KuberaNowLogo
Tuesday, 15/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાળ, કેટલા દિવસ કામકાજ બંધ રહેશે

આ રીતે 11 સપ્ટેમ્બરની હડતાળથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના સમયગાળામાં માત્ર એક દિવસ સામાન્ય બેન્કિંગ કામકાજ મળવાની શક્યતા છે. હડતાળ પાછળની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામકાજ લાગુ કરવાની છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Bank Strike
Bank StrikeAI Generated Image

બેંક યુનિયનો આજથી 'પાંચ દિવસીય બેંકિંગ સપ્તાહ'ની માંગ અને અન્ય પડતર મુદ્દાઓને લઈને દેશવ્યાપી હડતાળ પાળી રહ્યા છે. બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સાત યુનિયનોના સંગઠન 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ'એ 11 સપ્ટેમ્બરે એક દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે.

 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિતની જાહેર ક્ષેત્રની અનેક બેંકોએ ગ્રાહકોને જાણ કરી છે કે જો કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે તો શાખા અને કાર્યાલયની કામગીરી પ્રભાવિત થઈ શકે છે. બેંકોએ જણાવ્યું છે કે તેમણે કામગીરી ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરી છે, પરંતુ સાથે જ ચેતવણી પણ આપી છે કે કર્મચારીઓની સહભાગિતાના આધારે સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. હડતાળ પાછળની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામકાજ લાગુ કરવાની છે.

11 સપ્ટેમ્બરની હડતાળ બાદ 12 સપ્ટેમ્બર બીજો શનિવાર છે. બેન્કોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બર રવિવાર હોવાથી બેન્કોની નિયમિત સાપ્તાહિક રજા રહેશે. એટલે 11થી 13 સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ બ્રાન્ચ આધારિત બેન્કિંગ કામ પર અસર રહેશે. 14 સપ્ટેમ્બર સોમવારે પણ ગણેશ ચતુર્થી હોવાથી બેંક બંધ રહેવાની શક્યતા છે. ઘણા બધા રાજ્યોમાં ગણેશ ચતુર્થીની રજા રહેશે. આગામી પાંચ દિવસના સમયગાળામાં મોટાભાગના દિવસો બેન્કિંગ સેવાઓ પર અસર રહેશે. આ રીતે 11 સપ્ટેમ્બરની હડતાળથી શરૂ કરીને 15 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના સમયગાળામાં માત્ર એક દિવસ સામાન્ય બેન્કિંગ કામકાજ મળવાની શક્યતા છે.


ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે


બેન્ક શાખાઓ બંધ હોવા છતાં UPI, Mobile Banking, Net Banking અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. પરંતુ ચેક ક્લિયરન્સ, કેશ કાઉન્ટર, પાસબુક, KYC, લોન દસ્તાવેજો અથવા બ્રાન્ચમાં હાજરી જરૂરી હોય તેવા કામમાં વિલંબ થઈ શકે છે.

 

આ પણ વાંચો: BRICS Summit: પુતિનથી જિનપિંગ સુધીના 26 મહાનુભાવો ક્યારે આવશે ભારત


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM