KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદ મેટ્રોમાં હવે પાર્કિંગથી પણ કમાણી! 10 સ્ટેશન પર ફ્રી સુવિધા બંધ

અમદાવાદના 10 મેટ્રો સ્ટેશનો પાસે અત્યાર સુધી ઉપલબ્ધ મફત પાર્કિંગની જગ્યાએ હવે ‘પે એન્ડ પાર્કિંગ’ શરૂ કરવાની યોજના છે. 3,542થી વધુ વાહનોની ક્ષમતા ધરાવતા આ પાર્કિંગમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે અલગ-અલગ ચાર્જ વસૂલાશે.

desk@kuberanowPublished On : 14 Oct 2026
અમદાવાદ મેટ્રો
Ahmedabad MetroAI Generated Image

અમદાવાદમાં મેટ્રો દ્વારા મુસાફરી કરતા લોકો માટે હવે પાર્કિંગનો ખર્ચ વધવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશનો પાસે અત્યાર સુધી ઉપલબ્ધ મફત પાર્કિંગની જગ્યાએ ‘પે એન્ડ પાર્કિંગ’ શરૂ કરવાની યોજના બનાવી છે. આ સ્થળોએ 3,500થી વધુ વાહનો પાર્ક થઈ શકે છે, પરંતુ હવે મુસાફરોએ પોતાના વાહન માટે ચાર્જ ચૂકવવો પડશે.


10 મેટ્રો સ્ટેશનો પાસે પે એન્ડ પાર્કિંગ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનો નજીકના ખાલી પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવરંગપુરામાં 3, સાબરમતીમાં 3, વસ્ત્રાલમાં 2, એસ.પી. સ્ટેડિયમ પાસે 2 અને રામોલ પાસે 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે.આ તમામ 10 સ્થળોએ કુલ 3,342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા છે. જોકે, મફત પાર્કિંગને બદલે હવે અહીં ‘પે એન્ડ પાર્કિંગ’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


કોન્ટ્રાક્ટરો મારફતે વસૂલાશે પાર્કિંગ ચાર્જ

આ પાર્કિંગ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને આશરે ₹13,000થી ₹50,000ના માસિક ભાડે સોંપવાની યોજના છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરો વાહનચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલશે. ટુ-વ્હીલર માટે ₹5થી ₹50 અને ફોર-વ્હીલર માટે ₹15થી ₹120 સુધીનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.


રોજના મુસાફરોના ખિસ્સા પર વધશે બોજ

મેટ્રોમાં મુસાફરી કરતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો સામાન્ય રીતે પોતાના વાહનોને લાંબા સમય સુધી પાર્ક કરીને રાખે છે. આ કારણે 8થી 10 કલાક વાહન પાર્ક કરનાર મુસાફરોને દરરોજ આશરે ₹25થી ₹70 સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ વધારાના ખર્ચને કારણે મેટ્રો દ્વારા નિયમિત મુસાફરી કરતા લોકોના દૈનિક પરિવહન ખર્ચમાં વધારો થશે અને તેમના ખિસ્સા પર સીધી અસર પડી શકે છે.


આ પણ વાંચો :દિવાળી પહેલાં રિટેલ બિઝનેસમાં તેજી! ₹7 લાખ કરોડથી વધુના વેપારની આશા

આ પણ જુઓ:


Share Link
WhatsAppFacebookXLinkedIn