Gold silver price today : સોના-ચાંદી મંગળવારે પણ ગગડ્યા, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?
ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડના ઊછાળાએ રોજગારીના નબળા આંકડાથી સોના-ચાંદીને મળતા ટેકાને પાછળ છોડ્યો

અમદાવાદ : મજબૂત ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં તિવ્ર ઉછાળાએ રોજગારીના નબળા આંકડાથી સોના અને ચાંદીના ભાવને મળનારો ટેકો પાછળ પાડી દીધો છે, જેને પગલે મંગળવારે સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે. વૈશ્વિક બજાર Comexમાં વાયદાના ભાવ પ્રતિ ઔંસ 4,150 ડોલરની નજીક જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 61 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર ડિસેમ્બર વાયદાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,300 અને ચાંદી પ્રતિ કિલો રૂ. 2,25,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
ઘરઆંગણે MCX પર સોના-ચાંદી તૂટ્યા
સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 388 રૂપિયાના ઘટાડા સાથે રૂ.1,48,928ના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 1,49,316 હતો. આ સમાચાર લખાય છે ત્યારે MCX પર સોનામાં ડિસેમ્બર વાયદાનો ભાવ 0.13 ટકાના ઘટાડા સાથે રૂ. 1,49,124ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ.1,80,779ના ભાવે સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ નરમ રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 960ના ઘટાડા સાથે રૂ. 2,25,127ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,26,087 હતો. આ સમાચાર લખાય છે ત્યારે ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 0.41 ટકાના ઘટાડા સાથે રૂ. 2,25,169ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં કડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. Comex પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,169.20 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,156.80 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે Comex પર સોના વાયદો 0.27 ટકાના ઘટાડા સાથે 4,145.70 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના ભાવે સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 61.39 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 61.30.80 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.91 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 60.74 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
સોના-ચાંદી પર દબાણનું કારણ
ટેકનિકલ રૂપે સોના પર ફીથી વેચવાલીનું દબાણ વધ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 2.3 ટકા વધીને 16,322 થઈ ગયો છે જ્યારે કિંમત રૂ. 1,074 ઘટી ગયો. આ મંદી તરફ નવા કારોબારીઓની ભાગીદારી વધવાના સંકેત છે. બજારને રૂ. 1,48,385ના સ્તર પર સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરની નીચે સતત ઘટાડો આવતા કિંમત રૂ. 1,47,445 સુધી જઈ શકે છે. ઉપરની તરફ રૂ. 1,50,730ના સ્તરે રેઝિસ્ટન્સ છે. આ સ્તરથી ઉપર નિર્ણાયક તેજી મળતા સોનાના ભાવ રૂ. 1,52,135 સુધી સુધરી શકે છે.
ચાંદીમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 0.81 ટકા ઘટીને 16,450 રહી ગયો જ્યારે કિંમત રૂ. 210 વધી ગઈ. આ તાજેતરની નરમાઈ પછી કંઈક નવી ખરીદીના સંકેત મળે છે. બજારને હાલમાં રૂ. 2,24,895ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરની નીચે સતત ઘટાડો આવતા કિંમત રૂ. 2,23,700 સુધી ગગડી શકે છે. ઉપરની તરફ રૂ. 2,27,990 પર પ્રતિકાર જોવા મળી રહ્યો છે. આ સ્તરથી ઉપર નિર્ણાયક લીડ મળતા ચાંદી રૂ. 2,29,890 સુધી સુધરી શકે છે.
ભારતમાં રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયન બુલિયન એસોસિએશનના આંકડા મુજબ ભારતમાં રિટેલ બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,49,450 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,44,640 તથા 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,20,040ના સ્તરે હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.2,26,450ના સ્તરે હતો. ગ્રાહકોએ નોંધવું જોઈએ કે જ્વેલર્સ ઘડામણ ચાર્જ, ટેક્સ અને GST તેમના બિલમાંઉમેરી શકે છે, જેનાથી ઘરેણાં પરનો અંતિમ ભાવ વધી શકે છે.
દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,070/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,650/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,800/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો
નવી દિલ્હી
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,50,320/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,740/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,880/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો
મુંબઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,020/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,600/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,770/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો
કોલાકાતા
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,020/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,600/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,770/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,35,000/1 કિલો
ચેન્નઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,49,020/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,36,600/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,11,770/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો
(સ્રોત : ગ્રો વેબસાઈટ)
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો



