Bank Holiday : આવતા અઠવાડિયે બેંકો કેટલા દિવસ બંધ? RBIએ જાહેર કર્યું લિસ્ટ, ફટાફટ જાણી લો
આવતા અઠવાડિયે બેંકોનું કામકાજ સામાન્ય રહેશે, 11થી 17ઓક્ટોબર દરમિયાન દેશભરમાં કોઈ નેશનલ હોલિડે નહીં; માત્ર રવિવાર અને ત્રિપુરામાં મહાસપ્તમીનું સ્થાનિક વેકેશન

ઓક્ટોબર મહિનામાં તહેવારોની હારમાળા વચ્ચે બેંકિંગ કામકાજને લઈને ગ્રાહકોમાં રજાઓની મૂંઝવણ રહેતી હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા હોલિડે કેલેન્ડર મુજબ, આવતા સપ્તાહે (11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર) ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે રાબેતા મુજબ ચાલુ રહેશે.
આવતા અઠવાડિયે માત્ર 11 ઓક્ટોબરે રવિવારની નિયમિત સાપ્તાહિક રજા રહેશે. તે સિવાય 17 ઓક્ટોબર એ મહિનાનો ત્રીજો શનિવાર હોવાથી દેશભરની તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સંપૂર્ણ સમય માટે ખુલ્લી રહેશે. માત્ર ત્રિપુરા (અગરતલા) જેવા પૂર્વોત્તર રાજ્યમાં 17 ઓક્ટોબરે ‘દુર્ગાપૂજા / મહાસપ્તમી’ નિમિત્તે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે.
આવતા સપ્તાહનું બેંક શિડ્યુલ (11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર)

મોટી રજાઓ ક્યારે આવશે?
બેંકોમાં તહેવારોની લાંબી રજાઓ આવતા અઠવાડિયા પછી એટલે કે 19 ઓક્ટોબરથી શરૂ થશે.
19 ઓક્ટોબર (સોમવાર): મહાઅષ્ટમી / મહાનવમી (પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા સહિત 12 રાજ્યોમાં રજા)
20 ઓક્ટોબર (મંગળવાર): દશેરા / વિજયાદશમી (ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત દેશભરમાં બેંકો બંધ)
24 ઓક્ટોબર (શનિવાર): ચોથો શનિવાર (દેશભરમાં બેંકો બંધ)
ડિજિટલ સેવાઓ અવિરત ચાલુ રહેશે
બેંક શાખાઓ બંધ હોય તેવા દિવસોમાં પણ UPI, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ એપ્લિકેશન્સ અને ATM સેવાઓ 2કલાક અવિરત કાર્યરત રહેશે. ચેક ક્લિયરિંગ, લોન ડિસ્બર્સમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ કે કેશ ડિપોઝિટ જેવા ફિઝિકલ કાઉન્ટર વર્ક માટે ગ્રાહકો આવતા સપ્તાહે કોઈપણ અડચણ વગર પોતાનું આયોજન કરી શકે છે.
આ પણ વાંચો : NPS-OPS રૂપાંતરણમાં ગુજરાતનો ઐતિહાસિક રેકોર્ડ! 19 હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ
આ પણ જુઓ :
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




