KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગીર જંગલ બાદ બરડા બન્યું 17 સિંહોનું Second Home

ગીર બહાર એશિયાઈ સિંહોના કુદરતી વિસ્તારના વિસ્તરણ વચ્ચે બરડા વન્યજીવ અભ્યારણ્ય મહત્વનું આશ્રયસ્થાન બની રહ્યું છે. નવા અભ્યાસ મુજબ અહીં સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વ માટે યોગ્ય આવાસ, શિકાર અને પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.

desk@kuberanowPublished On : 12 Oct 2026
ગીર જંગલ
Barda AI Generated Image

ગીરનાં જંગલને એશિયાઈ સિંહોનું પરંપરાગત ઘર માનવામાં આવે છે, પરંતુ હવે સિંહો ગીરની બહાર પણ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહો માટે નવા આશ્રયસ્થાન તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડામાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.


બરડા અભ્યારણ્યમાં હાલ 17 સિંહો

192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા બરડા વન્યજીવ અભ્યારણ્યમાં હાલમાં 17 સિંહો વસવાટ કરે છે. આશરે 144 વર્ષ બાદ સિંહોએ અહીં કુદરતી રીતે ફરી વસવાટ કર્યો હતો. શરૂઆતમાં એક નર સિંહ બરડામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ માદા સિંહોને અહીં લાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આવેલી ખડકાળ ટેકરીઓ અને વિવિધ પ્રકારની વનસ્પતિ સિંહોના રહેઠાણ માટે મહત્વપૂર્ણ બની રહી છે.


1.69 લાખથી વધુ GPS લોકેશનથી થયો અભ્યાસ

“Beyond Gir: Barda Wildlife Sanctuary as a Potential Stronghold for Asiatic Lions” નામનો અભ્યાસ PLOS Oneમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ દરમિયાન છ સિંહો, એક નર અને પાંચ માદાને રેડિયો કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2023થી જુલાઈ 2025 દરમિયાન તેમના 1.69 લાખથી વધુ GPS લોકેશન મેળવવામાં આવ્યા. અભ્યાસના તારણો મુજબ સિંહો બરડાના જંગલોમાં આવેલા ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. સિંહો પોતાની હોમ રેન્જ સ્થાપિત કરી રહ્યા છે અને સામાજિક જોડાણો પણ વિકસાવી રહ્યા છે.


સિંહો માટે શિકારનો આધાર વધારવા ચિતલ છોડાયા

બરડામાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે શિકારનો આધાર જાળવવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2025–26 દરમિયાન ગીર વન્યજીવ અભ્યારણ્યમાંથી 441 ચિતલ બરડાના જંગલમાં છોડવામાં આવ્યા હતા. વર્ષ 2007થી અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં ચિતલ બરડામાં છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંબરનું સંવર્ધન કરીને તેને પણ જંગલમાં છોડવામાં આવે છે.


ઇકો-ટૂરિઝમથી પ્રવાસીઓ અને રોજગારીમાં વધારો

બરડા વન્યજીવ અભ્યારણ્યમાં વર્ષ 2024માં ઇકો-ટૂરિઝમ શરૂ કરવામાં આવ્યું હતું. તેના પરિણામે સ્થાનિક લોકો માટે નેચર ગાઇડ અને સફારી ઓપરેટર તરીકે રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. પ્રથમ વર્ષે બરડા અભ્યારણ્યમાં 2,271 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 2025–26માં આ સંખ્યા વધીને 3,359 થઈ હતી. એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં 48%નો વધારો નોંધાયો હતો.


આ પણ વાંચો : 16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Autosales

તહેવારો પહેલાં ગુજરાતના Auto Marketમાં ધરખમ તેજી: EVનું વેચાણ 62.7% વધ્યું

Navaratri Festival Economy

Navratri Festival Economy: ગરબાની તાળીથી કરોડોનો કારોબાર; પ્રીમિયમ પાસથી ફેશન–ફૂડ સુધી નવરાત્રિનું બદલાતું અર્થતંત્ર

Govt

સરકારી વાહન ખરીદીમાં 'પદ'નું મહત્વ ઘટ્યું, હવે કામગીરી અને ઉપયોગિતા નક્કી કરશે પસંદગી

surat

સુરતવાસીઓ માટે ખુશખબર! વડોદરા-ભરૂચ થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન

nps

NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ

NAVRATRI

ગુજરાતના 5 યાત્રાધામોમાં નવ દિવસ નવરાત્રિની ભવ્ય ઉજવણી થશે, સરકારે ₹2.90 કરોડ મંજૂર કર્યા

giftcity

GIFT Cityમાં હવે ડોલર, યુરો અને પાઉન્ડમાં રોકાણ સાથે મળશે જીવન વીમો

MSME

Gujarat MSME Policy: નાના ઉદ્યોગકારો થશે માલામાલ! સરકાર આપશે મૂડી સહાય, AI ટ્રેનિંગ અને સબસિડી