KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold silver price today : નીચલા સ્તરેથી સોના-ચાંદીમાં ખરીદી વધી, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

ઘરેલુ બજાર MCX પર સોનું વાયદો 1,50,636 અને ચાંદી વાયદો 2,33,137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે

desk@kuberanowPublished On : 25 Sept 2026
Gold Silver Price today 25
AI Generated Image

અમદાવાદ : સોના-ચાંદીના ભાવ પર વ્યાજદરો વધવાનું દબાણ બનેલું છે. જોકે, નીચલા સ્તરેથી ખરીદી વધવાથી શુક્રવારે 25 સપ્ટેમ્બરે સોના અને ચાંદીની શરૂઆત તેજી સાથે થઈ. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,302.90ના સ્તરે જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 64.085ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. ઘરેલુ બજાર MCX પર સોના વાયદો પ્રતિ 10 ગ્રામ 1,50,636 અને ચાંદી પ્રતિ 1 કિલો રૂ. 2,33,137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. રિટેલ બજારમાં ભારતમાં સોનામાં 24 કરેટે રૂ. 2,055 વધીને રૂ. 1,52,840, 22 કેરેટ રૂ. 1889 વધીને રૂ. 1,40,100 તથા 18 કેરેટ સોનું રૂ. 1540 વધીને રૂ. 1,14,630ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ. 167 વધીને સરેરાશ રૂ. 2,45,000ના સ્તરે ટ્રેડ થઈ રહી છે.


ઘરેલુ બજારમાં સોના-ચાંદીમાં તેજી પછી આવ્યો ઘટાડો

સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 300 રૂપિયાની તેજી સાથે રૂ. 1,51,010ના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 1,50,710 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.05 ટકાના ઘટાડા સાથે 1,50,636ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.


સોનાની જેમ ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 254ની તેજી સાથે રૂ. 2,33,736ના સ્તરે ખુલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 2,33,482ના સ્તરે હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.15 ટકાના ઘટાડા સાથે રૂ. 2,33,137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવે પ્રતિ 1 કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કરી લીધો હતો.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી વાયદામાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના વાયદાના ભાવ પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. કોમેક્સ પર સોનું પ્રતિ ઔંસ 4,309.50 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,298 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોના વાયદો 0.16 ટકા વધીને પ્રતિ ઔંસ 4,304.70ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. Comex પર ચાંદી વાયદાનો ભાવ 64.265ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 64 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદાનો ભાવ 0.04 ટકા ઘટીને 64.025ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શી લીધું હતું.


અમેરિકામાં વ્યાજદરોના વલણના પગલે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું

જિયોટસડોટ કોમના સીઈઓ વિક્રમ સુબ્બુરાજે કહ્યું કે, અમેરિકામાં વ્યાજદરોના વલણના પગલે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વે આ મહિને પોતાના નીતિગત દર 3.75થી વધારીને 4.00 ટકા કરી દીધા છે. હવે બજાર આગળના સમયમાં પણ વ્યાજદરમાં વધારાની સંભાવનાનું આકલન કરી રહ્યું છે. મજબૂત ડોલર અને અમેરિકન બોન્ડના ઊંચા યીલ્ડ પણ સોના પર દબાણ કરી રહ્યા છે. બંને કારણોથી સોના જેવા વ્યાજ વિનાના રોકાણનું આકર્ષણ ઘટે છે.હાલમાં ઓક્ટોબર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.54 લાખની ઉપર જતુ રહ્યું હતું, જે હવે અંદાજે રૂ. 1.51 લાખના સ્તરે આવી ગયું છે. એ જ રીતે ડિસેમ્બર ચાંદી વાયદો રૂ. 2.40 લાખથી ઉપરથી ગગડીને પ્રતિ કિલો રૂ. 2.34 લાખ પર આવી ગયો છે.


કેડિયા એડવાઈઝરીના નિર્દેશક અજય કેડિયા મુજબ સોનાને હાલ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,110ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. તેનાથી નીચે તૂટતા ભાવ રૂ. 1,49,510 સુધી જઈ શકે છે. બીજીબાજુ ઉપરની તરફ રૂ. 1,51,330ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તર ઉપર ટકશે તો સોનું રૂ. 1,51,950 સુધી પહોંચી શકે છે. ચાંદીને હાલમાં રૂ. 2,31,320ના સ્તરે ટેકો મળી રહ્યો છે. તેના નીચે તૂટતા ભાવ રૂ. 2,29,160 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 2,35,615ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તર ઉપર ટકી રહેશે તો ચાંદી રૂ. 2,37,750 સુધી રિકવર કરી શકે છે.


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,730/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,000/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,550/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,990/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,240/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,740/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,840/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,100/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,840/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,100/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,840/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,100/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn