KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Ayushman Bharat: આયુષ્માન કાર્ડ ધારકોને ઝટકો, 112 રોગોની સારવાર ખાનગી હોસ્પિટલમાં બંધ

1 ડિસેમ્બર, 2026 થી અમલમાં આવનાર નવા નિયમ મુજબ હવે મોતિયાથી લઈને ગંભીર સર્જરીઓ સુધીની 112 બીમારીઓની મફત સારવાર ફક્ત સરકારી હોસ્પિટલો પૂરતી જ સીમિત રહેશે.

desk@kuberanowPublished On : 14 Nov 2026
Ayushman Bharat Yojana 112 Diseases Private Hospital Ban
AI

Ayushman Bharat: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવારનો લાભ લેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની હોસ્પિટલોમાં મળતી હતી. પરંતુ હવે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા આયુષ્માન કાર્ડ ધારકોની ચિંતા વધારી દીધી છે. આ નવા નિયમ મુજબ હવે 112 પ્રકારના રોગોની સારવાર ખાનગી હોસ્પિટલોમાં થશે નહીં, આ તમામ પેકેજો હવે ફક્ત સરકારી હોસ્પિટલો માટે જ અનામત કરી દેવામાં આવ્યા છે. જોકે આ હજુ પ્રસ્તાવિત છે અને આગામી 1 ડિસેમ્બરથઈ લાગુ થઈ શકે છે.


112 સારવાર પેકેજો હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં

પ્રાપ્ત અહેવાલો અનુસાર, અત્યાર સુધી આ યોજના હેઠળ 23 પ્રકારના રોગોના સારવાર પેકેજો પહેલેથી જ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા હતા. હવે આ યાદીનો વિસ્તાર કરીને તેમાં બીજા નવા 89 પેકેજો ઉમેરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 112 રોગોના સારવાર પેકેજો હવે સંપૂર્ણપણે સરકારી હોસ્પિટલો પૂરતા જ મર્યાદિત થઈ જશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા રાજ્યના આરોગ્ય અધિકારીઓને આ નવી વ્યવસ્થા 1 ડિસેમ્બર, 2026 થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ થઈ શકે છે.


કઈ-કઈ બીમારીઓની સારવાર પર અસર પડશે?

આ 112 પેકેજોની યાદીમાં સામાન્ય ડે-કેર સારવારથી લઈને મોટી સર્જરીઓ સુધીનો સમાવેશ થાય છે. તેમાં મોતિયાનું ઓપરેશન, ગ્લુકોમાની સારવાર, કાન-નાક-ગળા (ENT) ની પ્રક્રિયાઓ, સામાન્ય સર્જરી, સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્ર (જેમ કે હાઈ-રિસ્ક ડિલિવરી, ગર્ભાશયની સર્જરી-હિસ્ટરેકટમી, મેડિકલ ગર્ભપાત-MTP), ઓર્થોપેડિક્સ (ફ્રેક્ચરની સારવાર), તેમજ ગંભીર બીમારીઓ જેવી કે સ્વાદુપિંડનો સોજો, આલ્કોહોલિક લિવર ડિસીઝ, ચિકનગુનિયા, ઝાડા, તીવ્ર બ્રોન્કાઇટિસ, હેપેટાઇટિસ, મેલેરિયા, ગંભીર એનિમિયા, બાયોપ્સી, સિસ્ટ્સ અને ફિસ્ટુલાની સર્જરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મનો-વર્તણૂકીય સમસ્યાઓ, માનસિક વિકૃતિઓ, ચિંતા, તણાવ વ્યવસ્થાપન, મૂડ ડિસઓર્ડર અને ADHD જેવી માનસિક સ્વાસ્થ્ય સારવારો પણ હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ મફત ઉપલબ્ધ રહેશે.


સરકારી હોસ્પિટલો સામે સૌથી મોટો પડકાર

આ યોજનામાં કરાયેલો આ ફેરફાર સરકારી હોસ્પિટલોની માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) અને તબીબી સ્ટાફ માટે એક બહુ મોટી કસોટી સાબિત થશે. મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં પહેલાથી જ દર્દીઓનો ભારે ધસારો હોય છે, અને ઘણી જગ્યાએ અદ્યતન તબીબી સાધનો, નિષ્ણાત ડૉક્ટરો અને પૂરતી માળખાગત સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું આયુષ્માન કાર્ડ ધરાવતા લાખો ગરીબ દર્દીઓને હવે સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સમયે અને યોગ્ય ગુણવત્તાવાળી સારવાર મળી શકશે ખરી?


અંતિમ નિર્ણય રાજ્ય સરકારોના હાથમાં

જોકે, NHA એ આ પેકેજો સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવાનો આદેશ તો આપી દીધો છે, પરંતુ તેને પોતાના રાજ્યમાં અમલમાં મૂકવો કે કેમ, તેનો અંતિમ નિર્ણય અને વિવેકાધિકાર રાજ્ય સરકારોના હાથમાં સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારો ઈચ્છે તો પોતાના નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલોમાં કેટલીક અથવા બધી જ સંબંધિત સારવારો ચાલુ રાખવાની મંજૂરી આપી શકે છે. તેથી આયુષ્માન કાર્ડ ધારકોને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ સારવાર લેતા પહેલાં તેમના રાજ્યમાં યોજનાના વર્તમાન નિયમો અને સંબંધિત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૂરેપૂરી તપાસ કરી લેવી.


આ પણ વાંચોઃ ₹12 લાખ લમ્પ સમ કે ₹6,000 ની SIP: 15 વર્ષમાં કયું રોકાણ બનાવશે તમને વધુ અમીર?


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn