IPO Allotment : 15 સપ્ટેમ્બરે આ 5 IPOનું થશે એલોટમેન્ટ, રોકાણકારો રાખે ખાસ નજર
શૅરના અલોટમેન્ટનું સ્ટેટસ રજિસ્ટ્રારની વેબસાઇટ અથવા BSE/NSE પોર્ટલ પરથી પોતાનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકશે.

પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ધમાકેદાર બિડિંગ પ્રક્રિયા બાદ રોકાણકારો માટે 15 સપ્ટેમ્બરનો દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલેલા મેઇનબોર્ડ તેમજ SME સેગમેન્ટના પાંચ મુખ્ય આઇપીઓનું એલોટમેન્ટ ફાઇનલ થવા જઈ રહ્યું છે.
આ દિવસે Steamhouse India, Asset Reconstruction Company (India), Rentomojo, Karamtara Engineering અને LCC Projects સહિત 5 IPOના એલોટમેન્ટની પ્રક્રિયા થવાની છે. IPO માટે અરજી કરનાર રોકાણકારો પોતાનું એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશે.
શેરબજારમાં જે રોકાણકારોએ આ ઇશ્યૂઓમાં બોલી લગાવી છે, તેઓ રજિસ્ટ્રારની વેબસાઇટ અથવા BSE/NSE પોર્ટલ પરથી પોતાનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકશે. જે અરજદારોને શેર ફાળવવામાં આવશે, તેમના ડિમેટ ખાતામાં 16 સપ્ટેમ્બર સુધીમાં શેર જમા થઈ જશે, જ્યારે અનસક્સેસફુલ અરજદારોના બ્લોક થયેલા રૂપિયા (UPI/ASBA મેન્ડેટ) રીવોક અથવા રીફંડ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
15 સપ્ટેમ્બરે કયા IPOનું એલોટમેન્ટ?
1. Steamhouse India Ltd.
Steamhouse Indiaના IPO માટે અરજી કરનારા રોકાણકારો માટે 15 સપ્ટેમ્બરે એલોટમેન્ટની પ્રક્રિયા થવાની છે. આ IPOમાં ₹81ના અપર પ્રાઇસ બેન્ડ સામે ₹20નું મજબૂત પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે આશરે 25% જેટલું રિટર્ન દર્શાવે છે.
2. Asset Reconstruction Company (India) Ltd.
Asset Reconstruction Company (India)ના IPOમાં ભાગ લેનારા રોકાણકારો પણ આ દિવસે એલોટમેન્ટ સ્ટેટસની રાહ જોઈ રહ્યા છે.
3. Rentomojo Ltd.
Rentomojo IPOનું એલોટમેન્ટ પણ 15 સપ્ટેમ્બરે થવાનું છે. ગ્રે માર્કેટમાં સૌથી વધુ ઉત્સાહ આ ઇશ્યૂમાં જોવા મળી રહ્યો છે, જેમાં પ્રતિ શેરે ₹138 આસપાસનું પ્રીમિયમ બોલાતાં રોકાણકારોને એક લોટ દીઠ આશરે ₹5,100 સુધીના લિસ્ટિંગ નફાની અપેક્ષા છે.
4. Karamtara Engineering
Karamtara Engineeringના IPO માટે અરજી કરનારા રોકાણકારો માટે પણ 15 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ તારીખ છે.
5. LCC Projects
LCC Projectsના IPOનું એલોટમેન્ટ પણ 15 સપ્ટેમ્બર, 2026ના રોજ થવાનું છે.
રોકાણકારો શું કરી શકે?
IPO માટે અરજી કરનાર રોકાણકારો એલોટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર અથવા સંબંધિત સ્ટોક એક્સચેન્જના માધ્યમથી પોતાનું એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે. જો શેર ફાળવવામાં આવ્યા હશે તો તે સંબંધિત ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

