KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અતુલ્ય ભારતનું દર્શન કરાવશે મેક માય ટ્રીપ

પ્રવાસીઓ (ટુરિસ્ટ) રજાઓ દરમિયાન મનગમતા સ્થળે સ્થાનિક ગાઇડ અને નિષ્ણાતોની સાથે અલગ પ્રકારના અનુભવનો આનંદ લઈ શકશે.

KuberaNow
desk@kuberanowPublished On : 21 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Make My Trip and Ministry of Tourism
Dekho Apna DeshAI Generated Image

ભારતમાં પ્રવાસીઓ માટે હવે માત્ર સ્થળદર્શન જ નહીં, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા અને લોકો સાથે જોડાયેલા અનોખા અનુભવો મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ બનશે. પ્રવાસીઓને દેશના વિવિધ સ્થળોની સ્થાનિક ઓળખ અને વારસાનો નજીકથી અનુભવ કરાવવા માટે MakeMyTrip અને પ્રવાસન મંત્રાલયે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ દેશનાં 60થી વધુ શહેરોમાં 350થી વધુ ગાઇડેડ ટૂર MakeMyTripના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ટૂરની શરૂઆતની કિંમત માત્ર ₹500 રાખવામાં આવી છે.


Make My Trip and Ministry of Tourism


આ ગાઇડેડ ટૂરનું બુકિંગ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ સરકારના ‘Incredible India’ અને ‘Dekho Apna Desh’ અભિયાન સાથે જોડાયેલી છે. તેમાં ભારતના ઐતિહાસિક સ્થળો, હેરિટેજ, સંસ્કૃતિ, તહેવારો, આધ્યાત્મિકતા, સ્થાનિક ભોજન સાથે જોડાયેલા વિવિધ અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ (ટુરિસ્ટ) રજાઓ દરમિયાન મનગમતા સ્થળે સ્થાનિક ગાઇડ અને નિષ્ણાતોની સાથે અલગ પ્રકારના અનુભવનો આનંદ લઈ શકશે. ટૂરના કેટલોગમાં ચા ટેસ્ટિંગ, હેરિટેજ વૉક, સ્ટ્રીટ ફોટોગ્રાફી, સાયકલ રાઇડ, સ્થાનિક લોકો સાથેની મુલાકાત સહિતના અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Make My Trip and Ministry of Tourism


કઈ જગ્યાએ કેવા અનુભવો મળશે?

પાલમપુર: સ્થાનિક ચાના બગીચામાં ચા ટેસ્ટિંગનો અનુભવ

આગ્રા: હેરિટેજ પ્લે અને પતંગ ઉડાવવાનો અનુભવ

મસૂરી: રાત્રિના સમયે ઐતિહાસિક રસ્તાઓ પર ‘મસૂરી ઘોસ્ટ વૉક’

વારાણસી: ગંગા કિનારે સૂર્યોદય અને સાંજની આરતીનો અનુભવ

કોલકાતા: શહેરના રોજિંદા જીવનને સમજાવતો સ્ટ્રીટ ફોટોગ્રાફી ટૂર

સાલિગાંવ, ગોવા: ગામમાં વૉકિંગ ટૂર બાદ સ્થાનિક ઘરમાં ચાની ચૂસ્કી

જયપુર: કારીગરો સાથે મુલાકાત અને હાથથી બ્લોક પ્રિન્ટિંગનો અનુભવ

ગોવા: Salvador Do Mundo વિસ્તારમાં ઈ-સાયકલ રાઇડ માણવી

મુંબઈ: ધારાવી, ધોબીઘાટ, ડબ્બાવાલા અને ગેટવે ઑફ ઇન્ડિયાને આવરી લેતો ટૂર


Make My Trip and Ministry of Tourism


લોકલ ગાઇડને મળશે ડિજિટલ પ્લેટફોર્મ

ભારતમાં લોકલ ગાઇડની સેવા મેળવવા માટે અત્યાર સુધી સ્થળ પર પહોંચ્યા બાદ હોટેલ, મિત્રો, સ્થાનિકોની ભલામણ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે પ્રવાસન મંત્રાલય (Ministry of Tourism) અને મેક માય ટ્રીપ (MakeMyTrip)ની ભાગીદારીથી ટુરિસ્ટ (Tourist) પ્રવાસ પહેલાં જ ટૂર બુક કરી શકશે. આ પહેલથી પ્રવાસીઓને વધુ સારી રીતે પ્રવાસનું આયોજન કરવાની સુવિધા મળશે. સાથે જ સ્થાનિક ગાઇડ, નિષ્ણાતો અને સમુદાયોને પણ ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સીધા પ્રવાસીઓ સુધી પહોંચવાની તક મળશે.


Make My Trip and Ministry of Tourism


પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે લોકલ ગાઇડ, નિષ્ણાતો અને સમુદાયો ભારતની ટુરિઝમ વેલ્યૂ ચેઈનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ ભાગીદારી દ્વારા તેઓ ટુરિસ્ટ સાથે ભારતની સ્થાનિક કથાઓ અને અનુભવો વધુ અસરકારક રીતે શેર કરી શકશે. મેક માય ટ્રિપ અને પ્રવાસન મંત્રાલયની આ પહેલનો હેતુ પ્રવાસીઓને દેશના વિવિધ સ્થળોની સ્થાનિક ઓળખ સાથે જોડવાનો છે.

 

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM