KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રૂપિયાને બચાવવા RBIએ $52 બિલિયન ઝીંક્યા, હવે બોન્ડ માર્કેટથી આશા

ડોલર સામે રૂપિયો 97ની નજીક પહોંચતા RBIએ કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો છે. રિપોર્ટ મુજબ એક મહિનામાં ફોરેક્સ રિઝર્વમાંથી લગભગ $52 બિલિયનની ઘટાડો થયો છે.હવે RBIના નવા પગલાં ઉપરાંત કંપનીઓ માટે ડોમેસ્ટિક બોન્ડ માર્કેટ ફરી આકર્ષક બનવાની શક્યતા જોવામાં આવી રહી છે.

desk@kuberanowPublished On : 12 Oct 2026
Rupee vs Dollar
AI Generated Image

ડોલર સામે રૂપિયામાં સતત નબળાઈ વચ્ચે RBI અને સરકાર દ્વારા કરન્સી પર દબાણ ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, એક મહિનામાં ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાંથી લગભગ $52 બિલિયનનો ઘટાડો થયો છે અને વિશ્લેષકોના મતે RBIના માર્કેટ ઇન્ટરવેન્શનનો તેમાં મોટો હિસ્સો રહ્યો છે. જોકે, મજબૂત ડોલર, ઊંચી US Bond Yield અને વિદેશી રોકાણકારોની વેચવાલી જેવા પડકારો હજુ યથાવત છે.


RBIએ ફોરેક્સ માર્કેટમાં કડક પગલાં લીધાં

રૂપિયાની નબળાઈ અને કરન્સી માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિ પર નિયંત્રણ માટે RBIએ કેટલાક નવા પગલાં લીધાં છે. વિદેશી ચલણ સાથે જોડાયેલા કેટલાક Derivative Transactionsની મર્યાદા ઘટાડવામાં આવી છે. રદ કરાયેલા કેટલાક Foreign Exchange Contractsને ફરીથી Book કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત $20 લાખથી વધુના Foreign Exchange Derivative Contracts પર 20% Cash Reserve રાખવાની શરત લાગુ કરવામાં આવી છે. ભારતીય ઓઈલ કંપનીઓની ડોલરની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં Indian Oil, Bharat Petroleum અને Hindustan Petroleumની દૈનિક ડોલર જરૂરિયાત પૂરી કરવાનો સમાવેશ થાય છે.


ડોલર, US Bond Yield અને FII Sellingથી રૂપિયો દબાણમાં

રૂપિયા પર દબાણ વધવાના ત્રણ મુખ્ય કારણોમાં મજબૂત અમેરિકન ડોલર, US Bond Yieldમાં વધારો અને વિદેશી રોકાણકારોની વેચવાલીનો સમાવેશ થાય છે. ડોલર મજબૂત બનતા વિદેશી રોકાણકારો માટે ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બની શકે છે. તેના કારણે ભારત જેવા Emerging Marketsમાંથી મૂડી બહાર જવાનું જોખમ વધે છે. રિપોર્ટ મુજબ અમેરિકાની 10 વર્ષની સરકારી બોન્ડ યીલ્ડ 5.3% સુધી પહોંચી છે. ઊંચી US Bond Yield ભારતીય બજારમાં વિદેશી મૂડીના પ્રવાહ પર અસર કરી શકે છે. આ ઉપરાંત, ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં Foreign Investorsએ ભારતીય શેરબજારમાંથી $32.4 બિલિયન કાઢ્યા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.


મોંઘા ક્રૂડથી પણ રૂપિયાની મુશ્કેલી વધી શકે

રૂપિયાની દિશા પર Crude Oil Pricesની પણ અસર પડે છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. તેથી ક્રૂડ ઓઈલ મોંઘું થાય ત્યારે દેશનું Import Bill વધે છે અને ડોલરની માંગ પર દબાણ વધી શકે છે. QuantEco Researchના વિવેક કુમારના જણાવ્યા મુજબ ઊંચી Commodity Prices Current Account Deficit વધારી શકે છે. સાથે જ વૈશ્વિક વ્યાજદર અને Geopolitical Uncertaintyને કારણે Foreign Capital Flow પણ અસ્થિર રહી શકે છે. રિપોર્ટમાં નિષ્ણાતોના મતે RBIના તાજેતરના પગલાં રૂપિયા ઘટવાની ગતિને થોડા સમય માટે રોકી શકે છે, પરંતુ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં મૂળભૂત ફેરફાર લાવતા નથી.


Domestic Bond Marketમાં કંપનીઓની વાપસીની શક્યતા

RBIના પગલાંની અસર માત્ર રૂપિયા સુધી મર્યાદિત રહેવાની નથી. વિશ્લેષકોના મતે Domestic Bond Marketમાં કેટલીક કંપનીઓ ફરીથી બોન્ડ જારી કરી શકે છે. ઊંચી યીલ્ડને કારણે અગાઉ કેટલીક કંપનીઓએ Bond Issueની યોજના ટાળી હતી અથવા પાછી ખેંચી હતી. હવે કેટલીક કંપનીઓ ફરીથી બજારમાંથી નાણાં ઊભાં કરવાનો વિચાર કરી શકે છે. રોકફોર્ટ ફિનકેપ LLPના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર વેંકટરામકૃષ્ણન શ્રીનિવાસનના જણાવ્યા મુજબ, કેટલીક કંપનીઓ ફરીથી Bond Issue પર વિચાર કરી શકે છે. જોકે, તેઓ સંપૂર્ણ રકમ ઊભી કરવાને બદલે સ્વીકાર્ય વ્યાજદર પર જેટલી રકમ મળી શકે તેટલી જ રકમ ઊભી કરે તેવી શક્યતા છે.


બોન્ડ અને બેંક લોનમાં શું તફાવત?

બોન્ડ મારફતે નાણાં ઊભાં કરવાનો એક ફાયદો તેની Repayment Structure છે. બેંક લોનમાં સામાન્ય રીતે માસિક વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે બોન્ડમાં તેની શરતો અનુસાર વ્યાજની ચુકવણી વાર્ષિક અથવા છમાસિક થઈ શકે છે. આથી કેટલીક કંપનીઓને Cash Flow મેનેજ કરવામાં મદદ મળી શકે છે. જોકે, દરેક કંપની માટે બોન્ડ સસ્તો વિકલ્પ હોય તે જરૂરી નથી. તેની કિંમત કંપનીની Credit Rating, Debt Terms અને Investor Demand પર આધારિત રહેશે.


આ પણ વાંચો : સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn