Jio Ipo Listing: Jioનો IPO લાગ્યો હોય તો શેર કેવી રીતે વેચશો? લિસ્ટિંગ ડે પર આ બાબતો ખાસ જાણો
Jio Platformsના શેરનું કાલે 28 ઑક્ટોબરે BSE અને NSE પર લિસ્ટિંગ થવાનું છે. IPO લાગ્યો હોય તો તે શેર Demat Accountમાં દેખાયા બાદ રોકાણકારો પોતાના બ્રોકેર એપમાંથી વેચી શકશે. લિસ્ટિંગ ડે પર શરૂઆતનો ભાવ કેવી રીતે નક્કી થાય છે અને શેર વેચતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે સમજવું જરૂરી છે.

Jio Platformsના IPOમાં જે રોકાણકારોને લાગ્યો છે તેના માટે હવે સૌથી મોટો દિવસ આવી ગયો છે. કંપનીના શેરનું 28 ઑક્ટોબરે BSE અને NSE પર લિસ્ટિંગ થવાનું છે. IPOનું પ્રાઈઝ બેન્ડ ₹1,065થી ₹1,119 હતું અને એક લોટમાં 12 શેર હતા. NSE પર શેરનો સિમ્બોલ JPL રહેશે.
સૌથી પહેલા ડિમેટ એકાઉન્ટ ચેક કરો
જો તમને IPOમાં એલોટમેન્ટ મળ્યું છે તો શેર 27 ઑક્ટોબરે ડિમેટ એકાઉન્ટમાં જમા થવાના હતા. બ્રોકર એપના હોલ્ડિંગ વિભાગમાં Jio Platforms અથવા JPL દેખાય છે કે નહીં તે પહેલા ચેક કરો. શેર હોલ્ડિંગમાં દેખાય પછી જ તેને વેચી શકાશે.
સવારે તરત વેચી શકાશે?
IPO શેર માટે સામાન્ય શેરોની જેમ સીધું 9:15 વાગ્યાથી ટ્રેડિંગ શરૂ થતું નથી. લિસ્ટિંગ ડે પર પહેલા સ્પેશિયલ પ્રી-ઓપન સેશન થાય છે. તેમાં સવારે 9 વાગ્યાથી ખરીદી અને વેચાણના ઓર્ડર લેવામાં આવે છે અને તેના આધારે શરૂઆતનો ભાવ નક્કી થાય છે. ત્યારબાદ લગભગ 10 વાગ્યાથી સામાન્ય ટ્રેડિંગ શરૂ થાય છે.
શેર કેવી રીતે વેચશો?
તમારા બ્રોકેર એપમાં જઈ:
- 1. Holdings ખોલો
- 2. Jio Platforms/JPL પસંદ કરો
- 3. Sell વિકલ્પ પસંદ કરો
- 4. કેટલા શેર વેચવા છે તે દાખલ કરો
- 5. Market અથવા Limit Order પસંદ કરો
- 6. જરૂરી authorisation પૂર્ણ કરીને ઓર્ડર લગાવો
માર્કેટ ઓર્ડરમાં ઉપલબ્ધ બજાર ભાવે શેર વેચાઈ શકે છે, જ્યારે લિમિટ ઓર્ડરમાં તમે ઓછામાં ઓછો કયો ભાવ જોઈએ છે તે નક્કી કરી શકો છો.
Listing Price પહેલા નક્કી હોય છે?
ના. IPOનું ઈસ્યૂ પ્રાઈઝ ₹1,119 હોય તો પણ શેર ₹1,119 પર જ ખુલશે એવું જરૂરી નથી. લિસ્ટિંગના દિવસે સવારે પ્રી-ઓપન સેશનમાં આવતા ખરીદી અને વેચાણના ઓર્ડર પરથી નક્કી થાય છે. એટલે શેર ઈસ્યૂ પ્રાઈઝ કરતાં ઉપર કે નીચે બંને જગ્યાએ લિસ્ટ થઈ શકે છે.
GMP જોઈને જ નિર્ણય લેવો?
Jio IPO માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ અંગે વિવિધ આંકડા ચાલી રહ્યા છે, પરંતુ GMP કોઈ સત્તાવાર ભાવ નથી. તે SEBI, NSE, BSE અથવા કંપની દ્વારા જાહેર થતો નથી અને વાસ્તવિક લિસ્ટિંગ ભાવ તેની સરખામણીએ વધુ કે ઓછો હોઈ શકે છે. એટલે માત્ર GMPના આધારે વેચવા કે રાખવાનો નિર્ણય કરવો યોગ્ય નથી.
લિસ્ટિંગ ડે પર વેચશો તો ટેક્સ?
જો IPOમાં મળેલા શેર Listing Day પર અથવા 12 મહિનાની અંદર વેચવામાં આવે અને તેમાં નફો થાય તો સામાન્ય રીતે તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ગણાય છે. હાલ સૂચિબદ્ધ શેર પર લાગુ જોગવાઈઓ મુજબ આવા ટૂંકા ગાળાના નફા પર 20% ટેક્સ દર લાગુ થઈ શકે છે, સાથે લાગુ cess વગેરે અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તમને 12 શેર ₹1,119ના ભાવે મળ્યા હોય તો તમારી ખરીદી કિંમત ₹13,428 થાય છે. લિસ્ટિંગ ડે પર શેર તેનાથી ઊંચા ભાવે વેચાય તો ખરીદી અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત તમારો નફો ગણાશે, જેમાં બ્રોકરેજ, STT અને અન્ય લાગુ ખર્ચ પણ ધ્યાનમાં લેવા પડે છે.
આ પણ વાંચો: Q2 Result: L&Tનો નફો 33% વધીને ₹5,202 કરોડ, નવા ઓર્ડર ₹1.47 લાખ કરોડને પાર
શેર વેચવા કે રાખવા?
લિસ્ટિંગના દિવસે શેર વેચવા કે લાંબા સમય સુધી તેનું હોલ્ડિંગ કરવું તે દરેક રોકાણકારની રોકાણ યોજના, જોખમ લેવાની ક્ષમતા અને કંપનીના વેલ્યુએશન અંગેના અભિગમ પર આધાર રાખે છે. ખાસ કરીને લિસ્ટિંગ ડે પર ભાવમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. તેથી ઓર્ડર મૂકતા પહેલાં ભાવ, ક્વોન્ટીટી અને ઓર્ડર ટાઈપ ચકાસવું જરૂરી છે.
કઈ બાબતો પર નજર રાખવી?
રોકાણકારોએ સવારે પ્રી-ઓપર સેશનમાં બનતો indicative price, વાસ્તવિક લિસ્ટિંગ કિંમત, શરૂઆતના ટ્રેડિંગ વોલ્યુમ અને ઈસ્યૂ પ્રાઈઝ ₹1,119ની સામે કેટલો પ્રીમિયમ અથવા ડિસ્કાઉન્ટ મળે છે તેના પર નજર રાખવી જોઈએ. Jio Platforms IPO કુલ 22.19 ગણો સબસ્ક્રાઈબ થયો હતો, જેમાં રિટેલ કેટેગરી 2.72 ગણી સબસ્ક્રાઈબ થઈ હતી. એટલે લિસ્ટિંગ ડે પર રોકાણકારોની રસ અને શરૂઆતની માંગ બંને મહત્વપૂર્ણ રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી

IPO Update | 30 October 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

સપ્ટે.ના કુલ મૂડી એકત્રીકરણમાં ડેટનો બે તૃતીયાંશ હિસ્સો; પબ્લિક બોન્ડ ઇશ્યૂ માત્ર ₹1,287 કરોડના

મેઇનબોર્ડ IPOનું સરેરાશ લિસ્ટિંગ રિટર્ન ઓગસ્ટના 28.5%થી ઘટીને સપ્ટે.માં 9.9% થયું

રાજકોટની પેકેજિંગ કંપની Antala Industriesના IPOમાં QIB હિસ્સો બે કલાકમાં 50 ગણાથી વધુ ભરાયો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platforms IPO Listing: દિવસ દરમિયાન NSE પર 1,424ની નવી હાઈ બનાવી





