રિઝર્વ બેન્કનો સામાન્ય લોકો પર મોંઘવારીનો મારઃ ઘરથી લઈને વાહન, પર્સનલ લોન બધું જ મોંઘું
બેન્કોએ જ્યારે દરમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે તે ઘટાડાનો જોઈએ તેટલો લાભ ગ્રાહકોને આપ્યો નથી. આ સંજોગોમાં દર વધારામાં ગ્રાહકોને કેટલી રાહત આપી શકે છે તે જોવાનું રહે છે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે તેના રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરતાં હોમ, ઓટો અને પર્સનલ લોન મોંઘી થઈ ગઈ છે. આના પગલે દરેક લોનના રેટમાં મહત્તમ 0.25 ટકા સુધીનો વધારો શક્ય છે. જો કે આ દર વધારાનો આધાર પણ બેન્કો પર છે. બેન્કોએ જ્યારે દરમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે તે ઘટાડાનો જોઈએ તેટલો લાભ ગ્રાહકોને આપ્યો નથી. આ સંજોગોમાં દર વધારામાં ગ્રાહકોને કેટલી રાહત આપી શકે છે તે જોવાનું રહે છે. હાલમાં સરકારી અને ખાનગી સહિતની બધી બેન્કો સાત ટકાથી લઈને 8 ટકાની વચ્ચેનો હોમ લોન રેટ વસૂલે છે. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે પણ બેન્કો પાસેથી ઋણ લેવાનું મોંઘું થતાં તે પણ રેટ વધારી દેશે. આના કહેવાય પડતા પર પાટુ. લોકો એકબાજુએ મોંઘવારીનો અસહ્યનીય માર સહન કરી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્કનો આ વ્યાજદર વધારો કરોડો હોમલોન ધારકો માટે મોટા ઝાટકા સમાન છે.
Home Loan પર અસર
હોમ લોન સામાન્ય રીતે લાંબા ગાળાની અને ફ્લોટિંગ રેટ (RLLR/EBR) આધારિત હોય છે, તેથી આ વધારાની સૌથી મોટી અને લાંબી અસર હોમ લોન ધારકો પર પડે છે.
• નવા વ્યાજ દરો: જો તમારી લોન RLLR સાથે લિંક્ડ છે, તો બેંકો વ્યાજ દર તાત્કાલિક ૦.25% વધારી દેશે.
• મુદત અથવા EMI વધશે: મોટાભાગની બેંકો માસિક હપ્તો (EMI) સરખો રાખવા માટે લોનની મુદત (બાકી રહેલા મહિના) વધારી દે છે. જો લોનની મુદત વધારવી શક્ય ન હોય (જેમ કે રિટાયરમેન્ટની ઉંમર નજીક હોય), તો દર મહિનાનો EMI વધી જશે.
• ખર્ચમાં મોટો વધારો: 20 કે 30 વર્ષની લોનમાં ૦.25% નો વધારો પણ લાંબા ગાળે લાખો રૂપિયાનું વ્યાજ વધારી દે છે.
ઉદાહરણ તરીકે જોઈ તો ₹30 લાખની હોમ લોન હોય તો 25 વર્ષની કુલ મુદત, જેમાંથી પાંચ વર્ષ પૂરા થયા છે અને હાલનો વ્યાજ દર 8% છે) ના આધારે વ્યાજ દરમાં ૦.25% નો વધારો (નવો દર 8.25%) થવાથી તમારા પર નીચે મુજબની અસર પડશે.
અહીં તમારી લોનની બાકી મુદત 20 વર્ષ (240 મહિના) રહેલી છે. જો આપણે ₹30 લાખને આજની બાકી રકમ ગણીને ચાલીએ, તો તમારી પાસે બે વિકલ્પો રહેશે.
તેમા પ્રથમ વિકલ્પમાં જો તમે દર મહિનાનો EMI વધારવાનું પસંદ કરો છો. જો તમે લોનની મુદત ૨૦ વર્ષ જ રાખવા માંગો છો અને માસિક હપ્તો વધારો છો તો તમારો હાલનો EMI ₹25,093 પ્રતિ મહિને હોય તો 8.25 % વ્યાજે નવા EMI આશરે ₹25,562 પ્રતિ મહિને ચૂકવવા પડશે આમ દર મહિને તમારે ₹469 વધુ ચૂકવવા પડશે. આગામી 20 વર્ષમાં આશરે ₹1,12,500 જેટલું વધારાનું વ્યાજ બેંકને ચૂકવવું પડશે.
જો તમે EMI સરખો રાખીને મુદત (Tenure) લંબાવો છો (બેંકો આ જ કરે છે)
જો તમે દર મહિને ₹25,093નો જ હપ્તો ચાલુ રાખવા માંગો છો, તો બેંક તમારા લોનની મુદત વધારી દેશે: તમારી લોનની બાકી મુદત 20 વર્ષ (240 મહિના) થી વધીને આશરે 251 મહિના થઈ જશે. આની અસર જોઈએ તો તમારી લોન જે 20 વર્ષમાં પૂરી થવાની હતી, તે હવે આશરે એક વર્ષ વધુ ચાલશે નુકસાનમાં જોઈએ તો આ વિકલ્પમાં દર મહિને બોજ નથી લાગતો, પરંતુ લોન લાંબી ચાલવાને કારણે તમે વ્યાજ પેટે ઘણી મોટી રકમ આશરે ₹2.75 લાખથી વધુ રકમ ચૂકવી દો છો.
Auto/Car Loan પર અસર
કાર કે બાઇક લોન સામાન્ય રીતે ટૂંકા ગાળાની ત્રણથી પાંચ વર્ષની હોય છે.
નવા ગ્રાહકો માટે: જો તમે નવી કાર લોન લેવાનું વિચારી રહ્યા છો, તો બેંકો તમને ઊંચા વ્યાજ દર ઓફર કરશે, જેના કારણે શરૂઆતથી જ તમારો EMI થોડો વધારે આવશે.
ચાલુ લોન પર અસર: ભારતમાં મોટાભાગની ઓટો લોન ફિક્સ્ડ રેટ (Fixed Rate) પર આપવામાં આવે છે. જો તમારી ઓટો લોન ફિક્સ્ડ રેટ પર ચાલતી હશે, તો ચાલુ લોન ધારકોના EMI પર કોઈ અસર થશે નહીં. પરંતુ જો તે ફ્લોટિંગ રેટ પર હશે તો હપ્તો વધી જશે.
Personal Loan પર અસર
પર્સનલ લોન એ 'અનસિક્યોર્ડ લોન' (કોઈ ગેરંટી વગરની લોન) હોવાથી બજારમાં તેના વ્યાજ દરો પહેલેથી જ ખૂબ ઊંચા (૧૦% થી ૨૪%) હોય છે.
ધિરાણ મોંઘું થશે: રેપો રેટ વધતા નવી પર્સનલ લોન લેવી વધુ મોંઘી બનશે. બેંકો પોતાના પ્રોફિટ માર્જિનને જાળવી રાખવા વ્યાજ દરમાં ૦.૨૫% કે તેનાથી વધુનો પણ વધારો કરી શકે છે.
ચાલુ લોન: ઓટો લોનની જેમ જ પર્સનલ લોન પણ મોટાભાગે ફિક્સ્ડ રેટ પર જ હોય છે, તેથી જેમની લોન ચાલુ છે તેમને સામાન્ય રીતે કોઈ ફેરફાર વેઠવો પડતો નથી.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર




