સ્તરને સ્પર્શ કર્યું હતું.


આ પણ જૂઓ


ક્રૂડ ઓઈલમાં ઊછાળાએ બજારની ચિંતા વધારી

ભારતીય બુલિયન બજારમાં તિવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે બોન્ડ યીલ્ડ અને ડોલરમાં તેજી વચ્ચે સોના અને ચાંદી પર દબાણ બનેલું છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવે મોંઘવારી અંગેની ચિંતા વધારી છે. તેનાથી અમેરિકન નાણાં નીતિ લાંબા સમય સુધી આકરી રહી શકે છે. બજારમાં હાલ સોનામાં રૂ. 1,47,570ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરની નીચે સતત ઘટાડો આવતા ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,46,245 સુધી જઈ શકે છે. બીજીબાજુ ઉપરની તરફ સોનામાંરૂ. 1,50,610 સુધીનું પ્રતિકારક સ્તર જોવા મળે છે. તેનાથી ઉપર મજબૂતીથી ટકી રહેતા ભાવ રૂ. 1,52,325ના સ્તર સુધી રિકવર કરી શકે છે. એકંદરે વધતા બોન્ડ યીલ્ડ, ફેડરલ રિઝર્વના આક્રમક વલણની આશા અને મોંઘવારીની ચિંતા વચ્ચે નજીકના સમયમાં બજાર પર દબાણ બનેલું છે.


ટેકનિકલરૂપે ચાંદી પર નવી વેચવાલીનું દબાણ છે. ઓપન ઈન્ટરેસ્ટ 10.14 ટકા વધીને 16,425 થઈગયો, જ્યારે ભાવમાં રૂ. 7,254નો ઘટાડો આવ્યો છે. તેનાથી સંકેત મળે છે કે નીચા સ્તરે બજારમાં ભાગીદારી વધી છે. ચાંદીને હાલ રૂ. 2,24,730ના સ્તરે ટેકો મળી રહ્યો છે. આ સ્તરથી નીચે સતત ઘટતા ભાવ રૂ. 2,22,015 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 2,31,230નું પ્રતિકારક સ્તર છે. આ સ્તર ઉપર નિર્ણાયક તેજી આવતા ચાંદી રૂ. 2,35,015 સુધી રિકવરી કરી શકે છે.


ઈન્ડિયન બુલિયનએસોસિએશન (IBA)ના ડેટા મુજબ ભારતમાં રિટેલ બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,47,570 થયા હતા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,35,273 હતો. ચાંદીનો ભાવ આજે પ્રતિ કિલો રૂ. 2,26,240ના સ્તરે હતો.


દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,850/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,450/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,640/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,950/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,540/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,710/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,800/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,400/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,600/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,800/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,400/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,600/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,48,800/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,400/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,600/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,40,000/1 કિલો

(સ્રોત : ગ્રો વેબસાઈટ)

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn