KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધતા અને સ્થાનિક ક્વોટા ઘટતા કંપનીએ સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેની સીધી અસર સામાન્ય વાહનચાલકો પર પડશે.

desk@kuberanowPublished On : 16 Nov 2026
gujarat gas cng price hike 5 rupees per kg new rates
AI

Gujarat Gas CNG price hike: મોંઘવારીના માહોલ વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા પણ CNG ના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપનીએ સીએનજીના ભાવમાં સીધો પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કર્યો છે.


આ નવા ભાવ વધારા બાદ ગુજરાત ગેસના CNG નો ભાવ પ્રતિ કિલો 88.76 રૂપિયાથી વધીને હવે 93.76 રૂપિયા પર પહોંચી ગયો છે. આ નવા ભાવ આજ રાત્રે 12 વાગ્યાથી જ અમલમાં આવી જશે. એટલે કે આજ રાતથી જ વાહનચાલકોએ ગેસ ભરાવવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ 18 ઓગસ્ટના રોજ પણ ગુજરાત ગેસ દ્વારા ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરાયો હતો, જેથી ભાવ 85.01 થી વધીને 88.76 રૂપિયા થયો હતો. આમ, આશરે 4 મહિનાના ટૂંકા ગાળામાં ફરીથી સીએનજી મોંઘો થયો છે.


દિવાળી બાદ સતત વધી રહેલી મોંઘવારીમાં આ ભાવ વધારો સામાન્ય માણસની કમર તોડી નાખશે. રિક્ષા, ટેક્સી અને સીએનજી કાર ચલાવતા લોકોને હવે સીધો આર્થિક ફટકો પડશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ અદાણી ગેસે માત્ર 13 દિવસમાં બે વખત ભાવ વધારીને (23 ઓક્ટોબરે 4.45 રૂપિયા અને 5 નવેમ્બરે 2.03 રૂપિયા) સીએનજીનો ભાવ 100 રૂપિયાની સપાટી પાર કરાવી 100.77 રૂપિયા સુધી પહોંચાડી દીધો હતો. સતત થઈ રહેલા આ વધારાને કારણે હવે સીએનજી અને પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ એક સમાન સ્તરે પહોંચી ગયા છે.


આ ભાવ વધારા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થયેલો તોતિંગ ઉછાળો સૌથી મોટું કારણ છે. ફેબ્રુઆરી 2026 માં સ્પોટ LNG ના ભાવ જે 10 થી 12 યુએસ ડોલર આસપાસ હતા, તે અત્યારે વધીને 30 યુએસ ડોલર સુધી પહોંચી ગયા છે, જેના લીધે આયાતી ગેસનો આર્થિક બોજ ઘણો વધ્યો છે.


આ ઉપરાંત, નવા કૂવાના ગેસની અછત અને 19 ઓક્ટોબર 2026 ના પરિપત્ર મુજબ સ્થાનિક ગેસ (HPHT અને NWG) ના ક્વોટામાં થયેલા ઘટાડાના કારણે સસ્તા ગેસની ઉપલબ્ધતા ઘટી છે. મુખ્ય ઉત્પાદકો તરફથી ગેસના પુરવઠામાં સતત કાપ મુકાઈ રહ્યો હોવાથી કંપનીને મોંઘા વૈકલ્પિક સ્રોતો પર આધાર રાખવો પડે છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ગ્રાહકોને ગેસનો પુરવઠો સતત મળતો રહે અને ખરીદી ખર્ચ સરભર થાય તે હેતુથી કંપનીએ પોતે મોટો ખર્ચ ઉઠાવીને આ મર્યાદિત ભાવ વધારો કરવો જરૂરી બન્યો હતો.


આ પણ વાંચોઃ તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Panchmahal

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

Gujarat Vehicle Sales

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન

 Ahmedabad AMC Hikes DA

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

Vibrant Gujarat 2027

ગુજરાતનું ધોલેરા બનશે સેમિકન્ડક્ટર હબ! હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ સહિતની સુવિધાઓથી સજ્જ થશે, રોકાણકારોનું ધ્યાન ખેંચશે

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાશે ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર

CSEET Result 2026

CSEET Result 2026: ગુજરાતના 1,059 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદના 7 વિદ્યાર્થીઓ દેશના ટોપ 25માં

GST Refund Rules

GST Refund Rules: નાના ઉદ્યોગોને મોટી રાહતની આશા, ટેક્સ ક્રેડિટના રિફંડમાં ફેરફારથી વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે

Amul Buttermilk Shrinkflation

અમૂલની છાશમાં 'શ્રિંકફ્લેશન'નો ઝટકો! ભાવ એ જ, પણ પાઉચમાં હવે મળશે ઓછી છાશ