KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક

સરકારના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹14.32 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 15% વધુ છે.

desk@kuberanowPublished On : 18 Sept 2026
Net Direct Collection

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2026-27માં ભારતના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર 2026 સુધીમાં દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 13% વધીને ₹12.12 લાખ કરોડ પર પહોંચ્યું છે. આવકમાં થયેલા વધારાને મુખ્યત્વે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિનો ટેકો મળ્યો છે.

સરકારના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹14.32 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 15% વધુ છે. જ્યારે કરદાતાઓને આપવામાં આવેલા રિફંડમાં પણ વધારો થયો છે. કુલ ₹2.20 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે 29.19%નો વધારો દર્શાવે છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો મહત્વનો હિસ્સો એડવાન્સ ટેક્સમાંથી આવ્યો છે. સપ્ટેમ્બર 17 સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન ₹5.22 લાખ કરોડ રહ્યું છે, જેમાં વાર્ષિક ધોરણે 16.18% વૃદ્ધિ નોંધાઈ છે. તેમાં કોર્પોરેટ એડવાન્સ ટેક્સ ₹4.16 લાખ કરોડ રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 18% વધ્યો છે. જ્યારે નોન-કોર્પોરેટ એડવાન્સ ટેક્સ કલેક્શન ₹1.06 લાખ કરોડ રહ્યું છે, જેમાં 9.24%નો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, એડવાન્સ ટેક્સમાં વૃદ્ધિ કંપનીઓના નફા અને આર્થિક પ્રવૃત્તિમાં સ્થિરતાનો સંકેત આપી શકે છે. મજબૂત ટેક્સ કલેક્શન સરકારને વિકાસ ખર્ચ અને નાણાકીય આયોજન માટે વધુ મદદ કરી શકે છે.

 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn