KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નાના ઉદ્યોગોને મોટી ઉડાન, ₹10,000 કરોડનું સરકારી ફંડ

ગ્રોથ, ટેક્નોલોજી અને નિકાસ માટે SMEsને લાંબા ગાળાની ઈક્વિટી મૂડી મળશે, ઉત્પાદન અને વૈશ્વિક વિસ્તરણને મળશે વેગ

desk@kuberanowPublished On : 6 Oct 2026
SME Growth Fund
AI Generated Image

કેન્દ્રીય કેબિનેટે દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને પ્રોત્સાહન આપવા અને તેમને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી બનાવવા માટે રૂ.10,000 કરોડના SME ગ્રોથ ફંડ (SGF)ને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલ કેન્દ્રીય બજેટ 2026-27માં કરાયેલી જાહેરાત હેઠળ છે. આ સિવાય કેન્દ્રિય કેબિનેટે ઈન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ઓથોરિટી (ITLA)ની રચનાને પણ મંજૂરી આપી દીધી છે. દેશના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વધુ તાલમેલ બનાવવા, રિસર્ચ અને પ્લાનિંગને મજબૂત કરવા તથા અલગ અલગ પરિવહન માધ્યમો વચ્ચે સમન્વય વધારવાનો તેનો આશય છે.


ગ્રોથ કેપિટલની અછત થશે દૂર

સરકાર મુજબ દેશમાં પહેલાથી જ અનેક એવા ફંડ છે જે કંપનીઓને ઈક્વિટી સપોર્ટ કરે છે, પરંતુ તેમાંથી મોટાભાગના પ્રારંભિક તબક્કાની કંપનીઓ અને વિશેષરૂપે માઈક્રો એન્ટરપ્રાઈઝીસ પર કેન્દ્રીત છે. એવામાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ગ્રોથના આગામી તબક્કામાં જરૂરી ઈક્વિટી મૂડીની અછત જોવા મળે છે. SME ગ્રોથ ફંડ આ અછતને દૂર કરવા માટે બનાવાયું છે. તેના હેઠળ એવા SMEને લાંબા સમય માટે ઈક્વિટી મૂડી ઉપલબ્ધ કરાવાશે, જેનો કારોબાર મજબૂત છે અને જેમાં આગળ વિસ્તરણની ક્ષમતા છે.


મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર વધુ ફોસ

સરકાર મુજબ SME ગ્રોથ ફંડના રોકાણનો મોટો હિસ્સો નાના અને મધ્યમ સ્તરની ઉત્પાદન કંપનીઓને અપાશે. આ સિવાય ટિયાર-2 અને ટિયર-3 શહેરોમાં ઔદ્યોગિક ક્લસ્ટરની અંદર કામ કરનારા SMEsને પણ ફંડના દાયરામાં સામેલ કરાશે. સરકારનું માનવું છે કે તેનાથી આ કંપનીઓને ઉત્પાદન ક્ષમતા વધારવા, નવી ટેકનિક અપનાવવા અને મોટા સ્તર પર કારોબાર કરવામાં મદદ મળશે. સાથે જ તેનાથી દેશના અલગ અલગ ભાગોમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિય સપ્લાય ચેઈન મજબૂત થવાની આશા છે.


વૈશ્વિક બજારમાં વિસ્તરણની તક

SME ગ્રોથ ફંડ મારફત મળનારી લાંબી મુદતની મૂડીનો ઉપયોગ કંપનીઓ કારોબાર વધારવા, નવી ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં રોકાણ કરવા, વિદેશી બજારોમાં વિસ્તરણ કરવા અને વૈશ્વિક વેલ્યુ ચેઈન સાથે જોડાવા માટે કરી શકશે. સરકારને આશા છે કે આ પહેલથી એવા ભારતીય ઉદ્યોગોની નવી પેઢી તૈયાર થશે, જે પોતાના ક્ષેત્રોમાં મોટા અને પ્રતિસ્પર્ધી કારોબાર બની શકશે.


AIF મારફત રૂ. 10,000 કરોડની કટિબદ્ધતા

આ યોજના હેઠળ ભારત સરકાર ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (AIF)માંકુલ રૂ. 10,000 કરોડની કટિબદ્ધથા હશે. સરકાર મુજબ આ ફંડ SMEને માત્ર મૂડી જ ઉપલબ્ધ કરાવવા સુધી મર્યાદિત નહીં રહે, તેમને કારોબારના મહત્વપૂર્ણ વિસ્તરણના તબક્કામાં આગળ વધવામાં પણ મદદ કરશે. તેનાથી ઉત્પાદક્તા વધારવામાં, નિકાસ ક્ષમતા મજબૂત કરવામાં અને ગુણવત્તાવાળી નોકરીઓ પેદા કરવામાં મદદ મળવાની આશા છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં રોકાણથી પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.


સરકારે કહ્યું કે, SME ગ્રોથ ફંડ વિકસિત ભારતના લક્ષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેનો આશય હાઈ ગ્રોથ ક્ષમતાવાળા SMEમાં રોકાણ વધારીને નવા ભારતીય બિઝનેસ ચેમ્પિયન તૈયાર કરવા, ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને રોજગારની તકો પેદા કરવાનો છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn