KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSEનો જંગી IPO બીજા દિવસે જ ભરાવવાની નજીક

NSEએ રોકાણકારોને આકર્ષવાનું જારી રાખ્યું છે. કંપનીમાં કંપનીમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો સંપૂર્ણ ભરાઈ ગયો છે

desk@kuberanowPublished On : 18 Sept 2026
NSE
AI GENERATED IMAGE

અમદાવાદઃ અગ્રણી એક્સ્ચેન્જ NSEનો જંગી IPO ખૂલ્યાના બીજા દિવસે જ સંપૂર્ણ ભરાઈ જવાને આરે આવ્યો છે. તે બીજા દિવસે 90 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે. આ બતાવે છે કે NSEએ રોકાણકારોને આકર્ષવાનું જારી રાખ્યું છે. કંપની રૂ. 22,568.94 કરોડનો IPO લઈને આવી છે. કંપનીમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો સંપૂર્ણ ભરાઈ ગયો છે.  કંપનીમાં રિટેલ રોકાણકારોનો 62 ટકા હિસ્સો ભરાયો છે.


ગ્રે માર્કેટમાં NSEના શેરના જીએમપીમાં ઘટાડો થયો છે. તેનું લેટેસ્ટ પ્રીમિયમ 8 ટકા છે. આ બતાવે છે કે તેનું પ્રીમિયમ ઘટ્યું છે. જો કે રોકાણકારોએ નોંધવું જોઈએ કે જીએમપી કંઈ બજારનું સત્તાવાર નિર્દેશક નથી. તે કંઈ ગેરંટેડ પ્રાઇસ કે વળતરની ખાતરી આપતું નથી. તેને કંપનીની નાણાકીય કામગીરી કે ફંડામેન્ટલ્સ સાથે સંબંધ નથી.


કંપનીએ 16 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થાનિક અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 6,746.2 કરોડ એકત્રિત કર્યા હતા. તેમા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) સૌથી મોટી રોકાણકાર છે. એનએસઇનું વેલ્યુએશન રૂ. 4.42 લાખ કરોડ છે, જેણે 189 એન્કર ઇન્વેસ્ટરોને 3.77 કરોડ ઇક્વિટી શેરોની ફાળવણી કરી છે. એક્સ્ચેન્જ વેલ્યુએશન સાથે જ બજારમૂલ્યની રીતે ટોચની 15 કંપનીમાં પ્રવેશી જશે. કંપનીનો આઇપીઓ 21 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. કંપની ઓફર ફોર સેલ દ્વારા વર્તમાન શેરધારકોને 12.64 કરોડ શેર ઓફર કરશે.


કંપનીનું પ્રાઇસ બેન્ડ રૂ. 1,700થી 1,785 છે. કંપનીનો આખો ઇશ્યૂ ઓફર ફોર સેલ છે. એક્સ્ચેન્જે રૂ. 70 કરોડના શેર તેના કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે. આ શેર તેઓને પ્રતિ શેર રૂ.170ના ભાવે એટલે કે દસ ગણા ડિસ્કાઉન્ટે ઓફર કરવામાં આવશે. આઇપીઓનું શેર એલોટમેન્ટ 22 સપ્ટેમ્બરે થશે અને જ્યારે બીએસઇ પર શેર 24 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થશે.


કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેએમ ફાઇનાન્શિયલ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા), જેપી મોર્ગન ઇન્ડિયા, SBI કેપિટલ માર્કેટ્સ, આનંદ રાઠી એડવાઇઝર્સ, અવેન્ડસ કેપિટલ, એક્સિસ કેપિટલ, ડેમ (DAM) કેપિટલ એડવાઇઝર્સ, ઇક્વિરસ કેપિટલ, HDFC બેંક, ICICI સિક્યોરિટીઝ, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, IIFL (IIFL) કેપિટલ સર્વિસીસ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ, પેન્ટોમાથ કેપિટલ એડવાઇઝર્સ અને 360 ONE WAM મર્ચન્ટ બેન્કર તરીકે કામ કરી રહ્યા છે.

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn