KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના વાયુ પ્રદૂષણ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પરિવહન ક્ષેત્રને દેશના 40% વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ગણાવ્યું છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
Nitin Gadkari Says Transport Causes 40% Air Pollution
AI Image

Air Pollution: દેશમાં વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આયોજિત 14મી CII બાયોએનર્જી સમિટમાં તેમણે જણાવ્યું કે, 'પરિવહન મંત્રી તરીકે તેઓ દેશના 40 ટકા વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું. ભારતમાં રસ્તાઓની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ વાહનોની વધતી સંખ્યાને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે.'


ઓટોમોબાઇલ ઉદ્યોગ ₹14 લાખ કરોડથી ₹22 લાખ કરોડે પહોંચ્યો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'મારા મંત્રીપદ સંભાળ્યું ત્યારે ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગનું કદ આશરે 14 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 22 લાખ કરોડ રૂપિયા થયું છે. ભારત ઓટોમોબાઇલ ઉદ્યોગમાં વિશ્વના સાતમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચ્યું છે. આ દરમિયાન ભારતે જાપાનને પણ પાછળ છોડ્યું છે. જોકે, વાહનોની વધતી સંખ્યા પ્રદૂષણની સમસ્યાને ગંભીર બનાવી રહી છે.'


ગોબરધન યોજના હેઠળ 3,000 પ્લાન્ટ બનાવવાની કામગીરી

પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બાયોએનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ગોબરધન યોજના હેઠળ દેશમાં આશરે 3,000 પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી 250 પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે લગભગ 200 પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.


તેમણે પરાળી સળગાવવાની સમસ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, 'પરાળી સળગાવવાનું બંધ થાય તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળી શકે છે.'


ઇથેનોલથી વિમાનોનું ઇંધણ બનાવવાની શક્યતા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'ઇથેનોલમાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) બનાવી શકાય છે. ઉપરાંત ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલથી ચાલતા જનરેટર તથા ટ્રેક્ટર એન્જિન પર પણ કામ ચાલી રહ્યું છે.


તેમણે ઔદ્યોગિક કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસ દ્વારા મેળવેલા હાઇડ્રોજનનો ઉપયોગ કરીને યુરિયા બનાવવાની ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'ભારત દર વર્ષે આશરે 6 લાખ કરોડ રૂપિયાનું યુરિયા આયાત કરે છે. સ્થાનિક ઉત્પાદનની ટેકનોલોજી સફળ થાય તો આયાત ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે.'


LPGમાં 40% DME ભેળવવાનો વિકલ્પ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડાઇમિથાઇલ ઇથર (DME)ને LPGના વિકલ્પ તરીકે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમના જણાવ્યાનુસાર, LPGમાં 40% સુધી DME ભેળવી શકાય છે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે. સરકાર ઇથેનોલ, મિથેનોલ, બાયોડીઝલ, LNG અને હાઇડ્રોજન જેવા ઇંધણને પ્રોત્સાહન આપવા પર કામ કરી રહી છે. આ પ્રયાસોનો હેતુ પ્રદૂષણ ઘટાડવો, ઇંધણનો ખર્ચ ઓછો કરવો અને સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે.

આ પણ વાંચો: Budget 2027-28: LPGથી કાચા માલ સુધી ટેક્સ ઘટાડવાની માંગ, મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઓ દ્વારા નાણામંત્રી સમક્ષ મૂક્યા પ્રસ્તાવ!

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Aviation Industry

ભારતમાં વિમાનોની અછત! વધુ 1,000 વિમાન ખરીદવાની તૈયારી, શું હવે વિદેશની ફ્લાઇટ્સ વધશે?

QUAD Summit

QUAD Summit: પીએમ મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ મુલાકાત! ટેકનોલોજી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા પર ભાર

Instagram in India to Recommend Less Sensitive Content

સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ

MS Dhoni Net Worth

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

India Electronics Exports

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

MS Dhoni Retirement

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Film

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’