KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

તહેવારોમાં ખાંડની મીઠાશ નહીં પડે મોંઘી? સરકારે વેપારીઓના સ્ટોક પર મૂકી મર્યાદા

તહેવારોની સિઝનમાં ખાંડના ભાવમાં વધારો અને જમાખોરી રોકવા સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા ઘટાડીને 1,000 ક્વિન્ટલ કરી છે.આ નિયમ 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

desk@kuberanowPublished On : 8 Oct 2026
 ખાંડ
Sugar Stock Limit AI Generated Image

તહેવારોની સિઝનમાં ખાંડના ભાવ પર નિયંત્રણ જાળવવા સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદામાં વધુ ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ હવે મોટી માત્રામાં ખાંડનો સ્ટોક કરી શકશે નહીં. નવી વ્યવસ્થાનો હેતુ જમાખોરી અને સટ્ટાકીય વેપારને રોકવાની સાથે સપ્લાય ચેઇનમાં ખાંડની સરળ ઉપલબ્ધતા જાળવવાનો છે.


15 ઓક્ટોબરથી સ્ટોક લિમિટ 1,000 ક્વિન્ટલ

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વ્યવસ્થા મુજબ, કોલકાતા અને તેની આસપાસના વિસ્તારો તથા આસામ સિવાય સમગ્ર દેશમાં ખાંડના વેપારીઓ માટે સ્ટોક લિમિટ 1,000 ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ નિયમ 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. સાથે જ વેપારીઓને માલ મળ્યાની તારીખથી મહત્તમ 15 દિવસ સુધી જ ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી રહેશે.


અગાઉ 4,000 ક્વિન્ટલની હતી મર્યાદા

સરકારે ઓગસ્ટમાં ખાંડના વેપારીઓ માટે 4,000 ક્વિન્ટલની સ્ટોક લિમિટ નક્કી કરી હતી, જે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી લાગુ હતી. તે સમયે માલ મળ્યાની તારીખથી મહત્તમ 30 દિવસ સુધી સ્ટોક રાખવાની મંજૂરી હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બરથી સ્ટોક લિમિટ ઘટાડીને 2,000 ક્વિન્ટલ કરવામાં આવી હતી. હવે તેને વધુ ઘટાડીને 1,000 ક્વિન્ટલ કરવામાં આવી છે.


સરકારનો ફોકસ સપ્લાય અને ભાવ પર

સરકારના જણાવ્યા મુજબ, સુધારેલા નિયમોનો હેતુ ડિસ્ટ્રિબ્યુશન ચેઇનમાં ખાંડનો બિનજરૂરી સ્ટોક અટકાવવાનો છે. ખાંડ મિલોથી વેપારીઓ અને ત્યારબાદ અંતિમ ગ્રાહકો સુધી તેનો સપ્લાય સરળતાથી પહોંચે તે માટે સ્ટોકની માત્રા અને સમયગાળો મર્યાદિત કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થાથી સપ્લાય ચેઇનમાં ખાંડની અવરજવર સરળ બનશે અને ગ્રાહકોને યોગ્ય ભાવે ખાંડ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.


ખાંડના રિટેલ ભાવમાં પણ ઘટાડો

મંત્રાલયના જણાવ્યા મુજબ, ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે જણાવ્યું હતું કે ઓગસ્ટના ઊંચા સ્તરથી ખાંડના સરેરાશ રિટેલ ભાવમાં 15% ઘટાડો થયો છે અને તેમાં વધુ ઘટાડાની શક્યતા છે. મિલ સ્તરે ખાંડના ભાવમાં આશરે 28% ઘટાડો થયો હોવાનું પણ જણાવાયું હતું. છેલ્લા ત્રણ સપ્તાહથી મિલ સ્તરે ભાવ સ્થિર હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.


આ પણ વાંચો: યુદ્ધ યુરોપમાં, અસર ભારતના રસોડામાં! સનફ્લાવર તેલના સોદા અટક્યા, હવે પામતેલનો સહારો

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn