Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં સંસ્થાકીય રોકાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 2026ના પ્રથમ નવ મહિનામાં જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એટલી મોટી સંસ્થાકીય મૂડી આવી છે, જે સમગ્ર 2025 દરમિયાન આવેલા રોકાણ કરતાં પણ વધારે છે. ઓફિસ સ્પેસ, વેરહાઉસિંગ, રેસિડેન્શિયલ અને ડેટા સેન્ટર જેવા સેગમેન્ટમાં વધતા રોકાણને કારણે રિયલ્ટી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

ભારતીય રિયલ એસ્ટેટ (Real estate) સેક્ટરમાં સંસ્થાકીય રોકાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 2026ના પ્રથમ નવ મહિનામાં જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે એટલી મોટી સંસ્થાકીય મૂડી (Equity capital) આવી છે, જે સમગ્ર 2025 દરમિયાન આવેલા રોકાણ કરતાં પણ વધારે છે. ઓફિસ સ્પેસ, વેરહાઉસિંગ, રેસિડેન્શિયલ અને ડેટા સેન્ટર જેવા સેગમેન્ટમાં વધતા રોકાણને કારણે રિયલ્ટી માર્કેટ (Realty market)માં તેજી જોવા મળી રહી છે.
પ્રથમ નવ મહિનામાં $18.6 બિલિયનનું રોકાણ મેળવ્યું
ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ સંસ્થાકીય રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યું છે. 2026ના પ્રથમ નવ મહિનામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થયેલું રોકાણ સમગ્ર 2025ના કુલ રોકાણ કરતાં પણ વધુ રહ્યું છે. મોટા રોકાણકારો, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ અને વૈશ્વિક સંસ્થાઓ ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સતત મૂડી લગાવી રહી છે. આ પાછળ ભારતની આર્થિક વૃદ્ધિ, શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને કોમર્શિયલ પ્રોપર્ટીની વધતી માંગ જેવા પરિબળો મહત્વપૂર્ણ છે.
રિયલ એસ્ટેટ કંપની CBRE સાઉથ એશિયાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી-સપ્ટેમ્બર 2026 દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રે $18.6 બિલિયનનું ઇક્વિટી રોકાણ મેળવ્યું હતું, જે સમગ્ર 2025માં નોંધાયેલા $14.2 બિલિયનના આંકડા કરતાં વધુ છે. રિપોર્ટ દર્શાવે છે કે માત્ર ત્રીજા ત્રિમાસિક ગાળામાં જ $9.5 બિલિયનનું રોકાણ થયું હતું; આ આંકડો ગયા વર્ષના સમાન ગાળામાં થયેલા $4.4 બિલિયનના રોકાણ કરતાં બમણાથી પણ વધુ અને 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા $3.8 બિલિયન કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ત્રીજા ત્રિમાસિક ગાળાના કુલ રોકાણમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો લગભગ 79 ટકા હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં આશરે 28 ટકા હતો. રોકાયેલી મૂડીમાં ડેવલપર્સનો ફાળો લગભગ 13 ટકા રહ્યો હતો.
કયા સેગમેન્ટમાં વધી રહી છે માંગ?
રિયલ એસ્ટેટમાં રોકાણનો સૌથી મોટો હિસ્સો કોમર્શિયલ પ્રોપર્ટી અને ઓફિસ સ્પેસમાં જોવા મળ્યો છે. IT, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને સર્વિસ સેક્ટરના વિસ્તરણને કારણે ઓફિસ માર્કેટમાં માંગ સતત વધી રહી છે. આ ઉપરાંત વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ઈ-કોમર્સ અને મેન્યુફેક્ચરિંગના વિકાસથી માંગમાં વધારો જોવા મળ્યો છે. ડેટા સેન્ટરમાં ડિજિટલ અર્થવ્યવસ્થા અને AIના વિસ્તરણથી નવા રોકાણની તક વધી છે. રેસિડેન્શિયલ સેક્ટરમાં પ્રીમિયમ અને મિડ-સેગમેન્ટ હાઉસિંગમાં મજબૂત માંગ જોવા મળી છે. આ તમામ સેગમેન્ટે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.
વિદેશી રોકાણકારોની વધી ભાગીદારી
ભારતીય રિયલ એસ્ટેટમાં માત્ર સ્થાનિક નહીં પરંતુ વિદેશી રોકાણકારોનો રસ પણ વધ્યો છે. વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ ભારતને લાંબા ગાળાના ગ્રોથ માર્કેટ તરીકે જોઈ રહ્યા છે. ભારતમાં વધતું શહેરીકરણ, યુવા વસ્તી, મધ્યમ વર્ગનો વિસ્તાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને કારણે રિયલ એસ્ટેટમાં લાંબા ગાળાની તકો વધી છે. 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ રોકાણ પ્રવાહમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો લગભગ 59 ટકા હતો, જે વિદેશી મૂડીના પુનરાગમનનો સંકેત આપે છે. રિપોર્ટ મુજબ, આ ત્રિમાસિક ગાળા દરમિયાન વિદેશી રોકાણમાં US રોકાણકારોનો ફાળો લગભગ 90 ટકા હતો, ત્યારબાદ કેનેડા, સિંગાપોર અને જાપાનના રોકાણકારોનો ક્રમ આવે છે.
રિયલ્ટી સેક્ટર માટે સકારાત્મક સંકેત
સંસ્થાકીય રોકાણમાં વધારો રિયલ એસ્ટેટ કંપનીઓ માટે ફંડિંગની ઉપલબ્ધતા વધારશે અને નવા પ્રોજેક્ટ્સના વિકાસને ગતિ આપી શકે છે. આ ઉપરાંત, મોટા રોકાણકારોની ભાગીદારીથી સેક્ટરમાં પારદર્શિતા, પ્રોફેશનલ મેનેજમેન્ટ અને ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળી શકે છે. ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટર હવે માત્ર પરંપરાગત ઘર ખરીદી સુધી મર્યાદિત નથી રહ્યું. કોમર્શિયલ સ્પેસ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને નવા પ્રકારની પ્રોપર્ટીની માંગે આ ક્ષેત્રને રોકાણ માટે વધુ વૈવિધ્યસભર બનાવ્યું છે. 2026માં અત્યાર સુધીના રોકાણના આંકડા દર્શાવે છે કે સંસ્થાકીય રોકાણકારો ભારતના રિયલ એસ્ટેટ માર્કેટની લાંબા ગાળાની વૃદ્ધિ ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: IPO બાદ કેમ ચમક્યા Prasol Chemicals અને Augmont Enterprisesના શેર? જાણો કારણ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર




