ડોલરની માગ પર RBIની બ્રેક, રૂપિયાને મોટી રાહત!
ડોલર સામે રૂપિયો 1% ઉછળીને ₹95.74 પર પહોંચ્યો, ઓઈલ કંપનીઓ માટે સીધા ડોલર અને મોંઘા હેજિંગથી બજારમાં અસર

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડોલરની માગને નિયંત્રિત કરવા માટે નવા નીતિગત પગલાં લેવાયા પછી સોમવારે ભારતીય રૂપિયામાં અંદાજે 1 ટકાની જોરદાર તેજી નોંધાઈ હતી. આ તેજથી રૂપિયા પર થોડા સમય માટે દબાણ ઘટ્યું છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો લગભગ 6.5 ટકા નબળો થઈ ગયો છે. સોમવારે રૂપિયો 1 ટકા મજબૂત થઈને 95.74 પ્રતિ ડોલરે પહોંચી ગયો હતો. શુક્રવારે તે 96.73 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. એશિયાની અન્ય કરન્સીની સરખામણીમાં રૂપિયાનો દેખાવ ઘણો સારો રહ્યો.
રૂપિયાને તૂટતો રોકવા RBIએ લીધા પગલાં
ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે રૂપિયા પર દબાણ નાંખતા બે મુખ્ય કારણોને નિયંત્રિત કરવા માટે અનેક ઉપાયોની જાહેરાત કરી હતી. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ઓઈલ કંપનીઓની ડોલરની માગ સતત વધી રહી હતી. આથી ડોલરની માગ પર નિયંત્રણ મૂક્યું. રૂપિયામાંવધુ ઘટાડાની આશંકાના પગલે ઈમ્પોર્ટર્સ અને અન્ય કંપનીઓ ભવિષ્યમાં ડોલરની ખરીદી માટે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સનો ઉપયોગ વધારી રહ્યા હતા. આથી RBIએ કરન્સી હેજિંગ પર કડકાઈ કરી. વધુમાં કંપનીઓને રદ કરાયેલા રૂપિયા સંબંધિત ડેરિવેટિવ સોદા ફરીથી બૂક કરતા રોકવામાં આવી. આ સિવાય અવાસ્તવિક લેવડ-દેવડવાળા સોદાની મર્યાદામાં કાપ. વાસ્તવિક કારોબારી જોખમ વિના કરાયેલા વિદેશી કરન્સી લેવડ-દેવડની મર્યાદા ઘટાડવામાં આવી. કેટલાક વિદેશી કરન્સી કોન્ટ્રાક્ટ માટે બેન્કોને 20 ટકા રોકડ રકમ અલગ રાખવી ફરજિયાત કરાયું. આ ઉપાયોનો આશય ડોલરની સટ્ટાની માગ અને રૂપિયામાંઘટાડાથી બચવા માટે વધી રહેલી હેજિંગ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો છે.
આયાતકારો માટે હેજિંગ મોંઘું થયું
બેન્કરો મુજબ RBIના નવા રોકડ રકમ અનામત રાખવા સંબંધિત નિયમોથી આયાતકારોની વિદેશી કરન્સીના હેજિંગ ખર્ચમાં લગભગ 80થી 150 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. વાસ્તવિક ખર્ચ એ બાબત પર નિર્ભર કરશે કે બેન્ક વધારાનો ખર્ચનો કેટલો હિસ્સો ગ્રાહકો પર નાંખે છે. આ નિયમ વસ્તુઓ અને સેવાઓની આયાત જેવા ચાલુ ખાતા સાથે સંકળાયેલી લેવડ-દેવડના હેજિંગ પર લાગુ થશે. બીજીબાજુ ભારતીય રોકાણમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ની હેજિંગ જેવા મૂડી ખાતા સંબંધિત લેવડ-દેવડ તેનાથી બહાર રહેશે.
રુપિયામાં તેજીનું કારણ
વિશ્લેષકો મુજબ રૂપિયામાં વધુ ઘટાડાની આશંકાના પગલે કંપનીઓએ પાછલા મહિને વિક્રમી સ્તર પર ફોરવર્ડ ડોલર ખરીદ્યા હતા. તેનાથી બજારમાં ડોલરની માગ વધી હતી. આ સ્થિતિએ એક ચક્ર બનાવી દીધું હતું. તેનાથી રૂપિયામાં ઘટાડાની આશંકા વધી હતી. કંપનીઓએ ભવિષ્યમાં ડોલરની ચૂકવણીને સુરક્ષિત કરવા માટે હેજિગ વધાર્યું. ડોલરની વધારાની માગથી રૂપિયા પર દબાણ વધ્યું હતું. જેથી રૂપિયાના સંભવિત ઘટાડા અંગે ચિંતાઓ વધી ગઈ હતી. RBIના નવા નિયમે આ ચક્ર તોડવા અને રૂપિયામાં તાત્કાલિક રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય વેપારીઓ મુજબ સોમવારે સરકારી બેન્કોના માધ્યમથી ડોલરની વેચવાલી કરીને RBIએ પણ રૂપિયાને મજબૂત કરવા માટે વિદેશી કરન્સી બજારમાં હસ્તક્ષેપ કર્યો હોઈ શકે છે.
રૂપિયામાં આવેલી તેજી કેટલી ટકશે?
હાલ રૂપિયામાં આવેલી તેજી અંગે વિશ્લેષકો સાવધ છે. તેમનું માનવું છે કે માત્ર હેજિંગ નિયમોમાં ફેરફારથી ભારતના પેમેન્ટ સંતુલન પર પડનારું મૂળ દબાણ ખતમ નહીં થાય. અર્થશાસ્ત્રીઓ મુજબ RBIના પગલાંથી રૂપિયામાં તાત્કાલિક તેજી આવી શકે છે, પરંતુ ત્યાર પછી ચલણ થોડાક સમય સુધી મર્યાદિત દાયરામાં કારોબાર કરી શકે છે. આ ઉપાયોથી રૂપિયામાં ઘટાડા પર દાવ લગાવવો મોંઘું થશે, પરંતુ તેનાથી પેમેન્ટ સંતુલનની મૂળભૂત સમસ્યાઓ દૂર નથી થતી. કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે પેમેન્ટ સંતુલન પર વ્યાપક દબાણ ઓછું નહીં થાય તો RBIના પગલાંની પ્રારંભિક અસર સમાપ્ત થયા પછી રૂપિયામાં ધીમે ધીમે ફરી ઘટાડો આવી શકે છે. બેન્કે રૂપિયામાં મધ્યમ સમયની નરમાઈનું પોતાનું અનુમાન જાળવી રાખ્યું છે.
ભારતના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો
ભારતનું ફોરેક્સ રિઝર્વ 2 ઓક્ટોબર સુધી ઘટીને 734 અબજ ડોલર રહી ગયું, જ્યારે સપ્ટેમ્બરમાં તે વિક્રમી 785 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. આ ભંડાર વધારામાં વિદેશોમાં રહેતા ભારતીયો પાસેથી મૂડી આકર્ષવા માટે ઉઠાવાયેલા નીતિગત પગલાં અને બેન્કો તથા સરકારીકંપનીઓની વિદેશી ઉધારીથી 140 અબજ ડોલરથી વધુનું યોગદાન મળ્યું હતું.
રોકાણકારો અને વેપારીઓ માટે અસર
RBIના પઈમ્પોર્ટર માટે ડોલર ખરીદવા અને કરન્સી જોખમોથી બચવાનો ખર્ચ વધી શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ માટે ડોલરની મોટી જરૂરિયાત રૂપિયા પર દબાણ જાળવી રાખી શકે છે. રૂપિયામાં સ્થિરતા વિદેશી રોકાણનું વાતાવરણ સારું બનાવી શકે છે, પરંતુ તેની ગેરેન્ટી નથી. રૂપિયામાં નરમાઈ ચાલુ રહે તોક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય આયાતી વસ્તુઓનો ખર્ચ પર દબાણ વધી શકે છે. કરન્સી બજારના વેપારીઓ માટે RBIના પગલાંથી રૂપિયામાં ઘટાડા પર દાવ લગાવવાનો ખર્ચ વધી શકે છે અને નજીકના સમયમાં ઉતાર-ચઢાવનું સ્વરૂપ બદલાઈ શકે છે.
RBIના નવા પગલાંથી રૂપિયાને તાત્કાલિક રાહત મળી છે અને ડોલરની વધારાની માગને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ રૂપિયાની લાંબાગાળાની દિશા એ બાબત પર નિર્ભર કરશે કે ક્રૂડ ઓઈલના ભાવ, ડોલરની માગ, વિદેશી મૂડી પ્રવાહ અને ભારતનું પેમેન્ટ સંતુલન કઈ દિશામાં જાય છે. હાલ રૂપિયાની તેજીને સ્થાયી સુધાર માનવાના બદલે શરૂઆતી નીતિગત પ્રતિક્રિયાના રૂપમાં જોવા વધુ યોગ્ય હશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર




