KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખાદ્યતેલોની આયાત ડ્યુટીમાં ઘટાડાને ઉદ્યોગનો આવકાર

કેન્દ્ર સરકારે ક્રુડ સનફ્લાવર તેલની બેઝીક કસ્ટમ ડ્યુટી અગાઉના 10 ટકા વાળી ઘટાડીને શૂન્ય કરી છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર તેલની કસ્ટમ ડ્યુટી 32.50 ટકા થી ઘટાડીને 22.50 ટકા કરી છે.

desk@kuberanowPublished On : 24 Sept 2026
Sunflower oil
AI Generated Image

ઇન્ડસ્ટ્રી છેલ્લા બે સપ્તાહથી જેની કાગડોળે રાહ જોઇ રહી હતી. તે નિર્ણય લઇને કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની આયાત ડ્યુટી ઘટાડતા દેશના ખાદ્યતેલ ઉદ્યોગે સરકારના નિર્ણયને આવકાર્યો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે ભાગ ઘટવા જ માંડ્યા હતા, તેથી હવે બહુ ઘટવાની જગ્યા નથી. પરંતુ હવે બજાર સ્થિર થશે અને તહેવારોમાં દેશવાસીઓને વ્યાજબી ભાવે ખાદ્યતેલનો પુરવઠો મળી રહેશે.  

 

કેન્દ્ર સરકારે ક્રુડ સનફ્લાવર તેલની બેઝીક કસ્ટમ ડ્યુટી અગાઉના 10 ટકા વાળી ઘટાડીને શૂન્ય કરી છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર તેલની કસ્ટમ ડ્યુટી 32.50 ટકા થી ઘટાડીને 22.50 ટકા કરી છે. જ્યારે ક્રુડ સોયાબીન તેલ અને પામ તેલની ડ્યુટી 32.50 ટકા થી ઘટાડીને 27.50 ટકા કરવાની જાહેરાત કરી છે. ડયુટીનું નવું માળખું આજથી જ એટલે કે 24 મી સપ્ટેમ્બર 2026 થી અમલી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એશોસિએશનનાં એક્ઝીક્યુટીવ ડીરેક્ટર ડૉ. ભરત વી મહેતાએ જણાવ્યું હતું કે  સરકારી તંત્રમા ડ્યુટી ઘટાડવા બાબતે ચર્ચા-વિચારણા ચાલુ હતી. તેથી આયાતકારો, મિલરો અને વેપારી આલમને આવા કોઇ નિર્ણયની આશા હતી જ. તેથી છેલ્લા એક સપ્તાહમાં ખાદ્યતેલના ભાવમાં કિલો દીઠ છ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. હવે સેન્ટિમેન્ટલ અસર હેઠળ કદાચ થોડા ભાવ ઘટે પણ મોટા ઘટાડાની આશા નથી.

 

ઓલ ઇન્ડિયા કોટનસીડ ક્રશર્સ એશોસિએશનના ચેરમેન સંદિપ બજોરિયાએ જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય આવકાર્ય છે, જો કે બજારને આવા કોઇ નિર્ણયની આશા હતી જે તેથી છેલ્લા બે સપ્તાહમાંથી ભાવ ઉપર તેની અસર જોવા મળતી જ હતી. તેથી હવે ખાસ ભાવ ઘટવાની આશા નથી. અલબત્ત હવે ભાવ સ્થિર રહેશે.

 

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે નવા કર માળખામાં સનફ્લાવર તેલની ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હોવાથી હવે સનફ્લાવર તેલ સોયાબીન તેલ કરતા સસ્તું થવાની સંભાવના છે. સાથે જ નેપાળ માર્ગે જે કારોબાર ચાલતો હતો તેને પણ અસર થશે. આ ઉપરાંત સોયાબીનના ખેડૂતોને ભાવ ઓછા મળવાની શક્યતા  રહે છે.


આ પણ વાંચો: IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn