સપ્ટેમ્બરમાં શેરબજારમાં કડાકો, પણ મૂડીબજારમાં તડાકો
સપ્ટેમ્બરમાં કુલ 34 IPOઓએ ઉઘરાવ્યા 39,380 કરોડ, જે વર્ષના કોઈપણ મહિનાના સૌથી વધારે

IPO News: સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં કડાકો બોલ્યો છે. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી સતત ઘટ્યા છે, પરંતુ આ ઘટતા બજાર વચ્ચે આઇપીઓ માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આમ શેરબજારમાં મંદી હતી તો તેની સામે મૂડીબજારમાં તેજી હતી.
કુલ 34 કંપનીઓના આવ્યા આઇપીઓ
સપ્ટેમ્બરમાં કુલ 34 મેઇનબોર્ડ કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ. 39,380 કરોડ એકત્રિત કર્યા છે, જે આ વર્ષના કોઈપણ મહિનામાં સૌથી વધુ પ્રમાણમાં એકત્રિત કરવામાં આવેલું ભંડોળ છે. આમ બજાર જે મહિનામાં સૌથી વધુ ઘટ્યુ, તે જ મહિનામાં આઇપીઓએ આખા વર્ષમાં સૌથી વધુ રકમ એકત્રિત કરી છે.
કેપિટલાઇનના ડેટા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ 2026માં કુલ 59માંથી 13 કંપનીઓમાં 100 ગણાથી વધુ અર્નિંગ્સે પીઇ મલ્ટીપલે ટ્રેડિંગ થાય છે. જ્યારે વર્ષના સરેરાશ પીઇએ ટ્રેડિંગ 34.76 ગણું થાય છે. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં 44 લિસ્ટિંગમાંથી 10 કંપનીઓએ 100 ગણાથી વધુ પીઇએ ટ્રેડ કરવામાં સફળતા મેળવી છે.
NSEનો IPO સૌથી મોટો, કુલ એકત્રિત ભંડોળમાં 57 ટકા હિસ્સો
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)નો 22,563 કરોડથી વધુ રકમનો આવેલો આઇપીઓ સપ્ટેમ્બરમાં એકત્રિત થયેલી કુલ રકમમાં 57 ટકા હિસ્સો ધરાવે છે. હવે જો તેને બાદ કરવામાં આવે તો બાકીના 33 ઇશ્યુની સરેરાશ રૂ. 507 કરોડ થાય છે. સપ્ટેમ્બરમાં લિસ્ટિંગની સરેરાશ 31 ટકા જેટલી જોવા મળી છે. જો કે ESDS સોફ્ટવેર સોલ્યુશન્સે 155 ગણા, હીરો મોટર્સે 143 ગણા અને પ્રસોલ કેમિકલ્સે 114 ગણા પીઇએ લિસ્ટ થવામાં સફળતા મેળવી હતી. જ્યારે NSEમાં 49 ગણા પીઇએ ટ્રેડ થયું હતું.
મૂડીબજાર સપ્ટેમ્બર જેવી તેજી જોવાની સંભાવના ઓછી
આમ મૂડીબજારને લાગે વળગે છે ત્યાં સુધી તેમા તેજી જોવા મળી રહી છે. આમ બજાર તેજીની સ્થિતિમાં છે, પીઇ ગુણાંક વિસ્તરી રહ્યા છે, મૂલ્ય વધુને વધુ ઊંચે જઈ રહ્યા છે. જો કે કરેકશન તો આવવાનુ જ છે, કારણ કે કંઇ દરેક સ્ટોક પ્રીમિયમે લિસ્ટ ન થઈ શકે, એમ ઇક્વિનોમિક્સ રિસર્ચના સ્થાપક જી ચોક્કાલિંગમનું કહેવું છે. આગામી ચારથી પાંચ મહિનામાં આ મોમેન્ટમ હજી પણ ઘટી શકે છે. હાલમાં સરેરાશ 19ના પીઇએ ટ્રેડિંગ થઈ રહ્યુ છે તે આગામી સમયમાં હજી પણ ઘટી શકે છે.
છેલ્લા સપ્તાહમાં 6,507 કરોડના 14 ઇશ્યૂ લિસ્ટ
સેબીએ આઇપીઓની નોંધણીને લઈને 30 સપ્ટેમ્બર સુધી લંબાવેલી એક્સ્પાયરીના કારણે ગયા સપ્તાહે 6,507 કરોડના 14 ઇશ્યૂ લિસ્ટ થયા હતા. સપ્ટેમ્બરમાં આઇપીઓમાં ઓફર ફોર સેલનો લગભગ 75 ટકા હિસ્સો હતો. જ્યારે ફ્રેશ કેપિટલનો પ્રવાહ ઓગસ્ટના 13,196 કરોડથી સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. 10,398 કરોડ થયો હતો. સપ્ટેમ્બરના આઇપીઓમાં સરેરાશ લિસ્ટિંગ પ્રીમિયમ 15.1 ટકા હતુ, જ્યારે ઓગસ્ટમાં 24.4 ટકા હતું. ચાલુ વર્ષે સૌથી ઓછા આઇપીઓ એપ્રિલમાં આવ્યા હતા અને ફક્ત બે જ આઇપીઓ આવ્યા હતા, જ્યારે સૌથી વધુ સપ્ટેમ્બરમાં 34 આઇપીઓ આવ્યા હતા. વર્તમાન કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં 96 આઇપીઓ આવી ચૂક્યા છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Jio IPO માટે વિદેશી રોકાણકારોમાં જોરદાર રસ, GMP ₹200ને પાર પહોંચી

HD Fire Protect IPOમાં તેજીનો માહોલ! 15% સબ્સ્ક્રિપ્શન સાથે GMPમાં 32% ઉછાળો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

હૃદય સ્ટેન્ટ બનાવતી ગુજરાતી કંપનીનો IPO આવી રહ્યો છે, 15 ઓક્ટોબરથી રોકાણની તક

15 ઓક્ટોબરે ખુલશે Bonfiglioli Transmissions IPO, જાણો કેટલા કરોડ કરશે એકત્ર?

Upcoming IPO: આ સપ્તાહે 8 ઇશ્યૂ ખુલશે, કંપનીઓ ₹11,000 કરોડ એકત્ર કરશે

આવતા અઠવાડિયે આવશે ₹5,000 કરોડનો Zetwerkનો IPO




