Saffron price surge: કાશ્મીરી કેસરના ભાવમાં કિલોએ ₹40,000નો ઉછાળો
સત્તાવાર સરકારી આંકડા પ્રમાણે ભારતમાં વર્ષે કુલ 100 ટન કેસર વપરાય છે. જોકે, વ્યવસાયિક વર્તુળો વધારે વપરાતું હોવાનો દાવો કરે છે. જેમાંથી કાશ્મીરનો હિસ્સો માંડ છ થી સાત ટનનો હોય છે.

કાશ્મીરની શાન અને ઓળખ ગણાતા જાણીતો પાંપોર જિલ્લાનો કેસરનો નવી સિઝનનો પાક તૈયાર થઇ ગયો છે અને નવરાત્રીના તહેવારોમાં તેનું નવી મુંબઇની વાશી એપીએમસીમાં અને ગુજરાતના મેવાના વેપારીઓની દુકાનોમાં આગમન થઇ જશે. અખાતી યુદ્ધ અને સ્ટોકના અભાવે છેલ્લા બે મહિનામાં કાશ્મીરી કેસરના ભાવમાં કિલો દીઠ 40000 રૂપિયાનો વધારો થયો છે. એમાં વળી તહેવારોની માગ નીકળવાની આશા હોવાથી નવા કેસરના ભાવ પણ ઉંચા ખુલવાની વેપારીઓની ગણતરી છે.
મુંબઇ ડ્રાયફ્રુટ એસોસિએશનનાં ખજાનચી અને વાશી એપીએમસી બજારનાં સુકામેવાનાં હોલસેલ વેપારી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ભારતમાં કાશ્મીર ઉપરાંત ઇરાન, અફઘાનિસ્તાન, સ્પેન અને રાજસ્થાનનાં (નકલી) વિવિધ ગુણવત્તા વાળા કેસર વેચાય છે. જેમાંથી સ્પેન અને કાશ્મીરનું કિશ્તેવાર કેસર શ્રેષ્ઠ ગણાય છે. હાલમાં અફઘાનિસ્તાનનાં કેસરના હોલસેલ ભાવ કિલો દીઠ 1.50 થી 2 લાખ રુપિયા, ઇરાનનાં કેસરના 2 થી 2.50 લાખ તથા સ્પેનના કેસરના 3.50 લાખ થી 4 લાખ રૂપિયા સુધીના ભાવ ચાલે છે. આ ઉપરાંત કાશ્મીરનાં કિશ્તેવારનાં 3 થી 3.50 લાખ રૂપિયાનાં ભાવ ચાલે છે.
સત્તાવાર સરકારી આંકડા પ્રમાણે ભારતમાં વર્ષે કુલ 100 ટન કેસર વપરાય છે. જોકે, વ્યવસાયિક વર્તુળો વધારે વપરાતું હોવાનો દાવો કરે છે. જેમાંથી કાશ્મીરનો હિસ્સો માંડ છ થી સાત ટનનો હોય છે. ભારતમાં ઇરાનના કેસરનો બહુ મોટો વેપાર છે. પરંતુ હાલની યુદ્ધની સ્થિતિના કારણે પુરવઠો અનિયમિત હોવાથી ભાવ વધી રહ્યા છે. છેલ્લા પાંચેક વર્ષથી સ્પેનનાં કેસર પકવતા વિસ્તારોમાં આબોહવા બદલાઇ ગઇ હોવાથી ત્યાં ઉત્પાદન ઘટી ગયું છે. તેથી હવે સ્પેનનાં વેપારીઓએ કાશ્મીરનું કેસર ખરીદીને પેકિંગ કરીને પાછું ભારતમાં નિકાસ કરવાનું શરૂ કર્યુ છે.
આ ઉપરાંત રાજસ્થાનના નકલી કેસરનો પગપેસારો વધી રહ્યો હોવાથી કારોબારને અને ભારતની પ્રતિષ્ઠાને અસર પડી રહી છે. આ કેસર ગ્રાહકોને પરવડે તેવા ભાવે એસેન્સ, ફ્લેવર અને કલર વાપરીને બનાવી દેવાતું હોવાથી બહુ ઓછા ભાવે વેચાય છે.
આ પણ વાંચો: Cotton Market: ભારતીય મિલોની કપાસની આયાત 60 લાખ ગાંસડી થવાનો અંદાજ
આ પણ જુઓ:
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




