ભારતમાં વિમાનોની અછત! વધુ 1,000 વિમાન ખરીદવાની તૈયારી, શું હવે વિદેશની ફ્લાઇટ્સ વધશે?
ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ તેની સામે વિમાનોની અછત જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત 1,200થી વધુ વિમાનોના ઓર્ડર આપી ચૂક્યું છે અને હવે વધુ 1,000 વિમાનોનો ઓર્ડર આપવા તૈયાર છે.

India Aviation Industry: ભારતમાં હવાઈ મુસાફરીની વધતી માંગ વચ્ચે વિમાનોની અછત મોટો પડકાર બની રહી છે. આ સમસ્યા દૂર કરવા ભારત વધુ 1,000 વિમાનોનો ઓર્ડર આપવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 16મી નવેમ્બર, 2026ના રોજ મિસ્રની રાજધાની કાહિરામાં આ માહિતી આપી હતી. તેમના જણાવ્યાનુસાર, ભારતને વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા 2,000થી વધુ વિમાનોની જરૂર છે.
1,200 વિમાનોના ઓર્ડર છતાં અછત કેમ?
ભારત વિશ્વના ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાં સામેલ છે. દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, જેના કારણે એરલાઇન્સને વધુ વિમાનોની જરૂર પડી રહી છે. ભારત પહેલેથી 1,200થી વધુ વિમાનોના ઓર્ડર આપી ચૂક્યું છે. જોકે, આ વિમાનોની ડિલિવરી આગામી વર્ષોમાં થવાની હોવાથી હાલની માંગ સામે અછત યથાવત્ છે.
વિમાન ઉત્પાદક કંપનીઓ સાથે ચર્ચા
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે,'સરકાર મોટી આંતરરાષ્ટ્રીય વિમાન ઉત્પાદક કંપનીઓ સાથે વહેલી ડિલિવરી માટે ચર્ચા કરી રહી છે.વધુ વિમાનો ઉપલબ્ધ થતાં દેશમાં ફ્લાઇટ્સની સંખ્યા વધારી શકાશે અને વિવિધ શહેરો વચ્ચે હવાઈ જોડાણ મજબૂત બનશે.'
શું વિદેશની ફ્લાઇટ્સ વધશે?
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને મિસ્ર વચ્ચે સીધી ફ્લાઇટ્સ વધારવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં મિસ્રની એરલાઇન EgyptAir બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ચલાવે છે. નવા વિમાનો મળ્યા બાદ વધુ આંતરરાષ્ટ્રીય સેવાઓ શરૂ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મિસ્રની બે દિવસની મુલાકાતે છે, જ્યાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે ચર્ચા થઈ રહી છે.
નોંધનીય છે કે, ભારતની મુખ્ય એરલાઇન્સ ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ એરબસ તથા બોઇંગને મોટા ઓર્ડર આપ્યા છે. એરબસની ભારતમાં બે ફાઇનલ એસેમ્બલી લાઇન છે. તેમાં એક સૈન્ય પરિવહન વિમાન અને બીજી હેલિકોપ્ટર ઉત્પાદન સાથે સંબંધિત છે. એરબસ અને બોઇંગ ભારતીય કંપનીઓ પાસેથી દર વર્ષે આશરે 2 અબજ ડોલરના પાર્ટ્સ અને સેવાઓ ખરીદે છે.
ભારતમાં પણ બનશે પેસેન્જર વિમાન?
બ્રાઝિલની વિમાન ઉત્પાદક કંપની એમ્બ્રેરે અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. તેના દ્વારા ભારતમાં પ્રાદેશિક વિમાન ઉત્પાદનની વ્યવસ્થા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારતનો હેતુ માત્ર વિદેશથી વિમાન ખરીદવાનો નથી,પરંતુ સ્થાનિક વિમાન ઉત્પાદન અને તેના પાર્ટ્સ બનાવવાની ક્ષમતા વધારવાનો પણ છે. જોકે, 1,000 નવા વિમાનોનો ઓર્ડર આપવાની તૈયારી છે; અંતિમ ઓર્ડરની પુષ્ટિ થઈ નથી. વધુ વિમાનો મળવાથી ફ્લાઇટ્સ વધવાની શક્યતા છે, પરંતુ હવાઈ મુસાફરી સસ્તી થશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
Also Read

QUAD Summit: પીએમ મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ મુલાકાત! ટેકનોલોજી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા પર ભાર

સરકારની કડકાઈ બાદ Metaએ ભારતમાં બદલ્યું અલ્ગોરિધમ, Instagram ફીડમાં હવે નહીં દેખાય આવું કન્ટેન્ટ

ક્રિકેટ બાદ બિઝનેસમાં MS Dhoniની મજબૂત પકડ! અંદાજે ₹1,200 કરોડની સંપત્તિ, 15થી વધુ કંપનીઓમાં રોકાણ

ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 44%નો ઉછાળો, સ્માર્ટફોન ઉપરાંત આ પ્રોડક્ટ્સની વધી માંગ

'દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર છું' કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ પર ભાર

MS Dhoni IPL Retirement: એમએસ ધોનીએ IPLને કહ્યું અલવિદા, ચેન્નાઈ સુપર કિંગ્સે સોંપી મોટી જવાબદારી

WAVES Film Bazaar 2026: ગોવામાં 20મી નવેમ્બરથી ફિલ્મ બિઝનેસનો મહાકુંભ,ભારતીય ફિલ્મોને મળશે ગ્લોબલ માર્કેટમાં તક




