Jio Platforms IPOની GMP ₹150ને પાર, આ તારીખે ખુલવાની પ્રબળ શક્યતા
Jio Platforms આશરે ₹36,600 કરોડનો IPO 21 ઓક્ટોબરે ખુલી શકે છે અને શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં GMP ₹150ને પાર ગયો હોવાનું જણાવાયું છે. જો આ કદનો ઇશ્યૂ આવે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.

Jio Platforms ભારતીય શેરબજારમાં અત્યાર સુધીના સૌથી મોટા IPOની લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ, કંપની 21 ઓક્ટોબરે આશરે ₹36,600 કરોડનો IPO લાવી કરી શકે છે, જ્યારે શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થવાની શક્યતા છે. જોકે, આ તારીખો અંગે કંપની તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
IPO પહેલા જ ગ્રે માર્કેટમાં ભારે ઉત્સાહ
હજુ તો IPOની તારીખ કે ઈશ્યૂ સાઈઝ જાહેર નથી થઈ તે પહેલા જ ગ્રે માર્કેટમાં પણ Jio Platforms IPOને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને GMP ₹150ને પાર પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે IPOની પ્રાઈઝ બેન્ડ શું રાખવામાં આવે છે.
ભારતનો સૌથી મોટો IPO બની શકે
જો Jio Platformsનો IPO આશરે ₹36,600 કરોડના કદ સાથે આવે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. હાલ સુધી આ રેકોર્ડ Hyundai Motor Indiaના નામે છે, જેણે 2024માં આશરે ₹27,930 કરોડનો IPO લાવ્યો હતો. તાજેતરમાં આવેલા NSEના આશરે ₹22,150 કરોડના IPO કરતાં પણ Jio Platformsનો સંભવિત ઇશ્યૂ મોટો રહેશે.
IPOની રકમનો ઉપયોગ દેવું ઘટાડવામાં થઈ શકે
રિપોર્ટ મુજબ, IPOમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો કંપનીની ટેલિકોમ યુનિટનું દેવું ઘટાડવા માટે વપરાય તેવી શક્યતા છે. Jio Platformsમાં Meta અને Google જેવી મોટી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ પણ રોકાણકાર તરીકે સામેલ છે.
આ પણ વાંચો: બે કંપનીઓ IPO માટે સજ્જ, Tanvi Exports અને Vardhman Appliancesએ SEBIમાં DRHP ફાઇલ કર્યા
ટેલિકોમ સાથે AI અને Cloud પર પણ ફોકસ
Jio Platformsનો વ્યવસાય માત્ર ટેલિકોમ સુધી મર્યાદિત નથી. કંપની AI, Cloud અને Enterprise Network જેવા ક્ષેત્રોમાં પણ કામ કરી રહી છે. આ કારણે IPO દ્વારા રોકાણકારોને ટેલિકોમ ઉપરાંત અન્ય ડિજિટલ વ્યવસાયોમાં પણ ભાગીદારી મેળવવાની તક મળી શકે છે.
IPO બજારમાં પહેલેથી જ તેજી
ભારતમાં આ વર્ષે IPO બજારમાં ભારે પ્રવૃત્તિ જોવા મળી છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન IPO મારફતે ઊભી કરાયેલી રકમ આ સમયગાળા માટે રેકોર્ડ સ્તરે પહોંચી હોવાનું જણાવાયું છે. PRIME Database મુજબ, લગભગ 250 કંપનીઓ IPO મારફતે કુલ ₹4.65 લાખ કરોડ ઊભા કરવાની તૈયારીમાં છે. આ યાદીમાં Carlsbergના ભારતીય વ્યવસાય અને Oyoની પેરેન્ટ કંપની Prism જેવા નામો પણ સામેલ છે. આવી સ્થિતિમાં Jio Platformsનો IPO પ્રાઇમરી માર્કેટમાં વધુ મોટી હલચલ ઊભી કરી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio IPO માટે વિદેશી રોકાણકારોમાં જોરદાર રસ, GMP ₹200ને પાર પહોંચી

HD Fire Protect IPOમાં તેજીનો માહોલ! 15% સબ્સ્ક્રિપ્શન સાથે GMPમાં 32% ઉછાળો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

હૃદય સ્ટેન્ટ બનાવતી ગુજરાતી કંપનીનો IPO આવી રહ્યો છે, 15 ઓક્ટોબરથી રોકાણની તક

15 ઓક્ટોબરે ખુલશે Bonfiglioli Transmissions IPO, જાણો કેટલા કરોડ કરશે એકત્ર?

Upcoming IPO: આ સપ્તાહે 8 ઇશ્યૂ ખુલશે, કંપનીઓ ₹11,000 કરોડ એકત્ર કરશે

આવતા અઠવાડિયે આવશે ₹5,000 કરોડનો Zetwerkનો IPO




