IPO Market : આ સપ્તાહે રૂ. 24,500 કરોડના 11 નવા ઈશ્યુ આવશે
નવા ઈશ્યુમાં પાંચ મેઈનબોર્ડ અને છ SME સેગ્મેન્ટના છે. રૂ. 22,561.57 કરોડનો NSEનો IPO 17 સપ્ટેમ્બરે ખુલશે

મુંબઈ : ગણેશ ચતૂર્થીની રજાના કારણે ટૂંકું થયેલું આ ટ્રેડિંગ સપ્તાહ IPO બજાર માટે અત્યંત વ્યસ્ત રહેશે. આ સપ્તાહે બજારમાં પાંચ મેઈન બોર્ડ અને છ એસએમઈ IPO સાથે કુલ રૂ. 24,500 કરોડના ઈશ્યુ સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જેમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી તે NSEના IPOનો પણ સમાવેશ થાય છે. આ સપ્તાહે પ્રાઈમરી બજારમાં NSEના રૂ. 22,651.5 કરોડના IPOનું પ્રભુત્વ રહેશે. પ્રાઈમરી બજારમાં મેઇન બોર્ડ સેગ્મેન્ટમાં NSEના IPO સહિત કુલ પાંચ ઈશ્યુ ખુલશે જ્યારે એસએમઈ સેગ્મેન્ટમાં છ IPOમાં સબસ્ક્રિપ્શન ભરી શકાશે.
Shakti Polytarp IPO : આ IPO 15 સપ્ટેમ્બરે ખુલશે અને 17 સપ્ટેમ્બરે બંધ થશે. રૂ. 26.93 કરોડના IPOમાં પ્રતિ શેર રૂ. 56-59 ભાવથી 2,000 શેર લોટમાં આવી શકે છે. કંપનીના શેર BSE SME પર 22 સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે.
Quanto Agroworld IPO : કંપની આ IPO મારફત રૂ. 31.02 કરોડ એકત્ર કરવા માગે છે. ફાઈનલ ઈશ્યુ પ્રાઈસ પ્રતિ શૅર રૂ. 67 છે. લોટ સાઈઝ 2,000 શૅર છે. આ IPO પણ 15 સપ્ટેમ્બરે ખુલશે, 17 સપ્ટેમ્બરે ક્લોઝ થશે. કંપનીના શૅરોનું લિસ્ટિંગ BSE SME પર 22 સપ્ટેમ્બરે થઈ શકે છે.
SS Retail IPO : આ ઈશ્યુ 16 સ્ટેમ્બરે ખુલશે. તેની સાઈઝ રૂ. 500 કરોડ છે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શૅર રૂ. 403-424 અને લોટ સાઈઝ 35 શૅર છે. IPO 18 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીના શૅર NSE અને BSE પર 23 સપ્ટેમ્બરે શરૂ થઈ શકે છે.
Jindal Supreme IPO : પ્રાઈમરી માર્કેટમાં રૂ. 124.88 કરોડનો ઈશ્યુ 16 સપ્ટેમ્બરે ખુલશે અને 18 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શૅર 88-93 છે અને 161 શેરોનો લોટ લાગશે. કંપનીના શેર NSE અને BSE પર 23 સપ્ટેમ્બરે લિસ્ટ થવાની સંભાવના છે.
Hero Motors IPO : પ્રાઈમરી બજારમાં આ સપ્તાહે NSE પછી હિરો મોટર્સનો IPO સૌથી મોટો છે. કંપની IPO મારફત રૂ. 1,000 કરોડ એકત્ર કરવા માગે છે. આ IPO પણ 16 સપ્ટેમ્બરે ખુલશે, જેમાં 18 સપ્ટેમ્બર સુધી રૂ. 79-રૂ.84 પ્રતિ શૅરના પ્રાઈસ બેન્ડમાં બોલી લાગી શકશે. શૅરની લોટ સાઈઝ 178 છે. કંપનીનું લિસ્ટિંગ NSE અને BSE પર 23 સપ્ટેમ્બરે થશે.
NSE IPO : આ IPOની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ સપ્તાહે સૌથી મોટો IPO છે, રૂ. 22,561.70 કરોડનો ઈશ્યુ 17 સપ્ટેમ્બરે ખુલશે અને 21 સપ્ટેમ્બરે બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ પ્રતિ શૅર રૂ. 1700થી રૂ. 1,785 છે અને લોટ સાઈઝ 8 શેર છે. શેરોનું લિસ્ટિંગ BSE પર 24 સપ્ટેમ્બરે થઈ શકે છે.
SpectraA Technology Solutions IPO : કંપની IPO મારફત રૂ. 42.52 કરોડ એકત્ર કરવા માગે છે. આ ઈશ્યુ 17 સપ્ટેમ્બરે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ રૂ. 112થી રૂ. 118 પ્રતિ શૅર છે અને લોટ સાઈઝ 1,200 શૅર છે. IPOનું ક્લોઝિંગ 21 સપ્ટેમ્બરે થશે. કંપનીના શૅર NS-BSE પર 24 સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે.
Kheria Autocomp IPO : આ IPO 46.44 કરોડનો છે. તેનું ઓપનિંગ પણ 17 સપ્ટેમ્બરે અને ક્લોઝિંગ 21 સપ્ટેમ્બરે થશે. તેમાં રૂ. 96-101 પ્રતિ શૅરના ભાવે તથા 1,200 શૅરોના લોટમાંરોકાણ કરી શકાશે. શેરોનું લિસ્ટિંગ NSE SME પર 24 સપ્ટેમ્બરે થશે.
Sonaselection India IPO : કંપનીનો રૂ. 141.57 કરોડનો IPO 17 સપ્ટેમ્બરે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ રૂ. 94-99 પ્રતિ શૅર છે અને લોટ સાઈઝ 150 શૅર છે. ઈશ્યુ 21 સપ્ટેમ્બરે ક્લોઝ થશે. કંપનીનો શૅર NSE અને BSE પર 24 સપ્ટેમ્બરે લિસ્ટ થવાની શક્યતા છે.
Axiom Gas Engineering IPO : રૂ. 49.81 કરોડનો ઈશ્યુ 18 સપ્ટેમ્બરે ખુલશે અને 22 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ રૂ.50-રૂ.53 પ્રતિ શૅર છે જ્યારે લોટ સાઈઝ 2,000 શૅર છે. કંપનીનું લિસ્ટિંગ NSE અને BSE પર 25 સપ્ટેમ્બરે લિસ્ટ થવાની શક્યતા છે.
Sonaselection India IPO : કંપનીને IPO મારફત રૂ. 142 કરોડ ઊભા કરવાની આશા છે. કંપનીનો IPO 17 સપ્ટેમ્બરે ઓપન થશે અને 24 સપ્ટેમ્બરે બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ પ્રતિ શૅર રૂ. 94થી રૂ. 99 છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

