જૂનું સોનું વેચીને નવા ઘરેણાં ખરીદવાનો છે પ્લાન? તો પહેલાં આ વાતો જાણી લો
જૂના ઘરેણાં વેચીને નવા ઝવેરાત ખરીદતી વખેત ટેક્સ અને GST તમારું તમામ ગણિત બગાડી શકે છે

અમદાવદ : સોનાના ભાવમાં તેજી આવતા લોકો પોતાના જૂના ઘરેણાં વેચીને નવી જ્વેલરી ખરીદવાનું વિચારતા હોય છે. પહેલી નજરે આ એક લાભદાયક સોદો લાગે છે. સોનાના જૂના ઘરેણાંલીધા હોય તે સમય કરતા અત્યારે તેની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. પરંતુ એક બાબતથી મોટાભાગના લોકો અજાણ છે અને તે છે ટેક્સ અને GSTનો હિસાબ. જૂના ઘરેણાં વેચીને નવા ઝવેરાત ખરીદતી વખેત ટેક્સ અને GST તમારું તમામ ગણિત બગાડી શકે છે.
કોઈ વ્યક્તિ જૂનું સોનું વેચે છે ત્યારે તેના પર થતા નફા પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. આ સિવાય જૂનું સોનું વેચ્યા પછી તમે સોનાનાં નવા ઝવેરાત ખરીદો છો ત્યારે તેના પર થતા નફા પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. આ સિવાય જૂનું સોનું વેચ્યા પછી તમે નવા સોનાના ઝવેરાત ખરીદો છો ત્યારે તેના પર GST અને ઘડામણ ચાર્જ પણ આપવો પડે છે. એવામાં જૂના ઘરેણાંમાંથી મળનારા રૂપિયાથી નવા ઝવેરાત લેવાનું શક્ય જણાતું નથી.
સોનાના ઘરેણાં લાંબો સમય રાખવામાં આવતા લોન્ગ ટર્મ કેપિટલ એસેટ મનાય
સોનાના ઝવેરાતને વેચતી વખતે તેની હોલ્ડિંગ મુદતના આધારે ટેક્સ લાગે છે. તમે સોનાના ઘરેણાં 24 મહિના કરતાં વધુ સમયથી પોતાની પાસે રાખ્યા હોય તો તેને લોન્ગ ટર્મ કેપિટલ એસેટ માનવામાં આવે છે. તેનાથી થનારો નફો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન કહેવાય છે. વર્તમાન નિયમો મુજબ તેના પર 12.5 ટકા ટેક્સ લાગે છે. તેમાં ઈન્ડક્શનનો ફાયદો નથી મળતો. બીજીબાજુ જ્વેલરીને 24 મહિના અથા તેનાથી ઓછા સમયમાં વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે STGC માનવામાં આવે છે. તેના પર તમારા ઈન્કમ ટેક્સ સ્લેબ દરની દૃષ્ટિએ ટેક્સ લાગે છે.
જોકે, જૂના ઘરેણાં વેચતી વખતે અનેક લોકોના મનમાં કેટલીક ગેરસમજો પણ થાય છે. જેમકે, અંદાજે રૂ. 20 લાખના ઘરેણાં વેચ્યા હોય તો તેનો અર્થ એ નથી કે બધા જ રૂ. 20 લાખ પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. ટેક્સ માત્ર ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત એટલે કે તે નફા પર લાગે છે. એટલે કે ઘરેણાં કેટલામાં ખરીદવામાં આવ્યા હતા, ક્યારે ખરીદાયા હતા અને વેચાણ સંબંધિત ખર્ચ શું હતો આ બધી બાબતો ટેક્સની ગણતરી માટે જરૂરી છે. ઉદાહરણરૂપે તમે અનેક વર્ષો પહેલા રૂ. 4 લાખના સોનાના ઘરેણાં લીધા હોય અને આજે તે ઘરેણાંની કિંમત રૂ. 10 લાખ હોય તો ટેક્સનો આધાર પૂરા રૂ. 10 લાખ પર નહીં પરંતુ સંબંધિત કેપિટલ ગેઈન પર હોય છે.
સોનાના ઝવેરાતના રિટર્નમાં વાસ્તવિક ગણતરી અલગ હોઈ શકે
MCXના સ્પોટ ગોલ્ડ રિટર્નને આધાર માનવામાં આવે તો પાછલા 10 વર્ષમાં સોનાના અંદાજે 17.16 ટકાના CAGR આપ્યું છે. આ રિટર્નને માત્ર ઉદાહરણ તરીકે જોઈએ તો 10 વર્ષ પહેલા સોનામાં લગાવાયેલા રૂ. 1 લાખની વેલ્યુ આજે અંદાજે રૂ. 4.88 લાખ હોઈ શકે છે. એટલે કે અંદાજે રૂ. 3.88 લાખનો કેપિટલ ગેઈન ટેક્સ થયો. 12.5 ટકા LTCG ટેક્સની દૃષ્ટિએ આ નફા પર ટેક્સ બની શકે છે. જોકે, અસલી સોનાના ઝવેરાતના રિટર્નમાં મેકિંગ ચાર્જ, ખરીદ-વેચાણનું અંતર અને અન્ય ખર્ચના કારણે વાસ્તવિક ગણતરી અલગ હોઈ શકે છે.
બે વર્ષ કરતાં વધુ સમય સુધી રાખામાં આવેલા જૂનાં ઘરેણાંને વેચવા જતા અલગ અલગ વેચાણ રકમ ટેક્સની અસર ઘણી મોટી હોઈ શકે છે. આ ગણતરીમાં માનવામાં આવ્યું છે કે વેચાણ મૂલ્યના 60 ટકા હિસ્સો કેપિટલ ગેઈન છે. ત્યાર પછી નવા સોનાના ઝવેરાત ખરીદતી વખતે 3 ટકા GSTની અસર પણ જોડવામાં આવે છે.
નવું સોનું ખરીદતી વખતે GST પણ ભરવો પડશે
જૂના ઘરેણાં વેચ્યા પછી બાબત ત્યાં જ પૂરી નથઈ થઈ જતી. તમે નવા સોનાના ઘરેણાં ખરીદશો તો તેના પર જીએસટી અને ઘડામણનો ખર્ચ પણ આપવો પડશે. જેમ કે, રૂ. 10 લાખના જૂના ઘરેણાં વેચ્યા પછી ટેક્સ કાપતા રૂ. 9.22 લાખ બચે છે. ત્યાર પછી 3 ટકા GSTની અસર જોડવામાંઆવતા નવા ઝવેરાત માટે ઉપલબ્ધ વેલ્યુ અંદાજે રૂ. 8.95 લાખ થાય છે. આ રીતે રૂ. 1 કરોડના વેચાણ પર કુલ ટેક્સ અસર અંદાજે રૂ. 10.49 લાખ સુધી પહોંચી શકે છે અને નવી ગોલ્ડ વેલ્યુ અંદાજે રૂ. 89.51 લાખ રહી શકે છે.
તમે જૂના ઘરેણાં વેચીને નવા ઝવેરાત ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો માત્ર સોનાની વર્તમાન કિંમત જોઈને નિર્ણય ના લો. પહેલા પોતાની જૂની ખરીદ કિંમત, હોલ્ડિંગ સમય, સંભવિત કેપિટલ ગેઈન ટેક્સ, GST અને ઘડામણ ચાર્જનો હિસાબ લગાવો. અનેક વખત જૂના સોના પર દેખાઈ રહેલો મોટો નફો ટેક્સ અને ઝવેરાત સાથે સંકળાયેલા ખર્ચ પછી ઘણો ઘટી જાય છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો



