KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Rice Production: ચોખાનું ઉત્પાદન ઘટવાની આશંકા, બફર સ્ટોક આપશે રાહત

અસમાન ચોમાસું અને દેશમાં ઓડિશા સહિતના મુખ્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ભારતમાં ચોખાનું ઉત્પાદન લગભગ 1 કરોડ ટન ઘટી શકે છે. સરકાર પાસે રેકોર્ડ બફર સ્ટોક હોવાથી સ્થાનિક બજારમાં અછત અથવા નિકાસ પ્રતિબંધની શક્યતા હાલ ઓછી માનવામાં આવે છે.

desk@kuberanowPublished On : 19 Sept 2026
Rice Production
Rice ProductionAI Generated Image

ભારતમાં ચોખાનું વાવેતર લગભગ ગત વર્ષની નજીક હોવા છતાં ઉત્પાદન પર મોટું દબાણ ઊભું થયું છે. ચાલુ ખરીફ સિઝનમાં દેશના કેટલાક મુખ્ય ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ અસમાન વરસ્યો છે. ઓડિશામાં સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે પ્રતિ હેક્ટર ઉપજ ઘટવાની આશંકા વધી રહી છે. ચોખાના વેપારીઓના અંદાજ પ્રમાણે ઉત્પાદનમાં લગભગ 1 કરોડ ટનનો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે આશરે 154 મિલિયન ટનનું વિક્રમજનક ઉત્પાદન થયું હતું, જે ચાલુ સિઝનમાં ઘટીને અંદાજે 145 મિલિયન ટન રહેવાની સંભાવના છે.


USDAએ પણ ઉત્પાદનનો અંદાજ ઘટાડ્યો


અમેરિકાના કૃષિ વિભાગ (USDA)એ ભારતના ચોખાના ઉત્પાદનમાં ઘટ સર્જાય તેવો અંદાજ મૂક્યો છે. વર્ષ 2026-27ની સિઝન માટે ઉત્પાદન લગભગ 150 મિલિયન ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ અંદાજ પહેલા કરતા અનુમાન મુજબ લગભગ 3 મિલિયન ટન ઓછો છે. કૃષિ બજારના જાણકારોના મતે કુલ વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થયો નથી, પરંતુ અલ નીનોની અસરથી વરસાદની અછતથી ભેજની અછત રહેતા પાકની ઉપજને અસર કરી શકે છે.


સરકાર પાસે રેકોર્ડ બફર સ્ટોક


સરકાર પાસે લગભગ 59.6 મિલિયન ટન ચોખાનો બફર સ્ટોક છે, જે જરૂરી જથ્થા કરતાં ઘણો વધારે છે. વર્ષની શરૂઆતમાં દેશનો ચોખાનો જથ્થો લગભગ 58.5 મિલિયન ટન હતો. વર્ષના અંતે તે ઘટીને 53.5 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. આમ, ઉત્પાદનમાં ઘટાડા છતાં દેશમાં પુરવઠો જાળવવા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. મજબૂત સરકારી અનાજ ભંડારને કારણે સ્થાનિક ભાવમાં મોટો ઉછાળો રોકવામાં મદદ મળી શકે છે. સાથે જ સરકારને ચોખાની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ કે કડક નિયંત્રણ લાગુ કરવાની જરૂર પણ ન પડે. એટલે ઉત્પાદનના મોરચે પડકાર હોવા છતાં બફર સ્ટોક ભારત માટે સુરક્ષાકવચ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો



Share Link
WhatsAppFacebookXLinkedIn