ટ્રમ્પે ઈરાનની દરખાસ્ત ફગાવી : ક્રૂડ ફરી થયું મોંઘું, બ્રેન્ટ ક્રૂડ 108 ડોલરને પાર
ટ્રમ્પે પ્રસ્તાવ નકારવા છતાં ઈરાન હોર્મુઝની ખાડી ખોલવાની શરતોમાં પીછેહઠ કરવા તૈયાર નહીં

અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતમાં અવરોધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સપ્તાહના પહેલા દિવસે જ બે ટકા જેટલા ઊછળ્યા છે, જેને પગલે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 108 ડોલરને પાર જતું રહ્યું છે. WTI ક્રૂડ પણ 100 ડોલરની ઉપર છે, જે પાછલા સપ્તાહે અંદાજે 8 ટકા તૂટ્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની શરતો સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવી દીધા બાદ પશ્ચિમ એશિયામાં ફરી એક વખત યુદ્ધની સ્થિતિ વણસશે તેમ માનવામાં આવી રહ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાને જરૂર કરતાં વધારે દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, તેમણે આ સપ્તાહે બંને દેશો વચ્ચે વાતચીત ફરી શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી. બીજીબાજુ ઈરાને કહ્યું કે તે હોર્મુઝની ખાડી ખોલવા અને અન્ય માગો સંબંધતિ તેના સાત દિવસના પ્રસ્તાવ પર અમેરિકાના અંતિમ જવાબની રાહ જોઈ રહ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ તરફથી પ્રસ્તાવ નકારવામાં આવ્યા છતાં પોતે તેની શરતોમાં પીછેહઠ નહીં કરે.
સાઉદીની રાજધાની રિયાધ તરફ હુથી બળવાખોરોની આગેકૂચ
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનની સાથે અન્ય ભાગોમાં પણ તણાવ સર્જાયો છે. સાઉદી અરબ અને હુથી બળવાખોરો વચ્ચેનું ઘર્ષણ પણ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. સાઉદી અરબે રિયાધ તરફ આગળ વધી રહેલા હુથી બળવાખોરોના ડ્રોન અને દક્ષિણી શહેર ખમીસ મુશૈતને નિશાન બનાવીને છોડેલી એક મિસાઈલને અટકાવી દીધી હતી. અભા અને જાજાનમાં પણ સાઉદી અરબે ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં સાઉદી અરામકોના એનર્જી પ્લાન્ટ્સ છે. હુથી બળવાખોરોએ સાઉદી અરબના ક્રૂડ ઓઈલની નિકાસ માટેના મહત્વના દરિયાઈ માર્ગ બાબ-અલ-મંદેબ પર કબજો જમાવ્યો છે. આથી હોર્મુઝની ખાડીની સાથે હવે બાબ-અલ-મંદેબ માર્ગે પણ ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જાય તેવી આશંકાઓ વધવા લાગી છે.
WTI ક્રૂડ અંદાજે 93 ડોલર પ્રતિ બેરલના સ્તરે
વેન્ચુરામાં કોમોડિટી અને CRM હેડ એન.એસ. રામાસ્વામીએ તેમના સાપ્તાહિક આઉટલૂકમાં કહ્યું કે ગયા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 105થી 106 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ રહ્યું જ્યારે WTI ક્રૂડ અંદાજે 93 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડિંગ કરતું જોવા મળ્યું હતું. હકીકતમાં ભૂ-રાજકીય ઘટનાઓની ક્રૂડ ઓઈલના ભાવ પર સીધી અસર થઈ રહી છે. ગયા સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની સંભાવનાના પગલે ક્રૂડ ઓઈલ 105થી 106 ડોલર નજીક જઈને પાછું આવ્યું હતું. જોકે, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોની સંભાવનાઓ ઘટી ગઈ છે. પરિણામે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ મોટી રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સપ્લાયમાં કોઈપણ પ્રકારના ઘટાડાથી ભાવ વધી શકે છે. બીજબાજુ સપ્લાય સામાન્ય થવાના સંકેતો મળતા નફાખોરી જોવા મળી શકે છે.
સપ્તાહમાં આગામી સમયમાં બ્રેન્ટ ક્રૂડ માટે પ્રતિ બેરલ 95-98 ડોલરનો ભાવ મહત્વનો સપોર્ટ છે. તેના માટે પ્રતિકારક સ્તર 108થી 110 ડોલર છે. MCX પર ક્રૂડ ઓઈલ માટે સપોર્ટ રૂ. 9,000 છે જ્યારે પ્રતિકારક 9,350-9,500 છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




