KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ ફરી $103 નજીક

હોર્મુઝમાં વધતા હુમલાથી ટેન્કરોની સુરક્ષા અંગે ચિંતા વધી, અમેરિકાના ઘટતા ક્રૂડ સ્ટોકથી વૈશ્વિક બજારમાં સપ્લાય ટેન્શન વધ્યું

desk@kuberanowPublished On : 8 Oct 2026
Crude Oil 81
AI Generated Image

ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળો યથાવત રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધની અસર સપ્લાય પર જોવા મળી રહી છે. હોર્મુઝ અને ગલ્ફમાં જહાજો પર થઈ રહેલા સતત હુમલાથી સપ્લાયની ચિંતા વધી ગઈ છે. પરિણામે ક્રૂડ ઓઈલનો ભાવ ઊંચો રહ્યો છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર પ્રતિ બેરલને પાર ટ્રેડ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સવારે 1-1 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. આ સમાચાર લખાય છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.67 ટકાની તેજી સાથે 102.88 ડોલર પ્રતિ બેરલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે અમેરિકન ક્રૂડ એટલે કે WTI અંદાજે 1.3 ટકાની તેજી સાથે પ્રતિ બેરલ 89.40 ડોલરની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે.


સપ્લાય અંગે ટેન્શન વધ્યું

પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવે ક્રૂડ ઓઈલના સપ્લાય અંગે મુશ્કેલીઓ વધારી દીધી છે. પાછલા સપ્તાહે હોર્મુઝમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરો પર અમેરિકા-ઈરાન યુદ્ધ પછી કોઈ એક સપ્તાહમાં સૌથી વધુ હુમલા થયા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અખાતી દેશોએ ક્રૂડ ઓઈલની નિકાસ વધારી દીધી છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથે ઈરાન યુદ્ધ 8મા મહિનામાં પહોંચી ગયું છે. સતત તણાવના કારણે ટેન્કરો પર હુમલા તિવ્ર થઈ ગયા છે. યુદ્ધ પહેલા આ માર્ગે દુનિયાના અંદાજે 20 ટકા ઓઈલ અને ઈંધણનું પરિવહન થતું હતું, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. બ્રિટનની સમુદ્રી વેપાર નિરીક્ષણ એજન્સીએ જણાવ્યું કે કતારની ઉત્તરમાં એક ટેન્કર પર અનેક પ્રોજેક્ટાઈલથી હુમલો થયો હતો. આ હુમલામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી.


ઈમર્જન્સી ભંડારમાંથી ઓઈલ રિલીઝ કરવાથી આંશિક રાહત

ગયા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી, કારણ કે આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA)એ માર્ચમાં શરૂ કરેલી યોજના હેઠળ ઈમરજન્સી ભંડારમાંથી ઓઈલ રિલીઝ કરવાની ગતિ વધારવા અને ડીઝલના સપ્લાયને પ્રાથમિક્તા આપવા પર સહમતિ વ્યક્ત કરી હતી. હકીકતમાં સરકારો ઈરાન યુદ્ધથી પેદા થયેલા સપ્લાય અવરોધો અને ઈંધણની રેકોર્ડ કિંમતોથી રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે.


જોકે, એએનઝેડ બેન્કના સીનિયર કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ હાઈન્સ મુજબ રિલીઝ થનારું ક્રૂડ ઓઈલ સંભવતઃ પહેલા જાહેર 40 કરોડ ડોલર બેરલની યોજનાનો જ ભાગ હશે. તેથી તેને ઈમરજન્સી ભંડાર કરતા વધારાનું ક્રૂડ ઓઈલ કાઢવાનો નિર્ણય માની શકાય નહિં. હાઈન્સે કહ્યું કે, આવા હુમલા પહેલા ખાડીમાંથી ઓઈલનું પરિવહન ઘટી રહ્યું છે. પરંતુ આ વખતે ઉત્પાદક દેશ જહાજોને નુકસાન થવાનું જોખમ ઠાવવા માટે તૈયાર હોવાનું જોવા મળી રહ્યું છે, કારણ કે તેમની પાસે આંતરરાષ્ટ્રીય બજાર સુધી ઓઈલ પહોંચાડવાનો બીજો માર્ગ નથી. તેમના મુજબ ઈમરજન્સી ભંડારથી ઓઈલ રિલીઝ કરવાથી થોડાક સમય માટે પૂરવઠો વધી શકે છે, પરંતુ નવી ઉત્પાદન ક્ષમતા બની શકતી નથી.


અમેરિકન ભંડારના આંકડાએ પણ આપ્યો સંકેત

અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભંડાર આશા કરતા વધુ ઘટવાથી પણ કિંમતોને ટેકો મળ્યો છે. અમેરિકાની એનર્જી ઈન્ફર્મેશન ઓથોરિટી મુજબ બે ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ભંડાર 32 લાખ બેરલ ઘટીને 42.41 કરોડ બેરલ રહી ગયો. એક સરવેમાં નિષ્ણાતોએ 17 લાખ બેરલની અછતનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ડીઝલ અને વિમાન ઈંધણ સહિત ડિસ્ટિલેટ ઈંધણોના ભંડાર પણ 42,000 બેરલ ઘટીને 10.514 કરોડ બેરલ રહ્યું. જે છેલ્લા પાંચ વર્ષમાં આ સમયના સ્તર કરતાં ઘણું ઓછું છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn