KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો; હોમ, કાર લોન મોંઘી થશે

RBIએ ત્રણ દિવસની બેઠકનાં અંતે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સર્વસંમતિથી રેપો રેટ RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો છે.

desk@kuberanowPublished On : 7 Oct 2026
RBI Repo Rate
RBI Repo RateAI Image

RBIએ ત્રણ દિવસની બેઠકનાં અંતે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સર્વસંમતિથી રેપો રેટ RBIએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો છે. RBIએ ત્રણ દિવસની બેઠકનાં અંતે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સર્વસંમતિથી રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધાર્યો છે.  RBIએ રેપો રેટ 5.25% થી વધારીને 5.50% 25 બેઝિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. બુધવારે શરૂઆતના કારોબારમાં, RBIની મોનેટરી પોલિસી કમિટીના નિર્ણય અગાઉ યુએસ ડોલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડીને 96.45નાં સ્તરે પહોંચ્યો હતો.


2026માં 3થી 5 ઑગસ્ટ દરમિયાન યોજાયેલી બેઠકમાં MPCએ સર્વસંમતિથી રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. સાથે જ નાણાકીય નીતિનું તટસ્થ વલણ પણ જાળવી રાખ્યું હતું. અન્ય મુખ્ય નીતિગત વ્યાજદર પણ યથાવત રાખવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)નો દર 5 ટકા, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) અને બેન્ક રેટ બંને 5.50 ટકા રહ્યા હતા. ઑગસ્ટની બેઠકમાં RBIએ સતત ચોથી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જો RBI રેપો રેટ વધારે છે તો ફેબ્રુઆરી 2023 પછી પ્રથમ વખતનો વધારો ગણાશે. ફેબ્રુઆરી 2023માં મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો ક્યો હતો. MPCએ સતત ચાર બેઠકોમાં રેપો રેટ 5.25% યથાવત્ રાખ્યો હતો.


RBI માટે ફુગાવો એ હજુ પણ મુખ્ય ચિંતાનો વિષય છે. અગાઉની સમીક્ષામાં, મધ્યસ્થ બેંકે નાણાકીય વર્ષ 2027 માટે CPI ફુગાવો 5% રહેવાનો અંદાજ મૂક્યો હતો. જુલાઈમાં 4.45% રહેલો છૂટક ફુગાવો ઓગસ્ટમાં વધીને 4.82% પર પહોંચ્યો હતો. હવે, ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીઝના વધતા ભાવ ફુગાવા પર વધુ દબાણ લાવી શકે છે. ભારતીય અર્થતંત્રએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. આનાથી RBIને ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડી અનુકૂળતા મળે છે. મોટાભાગના નિષ્ણાતોને અપેક્ષા છે કે RBI નાણાકીય વર્ષ 2027 માટે 6.7%ના GDP વૃદ્ધિના અંદાજને જાળવી રાખશે. જોકે, મોંઘું ક્રૂડ ઓઈલ અને વૈશ્વિક સ્તરે વધતા વ્યાજ દરો વર્ષના ઉત્તરાર્ધમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.


આ પણ વાંચો: Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn