KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સચિન તેંડુલકર સમર્થિત Spinny ₹3,000 કરોડનો IPO લાવશે

વપરાયેલી કારના વેચાણનું પ્લેટફોર્મ Spinnyએ શેરબજારમાં પ્રવેશવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સચિન તેંડુલકરનું સમર્થન ધરાવતી કંપનીએ આશરે ₹3,000 કરોડ સુધીના Initial Public Offering (IPO) માટે SEBI સમક્ષ ગોપનીય રીતે દસ્તાવેજો ફાઈલ કર્યા છે. આ સાથે Spinny ભારતની જાહેર બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી સ્ટાર્ટઅપ કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે

desk@kuberanowPublished On : 22 Sept 2026
Spinny IPO
Spinny IPOAI Generated Image

ગુરુગ્રામ સ્થિત વપરાયેલી કારના વેચાણનું પ્લેટફોર્મ Spinnyએ શેરબજારમાં પ્રવેશવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સચિન તેંડુલકરનું સમર્થન ધરાવતી કંપનીએ આશરે ₹3,000 કરોડ સુધીના Initial Public Offering (IPO) માટે SEBI સમક્ષ ગોપનીય રીતે દસ્તાવેજો ફાઈલ કર્યા છે. આ સાથે Spinny ભારતની જાહેર બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી સ્ટાર્ટઅપ કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. Confidential pre-filing route હેઠળ કંપનીને IPOની સંવેદનશીલ વિગતો શરૂઆતના તબક્કામાં જાહેર કરવાની જરૂર રહેતી નથી. SEBIની સમીક્ષા અને જરૂરી સુધારા બાદ કંપની અપડેટેડ ડ્રાફ્ટ દસ્તાવેજ જાહેર કરશે. ત્યારબાદ જ ઇશ્યૂનું ચોક્કસ કદ, Fresh Issue અને OFSનું પ્રમાણ, પ્રાઇસ બેન્ડ તેમજ IPOની તારીખો સ્પષ્ટ થશે.

 

IPOમાંથી મળેલા નાણાં ક્યાં વપરાશે?

 

Spinnyના પ્રસ્તાવિત IPOમાં નવા શેર જારી કરીને ભંડોળ ઊભું કરવાની સાથે હાલના રોકાણકારોને આંશિક હિસ્સો વેચવાની તક મળી શકે છે. Fresh Issueમાંથી મળનારી રકમનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ, ટેક્નોલોજી, કાર રિફર્બિશમેન્ટ ક્ષમતા, કાર્યકારી મૂડી અને અન્ય સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે થઈ શકે છે. જોકે, ભંડોળના ઉપયોગ અંગેની અંતિમ વિગતો જાહેર દસ્તાવેજો આવ્યા બાદ જ સામે આવશે. કંપનીએ IPO માટે Kotak Mahindra Capital, Morgan Stanley અને Citigroupને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે જોડાયા હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે.

 

યુઝ્ડ-કાર બજારમાં મોટી તક

 

નાણાકીય વર્ષ 2024-25માં Spinnyની ઓપરેટિંગ આવક વધીને આશરે ₹4,656.83 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષમાં ₹3,730.01 કરોડ હતી. આમ કંપનીએ આવકમાં લગભગ 25%ની વૃદ્ધિ નોંધાવી હતી. Spinny કારની તપાસ, ખરીદી-વેચાણ, રિફર્બિશમેન્ટ, ફાઇનાન્સિંગ અને દસ્તાવેજીકરણ સહિતની સેવાઓ આપે છે. ભારતનું યુઝ્ડ-કાર બજાર (Used car market) મોટું હોવા છતાં તેનો નોંધપાત્ર હિસ્સો હજુ અસંગઠિત છે. આથી વિશ્વાસ, વોરંટી અને પારદર્શક કિંમત આપતા સંગઠિત પ્લેટફોર્મ્સ માટે વૃદ્ધિની મોટી તક છે.

 

સચિન તેંડુલકર કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડર

 

Spinnyએ 2021માં સચિન તેંડુલકરને વ્યૂહાત્મક રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા. કંપનીના રોકાણકારોમાં Accel, Tiger Global, Elevation Capital, General Catalyst અને Fundamentum જેવા મોટા નામો સામેલ છે.


આ પણ વાંચો: Opening Bell: ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે પોઝિટિવ ખુલ્યું


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn