શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 55 ખાંડ મિલોએ ઉત્પાદન શરૂ કરી દીધું છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં 20 ઓક્ટોબરથી મિલો શરૂ થવાની શક્યતા છે. શેરડી સુકાઈ રહી હોવાથી વહેલું પીલાણ આ વખતે મિલો માટે લાભદાયી બની શકે છે અને બજારમાં ખાંડના પુરવઠાને પણ રાહત મળી શકે છે.

ભારતમાં ખાંડના પુરવઠાની ખેંચ અને ઊંચા ભાવ વચ્ચે ખાંડ મિલો વહેલી શરૂ કરવાનો નિર્ણય હવે અસર બતાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 55 મિલોએ પિલાણ અને ઉત્પાદન શરૂ કરી દીધું છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં 20 ઓક્ટોબરથી અનેક મિલો શરૂ થાય તેવી સંભાવના છે. ખાસ વાત એ છે કે વરસાદની ખેંચ અને ગરમીના કારણે શેરડી સુકાઈ રહી હોવાથી આ વખતે વહેલું પીલાણ મિલો અને ખેડૂતો બંને માટે મહત્વનું બની શકે છે.
મહારાષ્ટ્રમાં 55 મિલોમાં ઉત્પાદન શરૂ
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ ફેડરેશનના જણાવ્યા મુજબ, સોલાપુરમાં 11 અને અહિલ્યાનગર જિલ્લામાં 11 સહિત કુલ 22 મિલો શરૂ થઈ છે. પૂણે અને સતારા જિલ્લામાં 8-8 મિલો કાર્યરત થઈ છે. આ ઉપરાંત સાંગલીમાં 4 અને કોલ્હાપુરમાં 3 મિલોએ પણ ખાંડનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આમ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 55 મિલોનું ઓપરેશન શરૂ થઈ ગયું છે.
શેરડી સુકાઈ રહી હોવાથી વહેલું પીલાણ લાભદાયી
મુંબઇ સ્થિત ખાંડનાં અગ્રણી નિકાસકાર પ્રફૂલ વિઠલાણીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે વહેલું ઉત્પાદન શરૂ કરવાના કારણે શેરડીની અપરિપક્વતાના કારણે ખાંડનો રિકવરી રેટ નીચો આવો હોવાથી મિલોને નુકસાન જતું હોય છે. પરંતુ આ વખતે અલ નિનોના કારણે વિચિત્ર પરિસ્થિતીનું નિર્માણ થયું છે. વરસાદની ખેંચ બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ખેતરોમાં ઉભી શેરડી સુકાઇ રહી છે. તેથી તેનું જેટલું જલ્દી ક્રશીંગ થાય તેટલો વધારે લાભ થશે. તેથી ખાંડની મિલો વહેલી શરૂ કરવાના નિર્ણયથી એકંદરે લાભ થશે.
નવી ખાંડ બજારમાં આવે તો પુરવઠાને રાહત
બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિએશનના સેક્રેટરી મુકેશ કુવાડિયાએ જણાવ્યું હતું કે મિલો દ્વારા નવી ઉત્પાદિત થનારી ખાંડ પર ક્વોટાની કોઈ મર્યાદા નથી. જો નવી ખાંડની પડતર હાલના બજાર ભાવને અનુકૂળ રહે અને મિલો આ ખાંડ બજારમાં વેચે, તો પુરવઠામાં રાહત મળવાની આશા છે.
ઓછા પાકની ધારણા વચ્ચે મિલોનું આગોતરું આયોજન
આ વર્ષે શેરડીનો પાક ઓછો રહેવાની ધારણાને કારણે મિલો અત્યારથી જ પુરવઠાનું આયોજન કરી રહી છે. વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી મિલોને પિલાણ માટે સતત શેરડીના પુરવઠાની જરૂર રહે છે. વહેલી વાઢ અને વરસાદની ખેંચના કારણે શેરડીનું વજન ઘટવાની પણ ભીતિ છે. આ સ્થિતિમાં કેટલીક મિલો પોતાના આસપાસના વિસ્તારો ઉપરાંત દૂરના વિસ્તારોમાંથી પણ શેરડી ખરીદવા માટે ખેડૂતોનો સંપર્ક કરી રહી છે.
આ પણ વાંચો : Zetwerk IPOની ધમાકેદાર શરૂઆત! લિસ્ટિંગ પહેલાં જ ₹2,251 કરોડનું રોકાણ, GMP 14.57%
આ પણ જુઓ:
Also Read

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડનું ટેન્શન વધ્યું, Brent $104 પાર

Power Sectorમાં ફરી સંકટના એંધાણ! 4 વર્ષના તળિયે કોલસાનો સ્ટોક, માર્ચથી અછતનો ખતરો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો, Silver 5% અને Gold 1.52% નીચે

સાઉદી પર હુથી હુમલાથી ક્રૂડમાં ફરી આગ, Brent $107ને પાર!

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી





