KuberaNowLogo
Monday, 16/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

India Jewellery Exports October 2026 : ભારતીય જ્વેલરીની વિદેશમાં ધૂમ! ઓક્ટોબરમાં નિકાસ 34% વધી, ₹27,862 કરોડને પાર

ક્રિસમસ પહેલા વિદેશોમાં ભારતીય ઘરેણાંની માગ તિવ્ર ગતિએ વધી છે, હોંગકોંગ-અમેરિકામાં ભારતીય ઘરેણાંની ડિમાન્ડ વધી, હીરાના વેપારમાં પણ ચમક પાછી ફરી છે, એપ્રિલ-ઓક્ટોબરમાં કુલ નિકાસ 7.28% વધી; કેનેડામાં નિકાસમાં સૌથી મોટો 107.93%નો વધારો.

kuberanow deskPublished On : 14 Nov 2026
Jem Jewellery.png
AI Generated Image

ક્રિસમસના તહેવારની રજાઓ પહેલા મજબૂત ઓર્ડર મળવાના કારણે ઓક્ટોબરમાં ભારતની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 34.01 ટકા વધીને 2.92 અબજ ડોલર (રૂ.27,862.82 કરોડ) થઈ ગઈ. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) મુજબ ગયા વર્ષે સમાન મહિનામાં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 2.18 અબજ ડોલર (રૂ. 19,253.60 કરોડ) થઈ હતી. ચાલુ નાણઆકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબરના સમયમાં ભારતની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 7.28 ટકા વધીને રૂ. 17.22 અબજ ડોલર (રૂ. 1,63,961.74 કરોડ) થઈ હતી. ગયા વર્ષે સમાન સમયમાં તે 16.05 અબજ ડોલર (રૂ. 1,39,239.22 કરોડ) થઈ હતી.


હોંગકોંગ અને અમેરિકામાં નિકાસ વધી

ભારતના અગ્રણી નિકાસ બજારોમાં સામેલ હોંગકોંગમાં એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન નિકાસ 18.80 ટકા વધીને 3.95 અબજ ડોલર થઈ ગઈ. બીજીબાજુ અમેરિકામાં નિકાસ 14.87 ટકા વધીને 3.61 અબજ ડોલર થઈ હતી. બેલ્જિયમમાં નિકાસ 30.02 ટકા વધીને 92.319 કરોડ ડોલર થઈ હતી. આ સિવાય સિંગાપુરમાં નિકાસમાં 22.38 ટકા, બ્રિટનમાં 17.89 ટકા અને કેનેડામાં નિકાસમાં 107.93 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે, ભારતના સૌથી મોટા નિકાસ બજાર સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં નિકાસ 10.27 ટકા ઘટીને 4.87 અબજ ડોલર રહી હતી.


Jem Jewellery Info.png


વૈશ્વિક રજાઓના વાતાવરણ પહેલા મળ્યા ઓર્ડર

GJEPCએ કહ્યું કે, ઓક્ટોબરના નિકાસના આંકડા પર તહેવારોની તારીખોમાં ફેરફારની પણ અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં દિવાળી હોવાના કારણે આભૂષણ કારોબારના મુખ્ય કેન્દરોમાં કામકાજ બંધ રહ્યું હતું.તેનાથી વિપરિત આ વર્ષે દિવાળી નવેમ્બરમાં હોવાથી નિર્માતાઓ અને નિકાસકારોને વૈશ્વિક રજાઓના વાતાવરણ પહેલા મળેલા ઓર્ડર પૂરા કરવા માટે ઓક્ટોબરનો આખો મહિનો મળ્યો હતો.


GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ કહ્યું, ઓક્ટોબરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 34 ટકાની વૃદ્ધિ ઉદ્યોગની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવવાની તેની ક્ષમતાનો ઉત્સાહજનક સંકેત છે. આ પ્રદર્શન એવા સમયમાં સામે આવ્યું છે જ્યારે દુનિયાભરના રીટેલ વિક્રેતા અને ખરીદાર વર્ષના અંતમાં રજાઓની મોસમની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન પ્રમુખ બજારોમાં ઘરેણાંની માગ સામાન્ય રીતે વધી જાય છે.


નાણાકીય વર્ષ 2026-27માં નિકાસ 10 ટકા વધવાનો અંદાજ

GJEPC મુજબ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન નિકાસમાં 7.28 ટકાની વૃદ્ધિ ઉત્સાહજનક છે. આ સમયમાં અમેરિકન બજારમાં નિકાસ 14.87 ટકા વધી છે. છેલ્લા ત્રણ મહિનામાં નિકાસમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. વર્તમાન ગતિ જળવાઈ રહે અને કોઈ મોટો અવરોધ ના આવે તો નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં નિકાસમાં 10 ટકાની વૃદ્ધિ હાંસલ થવાની આશા છે. પોલિશ કરાયેલા હીરાની નિકાસ પણ ફરી એક વખત વધવા લાગી છે. ઓક્ટોબરમાં તેની નિકાસમાં 10.50 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આ વૈશ્વિક હીરા કારોબારમાં ધીમે ધીમે ગતિ પાછા ફરવાનો સંકેત છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Union Budget 2027

Budget 2027: બજેટની તૈયારીઓ તેજ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી પ્રથમ બેઠક

Real Estate

Real Estate Investment: ભારતમાં રોકાણ 39% વધ્યું, ઑફિસ પ્રોપર્ટીનો 37% હિસ્સો

India Egypt Trade

India-Egypt Trade: ભારત-ઇજિપ્ત વચ્ચે 12 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય, નવા વેપાર કરારની તૈયારી

WPI.png

Wholesale inflation : મોંઘવારીનું નવું ટેન્શન! ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 12.29%

RBI 6 Hour Rule

RBI 6-Hour Rule: સાયબર હુમલાની 6 કલાકમાં જાણ કરવી ફરજિયાત, પેમેન્ટ કંપનીઓ માટે શું બદલાયું

IND US

India-US Trade Deal: ભારતીય સામાનને અમેરિકામાં મળશે મોટી રાહત? પિયુષ ગોયલે આપ્યો મોટો સંકેત

Global Economy

ગ્લોબલ સ્લોડાઉન વચ્ચે ભારતનો ડંકો: 2027 માં GDP ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ

forex reserve

India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં $2.49 અબજનો વધારો, સપ્ટેમ્બર બાદ પહેલીવાર સાપ્તાહિક ઉછાળો