1 સપ્ટેમ્બરથી ઈમિગ્રેશન પ્રક્રિયા થશે સરળ, હવે સ્માર્ટફોનમાં ઈ-બોર્ડિંગ પાસ બતાવી શકાશે
બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI)એ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે બોર્ડિંગ પાસની સમસ્યા દૂર કરી દીધી છે. વિદેશ જતાં મુસાફરોએ ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન પોતાના સ્માર્ટફોનમાં રહેલો ઈ-બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે

ગૃહ મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI)એ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે બોર્ડિંગ પાસની સમસ્યા દૂર કરી દીધી છે. ભારતીય એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન મુસાફરોને પડતી અગવડતા ઘટાડવાની પ્રક્રિયાને સરળ બનાવતા 1 સપ્ટેમ્બર 2026થી મુસાફરો સ્માર્ટફોનમાંથી ઈ-બોર્ડિંગ પાસ બતાવી શકશે. ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન ભૌતિક બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ મારવાની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે.
સ્માર્ટફોનમાં ઈ-બોર્ડિંગ પાસ રાખવો ફરજીયાત
નવી વ્યવસ્થા હેઠળ વિદેશ જતાં મુસાફરોએ ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન પોતાના સ્માર્ટફોનમાં રહેલો ઈ-બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે. એટલે કે મુસાફરોએ પોતાનો ડિજિટલ બોર્ડિંગ પાસ મોબાઇલ ફોનમાં સેવ રાખવો પડશે. જોકે, મુસાફરો પાસે ફિઝિકલ બોર્ડિંગ પાસ હશે તો પણ માન્ય ગણવામાં આવશે. હવે ઈમિગ્રેશન અધિકારીઓ તેના પર સ્ટેમ્પ નહીં મારે.

અગાઉ ફિઝિકલ બોર્ડિંગ પાસ પર ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયાને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત સ્ટેમ્પ યોગ્ય રીતે ન લાગવાથી અથવા ખોટી જગ્યાએ લાગવાથી બોર્ડિંગ પાસ પરની માહિતી વાંચવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બ્યુરો ઑફ ઈમિગ્રેશને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી ફિઝિકલ બોર્ડિંગ પાસ પર ફરજિયાત ઈમિગ્રેશન સ્ટેમ્પિંગની પ્રક્રિયા દૂર કરવાનો નિર્ણય લીધો છે.
સરકારના ડિજિટલાઇઝેશન તરફનું પગલું
સરકારના ડિજિટલાઇઝેશન તરફના પ્રયાસોમાં આને વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતીય પાસપોર્ટહોલ્ડરો માટે ઈમિગ્રેશન વખતે એન્ટ્રી અને એક્ઝિટ સ્ટેમ્પની પ્રક્રિયા પણ દૂર કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ માટે પ્રથમ તબક્કામાં પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જો પાઇલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આ વ્યવસ્થા દેશના અન્ય એરપોર્ટ પર પણ લાગુ કરવામાં આવી શકે છે. આ નવી વ્યવસ્થા ટૂંક સમયમાં સમગ્ર દેશમાં આવેલા ભારતીય એરપોર્ટ પર અમલમાં આવે તેવી શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: https://kuberanow.com/market/why-are-there-different-prices-for-the-same-ticket-in-a-flight-know-the-strategy-of-the-airline-company-2026082600005

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
