GST કાઉન્સિલ અનેકવિધ રાજ્યોમાં નોંધણીની પ્રક્રિયા સિંગલ એપ્લિકેશનથી કરવાની તૈયારીમાં
સાતમી ઓક્ટોબરના રોજની GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવનારા પગલાંનું ધ્યેય હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો કરવાનું અને મોટા ઉદ્યોગો માટે GST નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનું છે.

નવી દિલ્હીઃ GST કાઉન્સિલ હવે અનેકવિધ રાજ્યોમાં GST નોંધણીની પ્રક્રિયા સિંગલ એપ્લિકેશનની પ્રક્રિયાથી કરી શકાય. તેના માટે દસ્તાવેજોનો યુનિફાઇડ સેટ ટેક્સ ઓફિસરો માંગી શકે છે. સાતમી ઓક્ટોબરના રોજની GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવનારા પગલાંનું ધ્યેય હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો કરવાનું અને મોટા ઉદ્યોગો માટે GST નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનું છે.
હાલમાં GST હેઠળ કુલ 1.68 કરોડ કારોબાર નોંધાયેલા છે. નવી નોંધણી ભરવી સરળ હશે અને તેના દરેક તબક્કા માટે ગાઇડન્સ હશે. આ ઉપરાંત આ ફોર્મમાં તે યાદી આપવામાં આવી હશે, આ યાદી મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના હશે. હવે જો કારોબારોએ કે ઉદ્યોગે દરેક રાજ્ય માટે જુદી-જુદી નોંધણી કરવાની હશે તો તેઓ આ બધુ એકસાથે કરી શકશે, જે હાલમાં થઈ શકતું નથી. તેના પછી GST સિસ્ટમ નક્કી કરશે કે કયા સ્થળે કયા અધિકાર ક્ષેત્રમાં આવતી ઓફિસે તે ફોર્મ ફાઇલ કરવાનું રહેશે.
કાઉન્સિલ આ માટે ઓફિસરો માટે માર્ગદર્શિકાઓના એક સેટને મંજૂરી આપશે, જેમા કયા-કયા દસ્તાવેજો જોઈશે, કયા હેતુ માટે જોઈશે અને કેટલા દસ્તાવેજો પૂરતા છે. સૂત્રએ જણાવ્યું હતું કે તેના લીધે બધા જ રાજ્યોમાં થતાં GST રજિસ્ટ્રેશનમાં એકસૂત્રતા આવશે. આમ એક જ રાજ્યમાં GST રજિસ્ટ્રેશન કરાવનાર પાસેથી બીજા રાજ્યમાં પણ અરજીનો તેવો જ સેટ માંગવામાં આવશે.
GST કાઉન્સિલે સપ્ટેમ્બર 2025ની બેઠકમાં નાના અને ઓછા જોખમવાળા બિઝનેસીસના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બનાવવાને મંજૂરી આપી હતી. તેના પગલે પહેલી નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવેલી યોજનામાં નાના કારોબારોને ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપવાનું થાય છે. તેમા ડેટા એનાલિટિક્સના આધારે નાના અને મધ્યમ કક્ષાના અરજદારોને ઓળખી કાઢવામાં આવ્યા છે, આમા જે અરજદારો જેનો માસિક વેરો 2.5 લાખ રૂપિયાથી વધારે થતો ન હોય તે આ સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે. આમ કુલ 1.68 કરોડમાંથી લગભગ 61 ટકાને તેમા આવરી લેવામાં આવ્યા છે. AMRGના ગ્લોબલ મેનેજિંગ પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે એકસાથે ઘણા બધા રાજ્યોમાં એક જ અરજી દ્વારા જીએસટી નોંધણી માટે અરજી કરવી તે રજિસ્ટ્રેશન માળખુ સરળ બનાવવાની દિશામાં મહત્વનો પ્રયત્ન છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર




