ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો
સિનેમાની ટિકિટ સાથે ખરીદાતી પોપકોર્નની બકેટ હોય કે ઘરે ફિલ્મ જોતી વખતે ખોલાતું તૈયાર પોપકોર્નનું પેકેટ મનોરંજનની સાથે બિઝનેસની તક પણ બની રહ્યો છે. ભારતમાં બદલાતી જીવનશૈલી, ઘરેલું મનોરંજન અને સરળતાથી ખાઈ શકાય એવા નાસ્તાની માંગ પોપકોર્ન બજારને વિસ્તારી રહી છે. IMARC Groupના રિપોર્ટ મુજબ, ભારતમાં પોપકોર્ન બજારનું કદ 2025માં $390.1 મિલિયન રહ્યું હતું.

આપણે ફિલ્મ જોતા હોઈએ ત્યારે એક હાથમાં પ્રેમિકા કે પત્નીનો હાથ હોય કે ના હોય, એક હાથમાં મોબાઈલ તો બીજા હાથમાં પોપકોર્નનું પેકેટ જરૂર હોય છે. ફિલ્મ જોવા જઈએ એટલે ફૂડ કાઉન્ટર પરથી પોપકોર્ન તો અચૂક ખરીદીએ છીએ. નાના બાળકોથી લઈ આધેડ કે વયોવૃદ્ધ લોકો પણ રેડી-ટુ-ઈટ એવા પોપકોર્નની મોજ માણવામાં કોઈ કસર બાકી રાખતા નથી. હેલ્ધી કહી શકાય તેવી આદત પાછળ હજારો કરોડો રૂપિયાનો બિઝનેસ ધમધમે છે.
પોપકોર્નની માંગને ફિલ્મો, રમતગમતની ઇવેન્ટ્સ અને સામાજિક મેળાવડાઓનો છેલ્લા ઘણા વર્ષોથી ટેકો રહ્યો છે. મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોની લોકપ્રિયતા સાથે ઘરે મનોરંજન માણવાના વિકલ્પો પણ બજાર માટે મહત્વપૂર્ણ બન્યા છે. જેમાં એક સૌથી મહત્વનું કારણ પોપકોર્નનું ધૂમ વેચાણ પણ છે. જેના પરિણામે પોપકોર્નનું વેચાણ માત્ર સિનેમાઘરના કાઉન્ટર સુધી મર્યાદિત રહ્યું નથી; ઘર માટે ખરીદાતા નાસ્તામાં પણ તેની હાજરી વધી રહી છે. વ્યસ્ત કામકાજ અને સમયની અછત ધરાવતા ગ્રાહકો માટે તૈયાર નાસ્તો સુવિધાજનક વિકલ્પ છે. IMARC દ્વારા Popcorn વજનમાં હલકો, સાથે લઈ જવામાં સરળ અને વિવિધ પ્રસંગે ખાઈ શકાય એવો હોવાથી માંગમાં જોરદાર વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રેડી-ટુ-ઈટ પેકેટ ઉપરાંત ઘરે ઝડપથી બનાવી શકાય તેવા માઇક્રોવેવ પોપકોર્ન પણ ગ્રાહકોની પસંદગીમાં આગળ રહ્યાં છે.
સિનેમાઘરો, શોપિંગ મોલ્સ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પોપકોર્નનું ચલણ ઝડપથી વધ્યું છે. ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને માર્કેટિંગ કન્સલટન્સી કંપની IMARCના અંદાજ મુજબ, ભારતમાં પોપકોર્ન બજારનું કદ 2025ના $390.1 મિલિયન (હાલનાં ભાવ મુજબ 3700થી વધુ કરોડ રૂપિયા)થી વધીને 2034 સુધીમાં $695.1 મિલિયન (હાલનાં ભાવ મુજબ 6600થી વધુ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે. 2026થી 2034 દરમિયાન બજારમાં સરેરાશ 6.30%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (CAGR) વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ બજારમાં માઇક્રોવેવ પોપકોર્ન અને તૈયાર ખાઈ શકાય તેવા રેડી-ટુ-ઈટ પોપકોર્નનો સમાવેશ થાય છે. ગ્રાફ મુજબ, આગામી વર્ષોમાં બંને શ્રેણીના બજારનું કદ વધવાની અપેક્ષા છે.

બટરના પરંપરાગત સ્વાદથી આગળ ચોકલેટ, ચીઝ, કેરેમલ સહિતનાં અનેક વિકલ્પો ગ્રાહકોની પસંદગીઓને આકર્ષે છે. બજારમાં ઘણી કંપનીઓ નવા અને સ્પેશિયલ ફ્લેવર સાથે પોપકોર્નની નવી વેરાયટી લૉન્ચ કરી રહી છે. બિઝનેસની દૃષ્ટિએ આ વિવિધતા એક જ ઉત્પાદનને અલગ ગ્રાહકવર્ગ સુધી પહોંચાડવાની તક આપે છે. ડિસ્ટ્રિબ્યુશનમાં પણ વિકલ્પો વધ્યાં છે. હાઇપરમાર્કેટ, સુપરમાર્કેટ, કન્વીનિયન્સ સ્ટોર અને ઑનલાઇન માધ્યમોથી પોપકોર્ન સરળતાથી ઉપલબ્ધ બન્યાં છે. ગ્રાહક સિનેમાઘરમાં ખરીદી કરે કે ઘર માટે ઑર્ડર આપે, બંને પરિસ્થિતિમાં કંપની માટે વેચાણની તક સર્જાતી જાય છે. મોટા મલ્ટિપ્લેક્સ પણ પોપકોર્નને વિવિધ વેરાયટીમાં પીરસી આડેધડ કિંમત વસૂલતી જોવા મળી છે. તો બીજી બાજુ ગ્રાહકો પણ દુકાનદારોની મોં માંગ્યે કિંમત આપી દેતા હોય છે.
હાલમાં આધુનિક પેકેજિંગ પોપકોર્નના ઉત્પાદનની જાળવણી અને શેલ્ફ લાઇફ સુધારવામાં મદદરૂપ બન્યાં છે. રિપોર્ટ મુજબ, તૈયાર નાસ્તાના બિઝનેસમાં પ્રોડક્શન ગ્રાહક સુધી યોગ્ય સ્થિતિમાં પહોંચે તે માટે પેકેજિંગનું મહત્વ ઘણું રહે છે. સ્વાસ્થ્ય અંગે સજાગ ગ્રાહકોમાં હોલ ગ્રેન અને ફાઇબર ધરાવતા નાસ્તા પ્રત્યે રસ પણ બજારને ટેકો આપે છે. જોકે, સાદા પોપકોર્ન અને અતિશય બટર, મીઠું કે ખાંડ ઉમેરેલા ફ્લેવર્ડ પોપકોર્નનું ન્યૂટ્રિશન વેલ્યૂ એકસરખી ગણવામાં આવતા નથી.
IMARCએ બજારને પ્રકાર, વિતરણ માધ્યમ અને અંતિમ ગ્રાહકના આધારે વર્ગીકૃત કર્યું છે. પ્રકાર પ્રમાણે માઇક્રોવેવ અને રેડી-ટુ-ઈટ પોપકોર્ન મુખ્ય શ્રેણીઓ છે. આગામી વર્ષોમાં સુવિધા, સ્વાદ અને ઉપલબ્ધતાનું સંયોજન આ નાસ્તાના બિઝનેસની દિશા નક્કી કરવામાં મહત્વનું રહેશે.
આ પણ વાંચો: કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો
આ પણ જુઓ:
Also Read

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું

Bank Holiday : આવતા અઠવાડિયે બેંકો કેટલા દિવસ બંધ? RBIએ જાહેર કર્યું લિસ્ટ, ફટાફટ જાણી લો




