KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

CSEET Result 2026: ગુજરાતના 1,059 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદના 7 વિદ્યાર્થીઓ દેશના ટોપ 25માં

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના 7 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 25 ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે.

Kuberanow DeskPublished On : 16 Nov 2026
CSEET Result 2026
AI Image

CSEET Result 2026: કંપની સેક્રેટરી (CS) બનવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) દ્વારા ઓક્ટોબર 2026માં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. દેશના ટોપ 25 ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદના 7 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાં પાંચ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ ગુજરાતના કુલ 1,059 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થઈને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક બન્યા છે.


CSEETમાં ગુજરાતના 1,059 સહિત દેશભરના 9,199 વિદ્યાર્થીઓ પાસ

ભારત સરકાર હેઠળની વૈધાનિક સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) દ્વારા ઓક્ટોબર સેશનની CSEET પરીક્ષાનું પરિણામ રવિવારે (15 નવેમ્બર 2026) જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 9,199 વિદ્યાર્થીઓ પાસ થયા. ગુજરાતમાંથી 1,059 વિદ્યાર્થીઓએ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ હવે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે લાયક બન્યા છે.


અમદાવાદના 7 વિદ્યાર્થીઓનો ટોપ 25 ઓલ ઈન્ડિયા રેન્કમાં સમાવેશ

અમદાવાદમાંથી કુલ 7 વિદ્યાર્થીએ દેશના ટોપ 25 ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે. જેમાં ભૂમી નરવાનીએ ચોથો, ઓમ પર્યાનીએ 8મો, તાનિયા કેવરામાનીએ 9મો, દેવાંશી ભાવસારે 14મો, જ્હાનવી ગુપ્તાએ 17મો, ધ્રુવ અગ્રવાલે 18મો અને નિધિ મહેતાએ 25મો રેન્ક મેળવ્યો છે. આમ કુલ સાત વિદ્યાર્થીઓમાં પાંચ યુવતીઓ છે.


નવી મુંબઈની ભક્તિ શાહ દેશમાં પહેલા, ભોપાલના અભિમન્યુ બીજા ક્રમે

CSEET ઓક્ટોબર 2026ના પરિણામમાં નવી મુંબઈના પરીક્ષા કેન્દ્રથી પરીક્ષા આપનાર ભક્તિ શાહે સમગ્ર દેશમાં પહેલો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. જ્યારે ભોપાલના અભિમન્યુ રાજપુતાએ બીજો રેન્ક અને નાગપુરની મંજરી જોશીએ ત્રીજો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. આમ, દેશના પહેલા ત્રણ રેન્કમાં નવી મુંબઈ, ભોપાલ અને નાગપુરના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. અમદાવાદની ભૂમી નરવાની ચોથા ક્રમે રહી છે.


CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ માટે CSEET મહત્ત્વપૂર્ણ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે ત્રણ સેશનમાં કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવાની હોય છે. અગાઉ આ પરીક્ષા ફાઉન્ડેશન પ્રોગ્રામ પરીક્ષા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ કંપની સેક્રેટરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે CSEETની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. ઓક્ટોબર સેશનની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ હવે CS અભ્યાસક્રમના આગળના તબક્કા એટલે કે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકશે.


આગામી CSEET પરીક્ષા પહેલીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

ઓક્ટોબર સેશનનું પરિણામ જાહેર થયા બાદ હવે ICSI દ્વારા આગામી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. આગામી પરીક્ષા પહેલીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની છે. CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ આગામી તક રહેશે.

આ પણ વાંચો: વિશ્વ ક્રિકેટમાં જય શાહનો દબદબો, બીજી વખત ICCના ચેરમેન બન્યા

આ પણ વાંચો:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Panchmahal

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

Gujarat Vehicle Sales

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન

 Ahmedabad AMC Hikes DA

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

Vibrant Gujarat 2027

ગુજરાતનું ધોલેરા બનશે સેમિકન્ડક્ટર હબ! હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ સહિતની સુવિધાઓથી સજ્જ થશે, રોકાણકારોનું ધ્યાન ખેંચશે

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાશે ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર

GST Refund Rules

GST Refund Rules: નાના ઉદ્યોગોને મોટી રાહતની આશા, ટેક્સ ક્રેડિટના રિફંડમાં ફેરફારથી વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે

gujarat gas cng price hike 5 rupees per kg new rates

Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ

Amul Buttermilk Shrinkflation

અમૂલની છાશમાં 'શ્રિંકફ્લેશન'નો ઝટકો! ભાવ એ જ, પણ પાઉચમાં હવે મળશે ઓછી છાશ