KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસ 44% વધીને 31.97 અબજ ડૉલર થઈ છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
India Electronics Exports
AI Image

India Electronics Exports: ભારત હવે માત્ર સ્માર્ટફોન બનાવવામાં જ નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક્સના વિવિધ ઉત્પાદનોની નિકાસમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના પહેલા છ મહિનામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 44 ટકા વધીને 31.97 અબજ ડૉલર થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ નિકાસ 22.20 અબજ ડૉલર હતી. આ વૃદ્ધિમાં સ્માર્ટફોનની સાથે સર્કિટ બોર્ડ, મેમરી ચિપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનો મોટો ફાળો રહ્યો છે.


સ્માર્ટફોનની નિકાસ 18.17 અબજ ડૉલર સુધી પહોંચી

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ 35.8 ટકા વધીને 18.17 અબજ ડૉલર થઈ છે. અગાઉના વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 13.38 અબજ ડૉલર હતો. જોકે, કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો 60.3 ટકાથી ઘટીને 56.8 ટકા થયો છે.તેનું મુખ્ય કારણ અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસમાં વધુ ઝડપી વૃદ્ધિ છે.


સ્માર્ટફોન સિવાયના ઉત્પાદનોમાં 56.5%નો ઉછાળો

સ્માર્ટફોન સિવાયના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસ 8.81 અબજ ડૉલરથી વધીને 13.79 અબજ ડૉલર થઈ છે. આ કેટેગરીમાં 56.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં તેનો હિસ્સો 39.7 ટકાથી વધીને 43.2 ટકા થયો છે. આ આંકડા દર્શાવે છે કે ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ હવે માત્ર સ્માર્ટફોન સુધી મર્યાદિત રહી નથી.


સર્કિટ બોર્ડની નિકાસમાં 3,219%નો વધારો

માઉન્ટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને સંબંધિત પાર્ટ્સની નિકાસ 6.33 કરોડ ડૉલરથી વધીને 210 કરોડ ડૉલર થઈ છે. આ કેટેગરીમાં 3,219 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સિંગાપોર 187 કરોડ ડૉલકની નિકાસ સાથે સૌથી મોટું બજાર રહ્યું છે, જ્યારે ચીનમાં 11.15 કરોડ ડૉલરની નિકાસ થઈ છે.અન્ય પ્રકારના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની નિકાસ પણ 304 ટકા વધીને 86.41 કરોડ ડૉલર થઈ છે.


મેમરી ચિપ્સ અને સ્ટોરેજ ડિવાઇસની માંગ વધી

મેમરી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સની નિકાસમાં 2,333 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની નિકાસ 2.31 કરોડ ડૉલકથી વધીને 56.24 કરોડ ડૉલર થઈ છે. સોલિડ-સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસની નિકાસ 1,680 ટકા વધીને 26.05 કરોડ ડૉલર થઈ છે. આ ઉપરાંત નેટવર્ક ટ્રાન્સમિશન અને રાઉટિંગ સાધનોની નિકાસ 98 ટકા વધીને 1.45 અબજ ડૉલર થઈ છે.


ભારત માટે કયા દેશો મોટા બજાર બન્યા?

ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે સિંગાપોર, ચીન, હોંગકોંગ અને મલેશિયા મહત્વપૂર્ણ બજાર તરીકે સામે આવ્યા છે. મેમરી ચિપ્સ માટે મલેશિયા સૌથી મોટું બજાર રહ્યું છે, જ્યારે સર્કિટ બોર્ડ અને અન્ય ઉત્પાદનોની નિકાસમાં સિંગાપોર તથા ચીનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સરકારી આંકડા દર્શાવે છે કે વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની વધતી નિકાસ ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિસ્તરણનો સંકેત આપે છે.

આ પણ વાંચો: સોનું ખરીદતા પહેલા સાવધાન! 81%થી વધુ જ્વેલરી દુકાનોની છેલ્લા 5 વર્ષથી તપાસ નહીં, CAGનો રિપોર્ટ

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Aviation Industry

ભારતમાં વિમાનોની અછત! વધુ 1,000 વિમાન ખરીદવાની તૈયારી, શું હવે વિદેશની ફ્લાઇટ્સ વધશે?

QUAD Summit

QUAD Summit: પીએમ મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ મુલાકાત! ટેકનોલોજી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા પર ભાર

Instagram in India to Recommend Less Sensitive Content

સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ

MS Dhoni Net Worth

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

Nitin Gadkari Says Transport Causes 40% Air Pollution

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

MS Dhoni Retirement

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક

Ramayana Film

Ramayana Box Office: વીક-ડેમાં કમાણી ઘટી, છતાં ભારતમાં ₹800 કરોડની નજીક ‘રામાયણ’