Made in Indiaથી હવે Design in India તરફ આગળ વધી રહ્યું છે ભારત: જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારત હવે માત્ર ટેક્નોલોજી સેવાઓ આપતા દેશમાંથી પ્રોડક્ટ આધારિત ટેક્નોલોજી રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 7થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાનારા India Mobile Congress 2026માં નવા પ્રોડક્ટ, 5G, 6G, AI, સેટેલાઇટ સંચાર અને અન્ય નવી ટેક્નોલોજી મુખ્ય આકર્ષણ રહેશે.

ભારત હવે માત્ર ટેક્નોલોજી સેવાઓ પૂરું પાડતા દેશમાંથી આગળ વધીને પ્રોડક્ટ આધારિત ટેક્નોલોજી રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ India Mobile Congress 2026 પહેલાં આ વાત કહી. તેમના જણાવ્યા મુજબ, IMCની 10મી આવૃત્તિમાં નવા પ્રોડક્ટ અને ઉભરતી ટેક્નોલોજી મુખ્ય કેન્દ્રમાં રહેશે. સિંધિયાએ જણાવ્યું કે ભારતે ટેલિકોમ કનેક્ટિવિટી ક્ષેત્રે મજબૂત આધાર તૈયાર કર્યો છે અને હવે આ જ આધાર પર નવી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં આગળ વધવાની તક ઊભી થઈ છે.
7થી 10 ઓક્ટોબર સુધી યોજાશે IMC 2026
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026નું આયોજન 7થી 10 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. કાર્યક્રમનું આયોજન
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિંધિયાના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં અનેક કંપનીઓ અને હજારો પ્રદર્શકો ભાગ લેશે. ભારતની ટેલિકોમ અને ટેક્નોલોજી ક્ષમતાઓ સાથે નવા પ્રોડક્ટ પણ અહીં રજૂ કરવામાં આવશે.
5Gથી Quantum ટેકનોલોજી સુધી ફોકસ
IMC 2026માં 5G, 6G, Ai, Internet of Things, cloud અને edge computing, satellite communications, electronics manufacturing, quantum technologies અને green technologies જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. કાર્યક્રમમાં ભારતીય અને વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ, નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, સંશોધકો અને નવીનતા સાથે જોડાયેલા લોકો ભાગ લેશે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ટેરિફનો હથિયારની જેમ થઈ રહ્યો છે ઉપયોગ : નિર્મલા સીતારમણ
ચાર મુખ્ય આધારસ્તંભ પર IMC 2026
સંચાર મંત્રાલયના જણાવ્યા મુજબ, IMC 2026 ચાર મુખ્ય આધારસ્તંભ સૃષ્ટિ, સુરક્ષા, સશક્ત અને સંવર્ધન પર આધારિત રહેશે. સૃષ્ટિનો ફોકસ નવીનતા અને ભવિષ્યની ડિજિટલ સુવિધાઓ પર રહેશે, જ્યારે સુરક્ષા સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ વ્યવસ્થા પર ધ્યાન આપશે. સશક્ત હેઠળ ટેક્નોલોજી દ્વારા નાગરિકો, બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને સમુદાયોને વધુ તકો આપવાનો પ્રયાસ રહેશે. સંવર્ધનમાં ડિજિટલ ટેક્નોલોજીના આર્થિક વૃદ્ધિ, રોકાણ, ઉદ્યોગસાહસિકતા અને રોજગાર સર્જનમાં યોગદાન પર ભાર રહેશે.
“Scale without boundaries” થીમ
આ ચાર આધારસ્તંભને “Scale without boundaries” થીમ સાથે જોડવામાં આવ્યા છે. તેનો હેતુ નવીનતા, કનેક્ટિવિટી અને ડિજિટલ પરિવર્તનને વિવિધ ક્ષેત્રો અને વિસ્તારો સુધી પહોંચાડવાનો છે. સિંધિયાના જણાવ્યા મુજબ, ભારત પાસે હાલમાં વૈશ્વિક સ્તરે તુલનાત્મક મજબૂતી છે અને દેશની ટેલિકોમ કનેક્ટિવિટી નવી ટેક્નોલોજી માટે મજબૂત પાયો બની રહી છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર




