સ્પેનની કંપની સાથે મોટી ડીલ થતાં Sigma Advancedના શેરમાં 5%ની અપર સર્કિટ, એક વર્ષમાં 360 ટકા રિટર્ન
ડિફેન્સ સેક્ટરની કંપની Sigma Advanced Systemsના શેરમાં 17 નવેમ્બરે 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીએ સ્પેનની EM&E Group સાથે ડિફેન્સ સિસ્ટમ્સ બનાવવા માટે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં આશરે 360 ટકાનું રિટર્ન આપ્યું છે.

Sigma Advanced Stock Hits: ભારતીય શેરબજારમાં ડિફેન્સ સેક્ટરના એક શેરે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. Sigma Advanced Systemsના શેરમાં મંગળવારે (17મી નવેમ્બર 2026) 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેર 917.75 રૂપિયા પર પહોંચ્યો હતો. કંપનીએ સ્પેનની Escribano Mechanical & Engineering (EM&E Group) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ (Joint Venture) રચવાની જાહેરાત કરતાં શેરમાં ખરીદી જોવા મળી હતી.
સ્પેનની કંપની સાથે ડિફેન્સ ક્ષેત્રે મોટી ભાગીદારી
Sigma Advanced Systemsએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, બંને કંપનીઓ ભારતમાં આધુનિક ડિફેન્સ સિસ્ટમ્સ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા સાથે કામ કરશે. આ સંયુક્ત સાહસનું મુખ્ય મથક ભારતમાં રહેશે અને તેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. Sigma પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથે જોડાયેલી કામગીરી સંભાળશે. જ્યારે EM&E Group ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં યોગદાન આપશે.
ભારતમાં બનશે આધુનિક ડિફેન્સ સિસ્ટમ્સ
EM&E Group સ્પેનની ડિફેન્સ અને સિક્યોરિટી ટેકનોલોજી કંપની છે. તે રિમોટ કંટ્રોલ વેપન સિસ્ટમ્સ, આર્ટિલરી, રોકેટ અને મોર્ટાર માટે ગાઇડન્સ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ અને રોબોટિક્સ જેવી ટેકનોલોજી પર કામ કરે છે. આ ભાગીદારી હેઠળ ભારતમાં આ સિસ્ટમ્સનું ઉત્પાદન, ટેકનોલોજીનું સ્થાનિકીકરણ અને નવી ડિફેન્સ સિસ્ટમ્સ વિકસાવવા પર ધ્યાન અપાશે.
ભારત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં વિસ્તરણની યોજના
કંપનીના જણાવ્યાનુસાર, આ સંયુક્ત સાહસમાં Sigmaની હાલની મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવશે. બંને કંપનીઓ સંયુક્ત સંશોધન અને વિકાસ (R&D) પર પણ કામ કરશે. શરૂઆતમાં ભારતીય ડિફેન્સ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ત્યારબાદ યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસની તકો શોધવામાં આવશે. આ ભાગીદારીથી ભારતમાં કુશળ રોજગારીની નવી તકો ઊભી થવાની પણ અપેક્ષા છે.
પાંચ વર્ષમાં શેરે આપ્યું 3,219% રિટર્ન
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

BSE Bankex Futuresને USની લીલી ઝંડી, ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અમેરિકન રોકાણકારોની એન્ટ્રી

2 વર્ષ બાદ ભારતીય બજારમાં FIIની ધમાકેદાર વાપસી: HDFC બેંક સહિત આ 10 શેરો પર જેફરીઝ તેજીમાં

Closing Bell: ક્રૂડમાં ઘટાડો, રિયલ્ટી અને બેન્કિંગમાં લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યાં

Stock Market closing | 17 November: BSE Sensex 427થી વધુ પોઇન્ટ ઉચકાયો, ઓટો, રિયલ્ટી, બેન્કો ઝળકી

NSEની માર્કેટ કેપ ₹5 લાખ કરોડને પાર! LICને પાછળ છોડી 10મા ક્રમે

અમેરિકાએ એડવાન્સ AI ચિપ્સના રિમોટ એક્સેસ પર પ્રતિબંધ મૂકતા ચાઇનીઝ AI કંપનીઓના શેરોમાં કડાકો

Tata Sonsના લિસ્ટિંગ પર RBI મક્કમ! Tata Chemicalsનો શેર 8% ઊછળ્યો, રોકાણકારોની આશા વધી





